Covid-19/ 11 દેશોમાં કોરોના વાયરસના નવા સ્ટ્રેઇન મળી આવ્યા,  ડેનમાર્કમાં સૌથી વધુ કેસ

11 દેશોમાં કોરોના વાયરસના નવા સ્ટ્રેઇન મળી આવ્યા,  ડેનમાર્કમાં સૌથી વધુ કેસ

World
bansuri 8 11 દેશોમાં કોરોના વાયરસના નવા સ્ટ્રેઇન મળી આવ્યા,  ડેનમાર્કમાં સૌથી વધુ કેસ

બ્રિટન અને અમેરિકા સહીત 11 દેશોમાં કોરોના વાયરસના એક નવા સ્ટ્રેન (બી.1.525) ને શોધી કાઢ્યો છે. શોધકર્તાઓના જણાવ્યા અનુસાર બ્રિટન, યુ.એસ., નાઇજીરીયા, ડેનમાર્ક, ફ્રાંસ, બેલ્જિયમ, સ્પેન, કેનેડા, ઓસ્ટ્રેલીયા, ઘાના અને જાર્ડનમાં આ સ્ટ્રેનની ઓળખ મળીઆવી છે.

ડેનમાર્કમાં આ નવા  સ્ટ્રેઇન ના સૌથી વધુ 35 કેસ સામે આવ્યા છે. બ્રિટનમાં 33, નાઇજીરીયામાં 12, યુ.એસ. 10 અને ફ્રાન્સમાં પાંચ કેસમાં આ નવા સ્ટ્રેઇન ની પુષ્ઠી થઈ છે.  રીપોર્ટમાં જણાવ્યા અનુસાર કોરોના વાયરસનો આ નવો સ્ટ્રેઈન સાઉથ આફ્રિકા અને બ્રાઝિલમાં જોવા  મળેલા સ્ટ્રેઇન  જેવો છે. જે એન્ટીબોડી માટે વધુ પ્રતિરોધી હોઈ શકે છે. જો કે ભારતમાં હજી આ નવા સ્ટ્રેઇનના કેસ સામે આવ્યા નથી. પરંતુ દક્ષિણ આફ્રિકા અને બ્રાઝિલમાં આ નવા સ્ટ્રેઈનને દસ્તક આપી છે.

Image result for corona virus world

Election / રાજ્યસભાની ખાલી પડેલી 2 બેઠકની પેટાચૂંટણી, માત્ર ઔપચારિકતા….

toolkit case / ટ્વિટર, ટૂલકિટ, ટેલિગ્રામ, ખાલિસ્તાન અને હવે પાકિસ્તાન -સરળ ભાષામાં 26 જાન્યુઆરીની હિંસાના સંપૂર્ણ કહાની આવો સમજીએ…

કેન્દ્રએ મંગળવારે કહ્યું હતું કે ભારતમાં દક્ષિણ આફ્રિકાના સાર્સ-સીઓવી -2 વાયરસથી ચાર લોકોન સંક્રમિત થવાના અહેવાલ મળી આવ્યા છે, જ્યારે ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયામાં વાયરસનું બ્રાઝિલિયન સંસ્કરણ નોંધાયું હતું.

આઇસીએમઆરના ડાયરેક્ટર જનરલ બલારામ ભાર્ગવે જણાવ્યું હતું કે ભારત બહારથી પરત ફરતા ચાર લોકોને વાઇરસના દક્ષિણ આફ્રિકાના સ્વરૂપમાં ચેપ લાગ્યો છે. ચેપગ્રસ્ત લોકોમાંથી બે દક્ષિણ આફ્રિકાથી પરત ફર્યા હતા જ્યારે એક વ્યક્તિ અંગોલા અને તાંઝાનિયાથી પરત ફર્યો હતો. તમામ મુસાફરો અને તેમની સાથે સંપર્કમાં રહેલા લોકોની તપાસ કરવામાં આવી છે અને તેમને આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે.

 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ