Bharuch/ વેદાંત સોસાયટીની બાજુમાં આરએમસી પ્લાન્ટ નાખવાની કામગીરીને લઇ રોષ

દહેજ બાયપાસ ઉપર જંબુસર, શ્રવણ, નંદેલાવ, એબીસી સર્કલ ઉપર સર્જાતી ટ્રાફિકની સમસ્યાના નિરાકરણ માટે રાજ્ય સરકારે રૂપિયા 420 કરોડનો ફોરલેન એલિવેટેડ કોરિડોર બનાવવા મંજુરી અપાઈ છે. ચૂંટણી પૂર્ણ થતાં…

Gujarat
RMC plant Anger

RMC plant Anger: ભરૂચ દહેજ સ્ટેટ હાઇવે 6 ઉપર રૂપિયા 420 કરોડના ખર્ચે ફોરલેન 3.5 કિલોમીટર લાંબો કોરિડોર બને તે પહેલાં જ વિરોધ અને વિવાદ સર્જાયો છે. ભરૂચ-દહેજ માર્ગ ઉપર જંબુસર ચોકડીથી, શ્રવણ ચોકડી થઈ, નંદેલાવ બ્રિજ અને એબીસી સર્કલ સુધી શહેરનો સૌથી લાંબો 3.5 કિલોમીટરનો એલિવેટેડ બ્રિજ 26 ઓક્ટોબરે જ મંજુર થયો છે.

દહેજ બાયપાસ ઉપર જંબુસર, શ્રવણ, નંદેલાવ, એબીસી સર્કલ ઉપર સર્જાતી ટ્રાફિકની સમસ્યાના નિરાકરણ માટે રાજ્ય સરકારે રૂપિયા 420 કરોડનો ફોરલેન એલિવેટેડ કોરિડોર બનાવવા મંજુરી અપાઈ છે. ચૂંટણી પૂર્ણ થતાં જ આ એલિવેટેડ કોરિદોરના નિર્માણની કામગીરી શરૂ કરી દેવાઈ છે. જેનો કોન્ટ્રાકટ અજય એન્જીનયરિંગ ઇન્ફ્રા. ને અપાયો છે. કોન્ટ્રકટર કંપની દ્વારા શ્રવણ ચોકડી નજીક આવેલી વેદાંત સોસાયટીની બાજુમાં ખેતર ભાડે લઈ આરએમસી પ્લાન્ટ નાખવાની કામગીરી શરૂ કરતાં વિરોધ વંટોળ ફાટી નીકળ્યો છે.

ભરૂચ-દહેજ માર્ગ ઉપર વાહનોની અવરજવરને પગલે શ્રવણ ચોકડી ઉપર વારંવાર ટ્રાફિકજામની પરીસ્થિતને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા એલિવેટેડ બ્રિજ મંજુર કરવામાં આવ્યો હતો. જે બ્રિજની કામગીરી શરુ થાય તે પહેલા જ શ્રવણ ચોકડી વિસ્તારમાં આવેલ વેદાંત સોસાયટી નજીક મીશ્રર પ્લાન્ટ નાખવાની કામગીરી થતા જ વિરોધ વંટોળ ઉઠ્યો છે. આજે રવિવારે શ્રવણ ચોકડી આસપાસની 11 થી વધુ સોસાયટીના સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો.

આ પ્લાન્ટથી ધૂળ અને હવા પ્રદુષણને લઇ 3500 થી વધુ મકાનોને નુકશાન થાય તેવી શક્યતા અને પરિવારોના આરોગ્ય ઉપર અસરનો ખતરો વ્યક્ત કરાયો હતો. આ પ્લાન્ટ આ સ્થળે નહી નાખવા માટે અગાઉ ઉમરાજ ગ્રામ પંચાયતમાં રજૂઆત કરવામાં આવી હોય અને જો સાત દિવસમાં આ આરએમસી પ્લાન્ટને આ સ્થળેથી અન્યત્ર ખસેડવામાં નહિ આવે તો આંદોલનની ચીમકી 11 સોસાયટીના રહીશોએ ઉચ્ચારી છે. સાથે જ આગામી સમયમાં આ અંગે જીપીસીબી અને કલેકટરને રજુઆત કરવાનો સુર વ્યક્ત કરાયો છે.

તો બીજી તરફ હકીકત બહાર આવી હતી કે, મીક્ષર પ્લાન્ટની હજી પરમિશન મળી ના હોય તે પેહલા જ ઉભો કરી દેવામાં આવ્યો હતો. કોન્ટ્રાક્ટર જનક પટેલએ આરએમસી પ્લાન્ટની પરમીશન બાદ જ સરકારી ધારા ધોરણ મુજબ કામગીરી કરવા અને પ્રદુષણ ફેલાશે તો તેની જવાબદારી ઉઠાવવા સાથે તમામ પ્રકારની સાવચેતી રાખવાની કેફિયત હાલ તો લોકોના વિરોધને લઈ રજૂ કરી છે.

આ પણ વાંચો: LIONEL MESSI/વિજય પછી મેસ્સીની ઇન્સ્ટાગ્રામ પર ભાવુક પોસ્ટઃ હજી પણ વિશ્વાસ થતો નથી