Supreme Court/ આ વેબ સીરીઝમાં અશ્લીલ સામગ્રી સંદર્ભે એકતા કપૂર માટે સુપ્રીમે કર્યો આ નિર્ણય

ટેલિવિઝન પર અનેક સિરિયલો બનાવી અને ચર્ચામાં રહ્યા બાદ હવે ઓટી પ્લેટફોર્મ પર પણ એકતા કપૂરનો જાદુ જોવા મળી રહ્યો છે.પરંતુ વેબ સીરીઝની અંદર વાંધાજનક સામગ્રી પીરસવાના

Top Stories Entertainment
supreem

ટેલિવિઝન પર અનેક સિરિયલો બનાવી અને ચર્ચામાં રહ્યા બાદ હવે ઓટી પ્લેટફોર્મ પર પણ એકતા કપૂરનો જાદુ જોવા મળી રહ્યો છે.પરંતુ વેબ સીરીઝની અંદર વાંધાજનક સામગ્રી પીરસવાના કારણે એકતા મુશ્કેલીમાં મુકાઇ હતી. ઓટીટી પ્લેટફોર્મ એએલટી બાલાજી પર પ્રસારિત વેબ સીરીઝ ‘એક્સએક્સએક્સ સીઝન 2’ ના એપિસોડમાં કથિત વાંધાજનક સામગ્રીના સંદર્ભમાં ગુરુવારે સુપ્રીમ કોર્ટે ઈન્દોરમાં દાખલ કરેલા કેસમાં સીરિયલ નિર્માતા એકતા કપૂરને ધરપકડથી વચગાળાની રાહત આપવામાં આવી હતી.

Protests against Ekta Kapoor over web series 'showing Army in poor light' | India News,The Indian Express

shameful. / શરમ જનક : અમદાવાદની ફેક્ટરીમાંથી 37 બાળ મજૂરો છોડાવાયા…

જોકે એકતા અનેક વખત મુશ્કેલીમાં ફસાઈ એવા સંજોગો ઊભા થતાં હોવા છતાં એક યા બીજા કારણસર તે મુક્ત થઈ જતી જોવા મળે છે. આજે મુખ્ય ન્યાયાધીશ એસ.એ. બોબડેની અધ્યક્ષતાવાળી બેંચે મધ્યપ્રદેશ હાઇકોર્ટના 11 નવેમ્બરના આદેશને પડકારતી કપૂરની અરજીની સુનાવણી દરમિયાન આ આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે આ કેસમાં નોંધાયેલી એફઆઈઆરને રદ કરવાનો ઇનકાર કર્યો હતો.

Ekta Kapoor breaks her silence: Producer refuses to apologise for controversial scene as stand against cyberbullying

mega demolition / રાજકોટમાં મેગા ડીમોલેશન પાર્ટ 2 : કુલ આટલા ગેરકાયદે બાંધકામો…

આજે મળેલી ખંડપીઠમાં જસ્ટિસ એ.એસ. બોપન્ના અને ન્યાયાધીશ વી.રામસુબ્રમણ્યનનો હતા. ખંડપીઠે તેના આદેશમાં કહ્યું છે કે ‘નોટિસ જારી કરવામાં આવે. આ દરમિયાન, ધરપકડ અંતરિમ રોક લાગશે. કપૂર તરફે ઉપસ્થિત વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીએ કહ્યું કે આ કેસમાં તેમના અસીલની ધરપકડ કરવામાં આવે તેવી સંભાવના છે.આ ઉપરાંત એવો દાવો કરવામાં આવ્યો હતો કે વેબ સીરીઝનો એક એપિસોડ માત્ર અશ્લીલતા ફેલાવતો જ નથી, પણ ધાર્મિક ભાવનાઓને પણ ઠેસ પહોંચાડતો હોવાનો આક્ષેપ કરતા ટીવી નિર્માતા સામે ફરિયાદ નોંધાયા બાદ એફઆઈઆર નોંધવામાં આવી છે.

coronavaccines / કોરોના રસીકરણ અંગે આધારકાર્ડ માન્ય પુરાવો નહીં, આ પુરાવા આપવ…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…