madhaypardesh/ CM શિવરાજના હેલિકોપ્ટર પાસે વીજળી પડી,ટેકનિકલ ખામી સર્જાતા રોડ માર્ગે ભોપાલ પરત ફર્યા

શિવરાજ સિંહ ચૌહાણે નાગદાને જિલ્લો બનાવવાની જાહેરાત કરતાં જ ઉપસ્થિત લોકોમાં ખુશીની લહેર જોવા મળી હતી. 

Top Stories India
9 16 CM શિવરાજના હેલિકોપ્ટર પાસે વીજળી પડી,ટેકનિકલ ખામી સર્જાતા રોડ માર્ગે ભોપાલ પરત ફર્યા

ઉજ્જૈનના નાગદામાં સીએમ શિવરાજ સિંહના હેલિકોપ્ટર પાસે વીજળી પડી હતી. જેના કારણે હેલિકોપ્ટરમાં ટેકનિકલ ખામી સર્જાઈ હતી. જે બાદ સીએમ શિવરાજ સિંહને રોડ માર્ગે ભોપાલ પરત ફરવું પડ્યું હતું. સીએમ શિવરાજ સિંહ ગુરુવારે નાગદાના પ્રવાસે હતા. કાર્યક્રમ પૂરો કર્યા બાદ તેઓ ભોપાલ જવા માટે હેલિકોપ્ટરમાં બેસવાના હતા તે પહેલા જ હેલિકોપ્ટરની બાજુમાં વીજળી પડી હતી. આ ઉપરાતં હેલિકોપ્ટરમાં ટેકનિકલ ખામી સર્જાતા તેઓ ભોપાલ રોડ દ્વારા પરત ફર્યા હતા.

એક અનોખી ભેટ આપતાં મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આજે ઉજ્જૈન જિલ્લાના નાગદા નગરને જિલ્લો બનાવવાની જાહેરાત કરી છે. ચૌહાણે અહીં આયોજિત વિકાસ પર્વના કાર્યક્રમમાં નાગદાને જિલ્લો બનાવવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે તેની પ્રક્રિયા તાત્કાલિક શરૂ કરવામાં આવશે. મુખ્યમંત્રીએ એમ પણ કહ્યું કે જે તાલુકાઓને નાગદા જિલ્લામાં સામેલ કરવા માંગે છે તેમને જ તેમાં સામેલ કરવામાં આવશે. આ સાથે તેમણે ઉનહેલને તાલુકાનો દરજ્જો આપવાની પણ જાહેરાત કરી હતી.

મુખ્યમંત્રી નાગદાના મુક્તેશ્વર મંદિર પરિસરમાં આયોજિત વિકાસ પર્વ અને લાભાર્થી સંમેલનને સંબોધિત કરી રહ્યા હતા. તેમણે ઉનહેલમાં સામુદાયિક આરોગ્ય કેન્દ્રનું નિર્માણ, નાગદાની ગર્લ્સ કોલેજમાં કોમર્સ ક્લાસ શરૂ કરવા, નાગદામાં સીએમ રાઇઝ સ્કૂલ શરૂ કરવાની જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે નાગદા પ્રદેશને નર્મદાનું પાણી આપવામાં આવશે અને ખાચરોડ તાલુકાની દરેક માંગણી પૂરી કરવામાં આવશે. કાર્યક્રમમાં ચૌહાણે નાગદાને જિલ્લો બનાવવાની જાહેરાત કરતાં જ ઉપસ્થિત લોકોમાં ખુશીની લહેર જોવા મળી હતી.