Bollywood/ નાગા ચૈતન્ય અને શોભિતા ધૂલીપાલા છે રિલેશનશિપ? જાણો શું છે સત્ય

સામંથા પ્રભુથી છૂટાછેડા પછી નાગા ચૈતન્યનું નામ અભિનેત્રી શોભિતા ધૂલીપાલા સાથે સતત જોડાઈ રહ્યું છે. સમાચાર મુજબ, આ બંને સ્ટાર્સ એકબીજાને ડેટ કરી રહ્યા છે.

Trending Entertainment
નાગા ચૈતન્ય

સાઉથ ઇન્ડસ્ટ્રી પડદા પર ધૂમ મચાવી રહી છે,ત્યારે તેમના અભિનેતાઓ પણ લોકોના દિલમાં વસેલા છે. અવાર નવાર અભિનેતાઓના અફેરની વાતો ચર્ચામાં આવતી હોય છે ત્યારે ફરી એક વાર નાગા ચૈતન્ય અને શોભિતા ધૂલીપાલાના અફેરની ચર્ચાઓ થઈ રહી છે.

સામંથા પ્રભુથી છૂટાછેડા પછી નાગા ચૈતન્યનું નામ અભિનેત્રી શોભિતા ધૂલીપાલા સાથે સતત જોડાઈ રહ્યું છે. સમાચાર મુજબ, આ બંને સ્ટાર્સ એકબીજાને ડેટ કરી રહ્યા છે. પરંતુ હવે ‘પોનીયિન સેલ્વમ’ અભિનેત્રી શોભિતાએ આ અફેરના સમાચારો પર મૌન તોડ્યું છે અને તેના અને નાગા ચૈતન્ય વચ્ચે શું ચાલી રહ્યું છે તે વિશે જણાવ્યું છે.

થોડા દિવસો પહેલા ‘પોનીયિન સેલ્વમ’ અભિનેત્રી શોભિતા ધુલીપાલા અને નાગા ચૈતન્ય સાથેની એક સેલ્ફી વાયરલ થઈ હતી. જેમાં શોભિતા પાછળ બેઠેલી જોવા મળી હતી. ત્યાર બાદ બન્નેના અફેરના  સમાચારોએ વધુ જોર પકડ્યું હતું. તો બીજી તરફ તાજેતરના એક ઈન્ટરવ્યુમાં જ્યારે શોભિતાને અફેરના સમાચાર વિશે પૂછવામાં આવ્યું તો અભિનેત્રીએ કહ્યું- ‘જે લોકો જ્ઞાન વગર બોલે છે, મને નથી લાગતું મારે તેમને જવાબ આપવાની જરૂર છે. જ્યારે હું કંઈ ખોટું નથી કરી રહી ત્યારે મને નથી લાગતું કે તેની સ્પષ્ટતા કરવી જોઈએ.

 

View this post on Instagram

 

A post shared by Chay Akkineni (@chayakkineni)

જ્યાં એક તરફ શોભિતા ધૂલીપાલા રિલેશનશિપ પર સ્પષ્ટપણે કંઈ કહેવા તૈયાર નથી, તો બીજી તરફ નાગા ચૈતન્યના સ્મિતથી તેના અને શોભિતાના લિન્કઅપના સમાચારને વધુ હવા મળી રહી છે. થોડા દિવસો પહેલા, જ્યારે નાગા ચૈતન્યને એક ઇન્ટરવ્યુમાં તેના અને શોભિતા વિશે પૂછવામાં આવ્યું હતું, ત્યારે અભિનેતાએ શરમાતા કહ્યું હતું કે ‘હું ફક્ત હસવા જઈ રહ્યો છું’. આપને જણાવી દઈએ કે, નાગા ચૈતન્ય અને સામંથા પ્રભુ હવે એકબીજાથી અલગ થઈ ગયા છે. છૂટાછેડા પછી જ્યારે નાગાને પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું- અમે બંને અમારા કેસમાં આગળ વધી ગયા છીએ. હું દુનિયાને આનાથી વધુ કંઈ કહેવા માગતો નથી.

આ પણ વાંચો:વર્ષો પછી સાથે આવ્યા અક્ષય કુમાર-રવિના ટંડન, સગાઈ પછી તુટ્યો હતો સંબંધો

આ પણ વાંચો:બિપાશા બાસુએ શેર કર્યો દીકરી દેવીનો એક્સરસાઇઝ વીડિયો,જાણો ફેન્સે કમેન્ટમાં શું કહ્યું?

આ પણ વાંચો:શહનાઝ ગિલ સાથે અફેરની ચર્ચા રાઘવે તૌડ્યું મૌન, જાણો શું કહ્યું

આ પણ વાંચો: બકેટ સ્ટાઈલ બેગને લઈ ટ્રોલ થઈ અનન્યા પાંડે,લોકોએ પૂછ્યા ફની સવાલો

આ પણ વાંચો:પતિ નવાઝુદ્દીન સિદ્દીકી સાથે સમાધાનના મૂડમાં આલિયા સિદ્દીકી, સોશિયલ મીડિયા પર જાહેરમાં માગી માફી