Gujarat News/ પહલગામ હુમલા બાદ સોમનાથ-અંબાજી સહિતના ધાર્મિક સ્થળોએ કડક સુરક્ષા

પહલગામ હુમલા બાદ અંબાજી, સોમનાથ, દ્વારકા, પાવાગઢ સહિતના ધાર્મિક સ્થળોએ ખાસ પોલીસ ટીમો તૈનાત કરવામાં આવી છે.

Top Stories Gujarat Others

Gujarat News: 22 એપ્રિલે જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 નિર્દોષ નાગરિકોના મોત થયા હતા. કાશ્મીરમાં થયેલા આ જનધ્ય હુમલાના પડઘા દેશ અને દુનિયાભરમાં પડ્યા છે. આ આતંકવાદી હુમલા બાદ સમગ્ર દેશમાં હાઇ એલર્ટ જારી કરવામાં આવ્યું છે અને સુરક્ષા એજન્સીઓ પણ સતર્ક થઈ ગઈ છે. અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ દરમિયાન, કોમી હિંસા અટકાવવા માટે પોલીસ અને એજન્સીઓએ તૈયારીઓ શરૂ કરી દીધી છે.

લશ્કર-એ-તૈયબાની શાખા, રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF) એ જમ્મુ- કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાની જવાબદારી સ્વીકારી છે. હુમલા બાદ આતંકવાદીઓ ભાગી ગયા હતા. એજન્સીઓ તેમને શોધવાનો પ્રયાસ કરી રહી છે. ગુપ્તચર બ્યુરોને ડર છે કે આતંકવાદી હુમલા બાદ દેશની શાંતિ ખલેલ પહોંચશે તેવી આશંકા સેવાય રહી છે.

આ ઉપરાંત અંબાજી, સોમનાથ, દ્વારકા, પાવાગઢ સહિતના ધાર્મિક સ્થળોએ ખાસ પોલીસ ટીમો તૈનાત કરવામાં આવી છે. સોમનાથ અને દ્વારકા દરિયા કિનારે આવેલા હોવાથી ત્યાં હાઇ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

બનાસકાંઠાના એસપી અક્ષય રાજ ​​મકવાણાએ જણાવ્યું હતું કે અંબાજી મંદિરમાં સ્નાઈપર્સ સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે. મંદિરમાં એસઓજી ટીમ પણ તૈનાત કરવામાં આવી છે. આજથી ક્વિક રિસ્પોન્સ ટીમ પણ મંદિરમાં રહેશે. મંદિરમાં આવતા તમામ ભક્તોની તપાસ કરવામાં આવશે, તેમજ કોઈપણ અનિચ્છનીય ઘટનાને પહોંચી વળવા માટે તમામ તૈયારીઓ કરવામાં આવી છે.

આતંકવાદી હુમલાના ભય વચ્ચે રાજ્યના તમામ શહેરો અને જિલ્લાઓમાં શાંતિ જાળવવા માટે ગાંધીનગરમાં અધિકારીઓની ઉચ્ચ સ્તરીય બેઠક યોજાશે તેવી સુત્રો પાસેથી માહિતી મળી છે. ગુજરાતના સંવેદનશીલ વિસ્તારોમાં મહત્તમ પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું છે, જ્યાં કોમી અથડામણો સામાન્ય છે.

અમદાવાદ શહેરમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને કોમી એકતા તૂટે નહીં તે માટે પોલીસે માઇક્રો-લેવલ પ્લાન બનાવ્યો છે. શહેર પોલીસે બધે જ બંદોબસ્ત ગોઠવ્યો છે. સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ વિસ્તારોમાં સઘન ચેકિંગ કરવામાં આવ્યું છે. ક્રાઇમ બ્રાન્ચ, એટીએસ, લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસ શંકાસ્પદ પ્રવૃત્તિઓ પર નજર રાખી રહી છે.

જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં ગઈકાલે (22 એપ્રિલ) થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકોનાં મોત થયા છે. આમાં ત્રણ ગુજરાતીઓનો પણ સમાવેશ થાય છે. ભાવનગરના પિતા-પુત્ર અને સુરતના એક યુવાનના મૃત્યુની પુષ્ટિ થઈ છે.

મૃતકના નામ

  • શૈલેષભાઈ હિંમતભાઈ કળથિયા (સુરત)
  • યતીશભાઈ સુધીરભાઈ પરમાર (ભાવનગર)
  • સ્મિત યતીશભાઈ પરમાર (ભાવનગર)

whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પહલગામમાં આતંકવાદી હુમલા બાદ પીએમ મોદીએ અમિત શાહ સાથે કરી વાત,

આ પણ વાંચો:જમ્મુ-કાશ્મીરના પહલગામમાં પ્રવાસીઓ પર હુમલો, આતંકવાદીઓએ કર્યો ગોળીબાર : એકનું મોત

આ પણ વાંચો:હત્યા સમયે કર્ણાટકના ભૂતપૂર્વ ડીજીપી ડિનર ટેબલ પર બેઠા હતા અને માછલી ખાતા હતા, તેમની પત્નીએ તેમનો જીવ લીધો