Not Set/ વાડજમાં દંપતી વચ્ચે અણબનાવ થતા પતિએ પંખાની મોટરથી પત્નીને ફટકા માર્યા ઘટના સ્થળેજ પત્નીનું મોત

પતિ-પત્ની વચ્ચે બનતા અણબનાવ જ્યારે ગંભીર સ્વરૂપ ધારણ કરી લે ત્યારે તેનું પરિણામ પણ ખૂબ ગંભીર આવે છે. આવા જ એક બનાવમાં પતિ-પત્ની વચ્ચે કોઈ બાબતે અણબનાવ બનતાં ઉશ્કેરાયેલા પતિએ સિલિંગ ફેનની મોટરથી પત્ની ઉપર હુમલો કરી તેમના માથામાં આડેધડ ઉપરાછાપરી ફટકા મારી દેતા પત્નીનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મૃતક […]

Gujarat
16 25 05 images વાડજમાં દંપતી વચ્ચે અણબનાવ થતા પતિએ પંખાની મોટરથી પત્નીને ફટકા માર્યા ઘટના સ્થળેજ પત્નીનું મોત

પતિ-પત્ની વચ્ચે બનતા અણબનાવ જ્યારે ગંભીર સ્વરૂપ ધારણ કરી લે ત્યારે તેનું પરિણામ પણ ખૂબ ગંભીર આવે છે. આવા જ એક બનાવમાં પતિ-પત્ની વચ્ચે કોઈ બાબતે અણબનાવ બનતાં ઉશ્કેરાયેલા પતિએ સિલિંગ ફેનની મોટરથી પત્ની ઉપર હુમલો કરી તેમના માથામાં આડેધડ ઉપરાછાપરી ફટકા મારી દેતા પત્નીનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મૃતક મહિલાના ભાઈએ પોતાના બનેવી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા વાડજ પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

આ બનાવ અંગે પોલીસ સૂત્રો તરફથી જાણવા મળતી માહિતી અનુસાર, નવાવાડજના ચંદ્રભાગા હાઉસિંગ ખાતે રહેતા 33 વર્ષીય કૌશિકભાઈ પરમાર આશ્રમ રોડ ખાતે આવેલી ખાનગી કંપનીમાં નોકરી કરી પરિવારનું ગુજરાત ચલાવે છે.

ત્રણેક મહિના અગાઉ તેમના 27 વર્ષીય બહેન ગૌરીબહેનના લગ્ન ભાલુસણા ગામે રહેતા ગૌતમભાઈ પરમાર સાથે થયા બાદ બન્ને પતિ-પત્ની ચંદ્રભાગા હાઉસિંગ ખાતે રહેવા આવ્યા હતાં તથા તેમના બનેવી ગૌતમભાઈ યસ બેંકમાં નોકરી કરતાં હતાં.

બુધવારે સવારે સાત વાગ્યે કૌશિકભાઈ તેમના નિત્યક્રમ પ્રમાણે પોતાની નોકરી ઉપર ગયા હતાં. આશરે સાડા દસ વાગ્યાના સુમારે તેમના પત્ની ગીતાબહેને તેમને ફોન કરી ગૌરીબહેન તથા તેમના પતિ વચ્ચે ઝઘડો થતાં ગૌતમકુમારે ગૌરીબહેનના માથામાં સિલિંગ ફેનની મોટર મારી દીધી હોવાની જાણ કરતાં તેઓ તુરત જ તેમના બહેનના ઘરે પહોંચ્યા હતાં. ઘરે પહોંચતા ગૌરીબહેનના ઘરનો દરવાજો ખુલ્લો હતો તથા તેમના બહેન રૂમમાં નીચે લોહી લુહાણ હાલતમાં નિષ્પ્રાણ થઈ પડ્યાં હતાં. તેમના બનેવી ગૌતમકુમારે ગૌરીબહેનને ડાબા કાનના ઉપરના ભાગે સિલિંગ ફેનની એંગલ સાથે મોટરના ફટકા મારતાં તેમનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે કૌશિકભાઈની ફરિયાદના આધારે વાડજ પોલીસે ગૌતમભાઈ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.