સુરતા અગ્નિકાંડ બાદ હવે અમદાવાદમાં પણ આગની ઘટના સામે આવી છે. અમદાવદાના ચાંગોદર વિસ્તારમાં મહેંદીના ગોડાઉનમાં આગ ભભુકી ઉઠતા નાસભાગ મચી હતી.જણાવીએ કે વહેલી સવારે ગોડાઉનમાં અચાનક આગ ભડકી ઉઠી હતી અને ધુમાળાના ગોટેગોટા ઉડવા લાગ્યા હતા. કોઈ કઈ સમજી તે પહેલા જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધુ.
બનાવની જાણ થતા ફાયરબ્રિગેડની 7 ગાડીઓ સ્થળ પર દોડી આવી હતી. ફાયરબ્રિગેડે આગ પર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધર્યા હતા. જ્યાં કલાકોની ભારે જહેમતને અંતે આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી છે.સદનસિબે આ ઘટનામાં કોઈને ઈજા કે જાનહાની થઈ નથી પરંતુ ગોડાઉનમાં રહેલો તમામ માલ સામાન બળીને ખાક થઈ ગયો હતો.
