IPL 2022/ રાજસ્થાને દિલ્હીને 15 રનથી હરાવ્યું, પોઈન્ટ ટેબલમાં ટોપ પર

IPLમાં શુક્રવારે રમાયેલી મેચમાં રાજસ્થાન રોયલ્સ (RR) એ દિલ્હી કેપિટલ્સ (DC) ને હરાવ્યું. આ મેચ અંત સુધી ખૂબ જ રોમાંચક રહી હતી અને રાજસ્થાને જીત મેળવી હતી. 223 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી દિલ્હીએ સારી રમત દાખવી હતી

Top Stories India
12 18 રાજસ્થાને દિલ્હીને 15 રનથી હરાવ્યું, પોઈન્ટ ટેબલમાં ટોપ પર

IPLમાં શુક્રવારે રમાયેલી મેચમાં રાજસ્થાન રોયલ્સ (RR) એ દિલ્હી કેપિટલ્સ (DC) ને હરાવ્યું. આ મેચ અંત સુધી ખૂબ જ રોમાંચક રહી હતી અને રાજસ્થાને જીત મેળવી હતી. 223 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી દિલ્હીએ સારી રમત દાખવી હતી, પરંતુ ટીમ નિર્ધારિત 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 207 રન જ બનાવી શકી હતી. દિલ્હીનો કોઈપણ બેટ્સમેન મોટો સ્કોર કરી શક્યો નહોતો અને ટીમ મેચ હારી ગઈ હતી.

દિલ્હીના કેપ્ટન રિષભ પંતે 44, લલિત યાદવે અને પૃથ્વી શોએ 37-37 રનનું યોગદાન આપ્યું હતું. જ્યારે રોમેન પોવેલે 15 બોલમાં 36 રન બનાવ્યા હતા. રાજસ્થાન માટે પ્રખ્યાત કૃષ્ણાએ 3 અને રવિચંદ્રન અશ્વિને 2 વિકેટ લીધી હતી. યુઝવેન્દ્ર ચહલ અને ઓબેદ મેકકોયને એક-એક વિકેટ મળી હતી.

આ મેચમાં દિલ્હીના કેપ્ટન ઋષભ પંતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો, પરંતુ રાજસ્થાનના ઓપનર જોસ બટલર અને દેવદત્ત પડિકલે 155 રનની ભાગીદારી કરીને દિલ્હીની બોલિંગને ટક્કર આપી હતી. બટલરે 116 રનની તોફાની ઇનિંગ રમી હતી જ્યારે પડિકલે 54 રનનું યોગદાન આપ્યું હતું. અંતમાં બેટિંગ કરવા આવેલા રાજસ્થાનના કેપ્ટન સંજુ સેમસને 19 બોલમાં 46 રનની તોફાની ઇનિંગ રમીને ટીમનો સ્કોર 222 સુધી પહોંચાડ્યો હતો.

જોસ બટલર (116) અને દેવદત્ત પડિકલ (54)ની જોરદાર બેટિંગના કારણે રાજસ્થાન રોયલ્સે વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી IPL 2022ની 34મી મેચમાં દિલ્હી કેપિટલ્સને 223 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. રાજસ્થાને 20 ઓવરમાં બે વિકેટ ગુમાવીને 222 રન બનાવ્યા હતા. ટીમ માટે બટલર અને પડિકલે 91 બોલમાં 155 રનની ઓપનિંગ પાર્ટનરશિપ કરી હતી.

બટલરે ફરી એકવાર શાનદાર બેટિંગ કરી અને સિઝનની પોતાની ત્રીજી સદી ફટકારી. આ સાથે જ જોસ બટલર IPLની એક સિઝનમાં ત્રીજી સદી ફટકારનાર પ્રથમ વિદેશી ખેલાડી બન્યો છે. બટલરની તોફાની બેટિંગના કારણે રાજસ્થાનની ટીમે દિલ્હીને મોટો ટાર્ગેટ આપ્યો હતો. દિલ્હી તરફથી ખલીલ અહેમદ અને મુસ્તફિઝુર રહેમાને એક-એક વિકેટ લીધી હતી, પરંતુ કોઈ પણ બોલર બટલર અને પદીકલના તોફાનને રોકી શક્યા ન હતા.

રાજસ્થાનના વિસ્ફોટક બેટ્સમેન જોસ બટલરે દિલ્હી સામે તોફાની પ્રદર્શન કરતા સદી ફટકારી હતી. આ સિઝનમાં બટલરની આ ત્રીજી સદી છે. આઈપીએલના ઈતિહાસમાં આવું કરનાર તે પ્રથમ વિદેશી ખેલાડી બની ગયો છે. આ સદી સાથે, બટલરે શિખર ધવન અને ક્રિસ ગેલને પાછળ છોડી દીધા છે, જેમણે એક સિઝનમાં બે-બે સદી ફટકારી હતી. IPL ઇતિહાસમાં વિરાટ કોહલીએ 2016માં એક સિઝનમાં સૌથી વધુ 4 સદી ફટકારી હતી. બટલરે દિલ્હી સામે 116 રનની શાનદાર ઇનિંગ રમી હતી.