dehgam/ નણંદ સાથે ભાભીએ કર્યું એવું કે, તમે જાણીને સ્તબ્ધ થઇ જશો…

આ ઘટના અંગે જોઈએ તો, આરોપી માતા શિલ્પાબેન સાસરીમાં હતા, ત્યારે ઘર નજીક એક ચણા વેચવાવાળો આવ્યો હતો. જે જૂના ભંગારના બદલે ચણા વેચી રહ્યો હતો. આથી શિલ્પાબેને પોતાની નણંદ પાસે ઘરમાંથી જૂનો ભંગાર કાઢી આપવા જણાવ્યું હતું.

Gujarat Others

ગાંધીનગર જીલ્લામાં આવેલા દહેગામમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેને જાણીને તમે પણ એક પ્રકારે કહી દેશો કે શું એક નાના ઝગડામાં ગુસ્સે ભરાયેલી માતાએ આ પગલું કેમ ભર્યું.

દહેગામમાંથી આ એક ઘટના સામે આવી છે, જેમાં એક મહિલાએ પોતાની 4 વર્ષ અને 5 મહિનાની બે બાળકીઓને નર્મદા કેનાલમાં ફેંકી દીધી છે અને આ ઘટનામાં બંને બાળકીઓના મોત થયા છે.

આ ઘટના અંગે જોઈએ તો, આરોપી માતા શિલ્પાબેન સાસરીમાં હતા, ત્યારે ઘર નજીક એક ચણા વેચવાવાળો આવ્યો હતો. જે જૂના ભંગારના બદલે ચણા વેચી રહ્યો હતો. આથી શિલ્પાબેને પોતાની નણંદ પાસે ઘરમાંથી જૂનો ભંગાર કાઢી આપવા જણાવ્યું હતું. જેના પર નણંદ અને ભાભી વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જેમાં નણંદના બોલવાથી માઠુ લાગી આવતા શિલ્પાબેન પોતાની બન્ને દીકરીઓને લઈને ઘરેથી નીકળી ગયા અને કોડદરા ગામ નજીક નર્મદા કેનાલમાં ફેંકી દીધી હતી.

જો કે, આ ઘટના બાદ માતાએ એવું એક નાટક કર્યું કે, તે જાણીને લાગે કે શું આ જ છે માતા. જેમાં બન્ને દીકરીઓને કેનાલમાં ફેંક્યા બાદ માતાએ પોલીસ કંટ્રોલરૂમમાં પુત્રીઓના અપહરણની વાર્તા ઘડી નાંખી હતી. શિલ્પાએ પોલીસને જણાવ્યું કે, તે પોતાની પુત્રીઓને લઈને એક ટ્રકમાં જઈ રહી હતી. આ દરમિયાન ટ્રક ચાલકે તેમને રસ્તામાંથી ઉદારી દીધા અને બન્ને બાળકીઓનું અપહરણ કર્યું. જે બાદ પોલીસ પણ હરકતમાં આવી અને તાત્કાલીક ટીમોને તપાસ સોંપી દીધી હતી. બીજી તરફ પતિ સિદ્ધરાજને શંકા જતાં તેણે દીકરીઓ વિશે પુછતાં શિલ્પા ભાંગી પડી હતી અને બન્ને દીકરીઓને કેનાલમાં ફેંકવાની વાત કબૂલી હતી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…