ગાંધીનગરમાં ઢબુડી માતા ઉર્ફે ધનજી ઓડ સામે ફરિયાદ નોંધાઈ છે. લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ તેમની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. રાંધેજા ગામની 3 વીઘા જમીન પર રૂમ બનાવી કબજો કર્યાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. જીલ્લા કલેક્ટરના હુકમને આધારે ગુનો નોંધવામાં આવ્યો છે. જો કે ફરિયાદ બાદથી ઢબુડી માતા ભૂગર્ભમાં ઊતરી ગયા હોવાનું જાણવા મળ્યું છે
- ઢબૂડી માતા સામે ફરિયાદ
- લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો દાખલ
- રાંધેજા ગામની જમીન પર કબ્જાની ફરિયાદ
- 3 વીઘા જમીન કબ્જે કરવાના આક્ષેપ
- પેથાપુર પોલીસ મથકમાં નોંધાઈ ફરિયાદ
- ફરિયાદ બાદ ઢબૂડી માતા અંડર ગ્રાઉન્ડ
ઢોંગી ઢબૂડી માતા ઉર્ફે ધનજી ઓડ વિરુદ્ધ વધુ એક ફરિયાદ નોંધાઈ છે. ગાંધીનગરના પેથાપુર પોલીસ મથકે ધનજી ઓડ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. ગેરકાયદેસર રીતે જમીન પચાવી પાડવાના મુદ્દે ધનજી ઓડ વિરુધ્ધ લેન્ડ ગરેબિનગ એક્ટ હેઠળ ફરિયદ નોંધાઈ છે. ધનજી ઓડ તેની પત્ની, પુત્ર સહિત 4 લોકોએ રાંધેજા ગામ ખાતે જમીન પચાવીને પતરાની ઓરડી અને માતાજીનું મંદિર બનાવી દીધું છે.
પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મિલનકુમાર વિષ્ણુભાઇ પટેલ (રહે, સરગાસણ) સેક્ટર 28 જીઆઇડીસીમા કાર રીપેરીંગનુ ગેરેજ ચલાવે છે. તેમની રાંધેજા ગામની સીમમાં સર્વે નંબર 1934, 1935 અને 1936થી જમીન આવેલી છે. આ પૈકી 1935 નંબરના સર્વે નંબરની જમીન ધનજી નારણ ઓડ ઉર્ફે ઢબુડી મા (રહે, દિવ્ય પુંજ બંગલો, ચાંદખેડા) દ્વારા ખરીદાઈ છે. તેની સાથે અન્ય બે સર્વે નંબર 1934 અને 1936 સર્વે નંબર તેની બાજુમા જ આવેલા છે. બંને સર્વે નંબરવાળી જમીનને ખેડૂત દ્વારા 28.85 લાખ અને 13 લાખમાં ખરીદાઈ હતી. બંને જમીનમા વરંડો કરાયો છે. તેમ છતા ધનજી ઓડ ઉર્ફે ઢબુડી મા, તેની પત્નિ પવનબેન ધનજી ઓડ, પુત્ર વિપુલ ધનજી ઓડ અને સુરેશ રતિલાલ પટેલ (રહે, ચાણસ્મા, ગુરૂકુલ સોસાયટી શાંતિનગર) દ્વારા જમીનમા ગેરકાયદે એક ઓરડી અને એક માતાજીનુ મંદિર બનાવી દેવામાં આવ્યુ છે.
આ ઉપરાંત બંને સર્વે નંબરમાં સાદા કાગળ પર બાના ચિઠ્ઠી રજૂ કરીને કેસને વિવાદાસ્પદ અને તકરારી બનાવી દેવામા આવ્યો છે. તેના કારણે ખેડૂત દ્વારા ચારેય આરોપીઓ સામે પેથાપુર પોલીસ મથકમા લેન્ડ ગ્રેબ્રિંગ એક્ટ હેઠળ ગુનો નોંધાવતા તપાસ હાથ ધરાઈ છે. આ બનાવ અંગે જાણ થતા જિલ્લામાં ફરી એકવાર ‘ઢબુડી મા’ના મામલે ચકચાર જાગી છે.
ગુપ્ત નવરાત્રિ / 3જી ફેબ્રુઆરીએ શુભ યોગમાં દેવી પાર્વતીની પૂજા કરો અને આ કાર્યથી ઘરમાં સુખ, સમૃદ્ધિ જળવાઈ રહેશે
આસ્થા / ભગવાન ગણેશની પીઠના દર્શન કેમ ન કરવા જોઈએ
ગુપ્ત નવરાત્રી / ગુપ્ત સિદ્ધિઓ મેળવવા માટે ગુપ્ત નવરાત્રિમાં આ 10 મહાવિદ્યાઓની કરો પૂજા
ગુપ્ત નવરાત્રી / બુધાદિત્ય યોગમાં શરૂ થશે ગુપ્ત નવરાત્રિ, આ 9 દિવસોમાં કયો દિવસ રહેશે શુભ
Life Management / ટાપુ પર રહેતા ગીધને વૃદ્ધ ગીધે આપી સલાહ, પરંતુ આ યુવા ગીધોએ સલાહ ના સાંભળી અને પરિણામ..
