ram mandir/ અમદાવાદમાં પણ અયોધ્યા મંદિર,વાંચો કેટલા સમય થી ચાલી રહી છે તૈયારી

અમદાવાદમાં અયોધ્યા ની પ્રતિકૃતિ બની રહી છે,અયોધ્યા દર્શન ના કરી શકે તે માટે આ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

Gujarat Ahmedabad

@મેહુલ દુધરેજીયા 

Ahmedabad News: અમદાવાદમાં અયોધ્યા ની પ્રતિકૃતિ બની રહી છે,અયોધ્યા દર્શન ના કરી શકે તે માટે આ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.આબેહૂબ પ્રતિકૃતિ બનવવા માટે અઢી મહિનાથી યુવાનો દિવસ અને રાત કામ કરી રહ્યા છે.

અયોધ્યામાં ભગવાન રામ મંદિરમાં  પ્રાણ પ્રતિષ્ઠા  આગામી 22 જાન્યુઆરીના રોજ થવાની છે.જેમાં લાખો લોકો દર્શન માટે આવી રહ્યા છે.ત્યારે જે દર્શન ના કરી શકે તે માટે એક રામ ભક્તે મંદિર ની પ્રતિકૃતિ બનાવવાનું શરૂ કર્યું છે.દરરોજ પંદર કલાક થી વધુ ની મહેનત કરીને આ લોકો રામ મંદિર બનાવી રહ્યા છે.આ રામ મંદિર ની લંબાઈ 10 ફૂટ થી વધુ અને ઊંચાઈ 6 ફૂટ થી વધુ રાખવામાં આવી છે..આ મંદિર બનાવવા માટે અયોધ્યાના મંદિર ના ફોટો નો સહારો લેવામાં આવ્યો છે.

નાના માં નાની વસ્તુઓને ધ્યાનમાં રાખીને આ મંદિર ની કોતરણી કરવામાં આવી રહી છે.નાના બાળકો પણ રામભગવાન ની સેવામાં લાગી ગયા છે અને તેઓ પણ આ મંદિર બનવવામાં  કામ કરે છે.દરરોજ મોટી સંખ્યામાં યુવાનો આ કામ માં મદદ કરવા માટે આવે છે.આગામી પ્રાણ પ્રતિષ્ઠા પછી આ મંદિર ને ગામડે ગામડે દર્શન માટે લઇ જવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃ