Not Set/ જાણો, શા માટે વડોદરા પોલીસે લખવું પડ્યું કે, “૪ બોટલ વોડકા, કામ મેરા રોજ કા”

વડોદરા, આજની ટેકનોલોજી અને સોશિયલ મીડિયાના યુગમાં દેશના દરેક વર્ગના લોકો સુધી પહોચવા માટે સરકારના વિભાગો, અર્ધ સરકારી તેમજ ખાનગી કંપનીઓ દ્વારા કેટલીક સોશિયલ સાઈટ્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આ મામલે પોલીસ દ્વારા પણ પોતાના કેમ્પેઈનના પ્રચાર અને પ્રસાર માટે પણ ટ્વીટરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ગુજરાત રાજ્યની વડોદરા સીટી પોલીસ દ્વારા સોશિયલ […]

Gujarat

વડોદરા,

આજની ટેકનોલોજી અને સોશિયલ મીડિયાના યુગમાં દેશના દરેક વર્ગના લોકો સુધી પહોચવા માટે સરકારના વિભાગો, અર્ધ સરકારી તેમજ ખાનગી કંપનીઓ દ્વારા કેટલીક સોશિયલ સાઈટ્સનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ત્યારે આ મામલે પોલીસ દ્વારા પણ પોતાના કેમ્પેઈનના પ્રચાર અને પ્રસાર માટે પણ ટ્વીટરનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

ગુજરાત રાજ્યની વડોદરા સીટી પોલીસ દ્વારા સોશિયલ મીડિયામાં ચલાવવામાં આવતું કેમ્પેઈન હાલ ખૂબ ચર્ચામાં છે. થોડાક દિવસ પહેલા જ એક આંખના ઈશારાના કારણે ધૂમ મચાવનાર પ્રિયા પ્રકાશના વિંક સ્ટાઇલનો ઉપયોગ કરવામાં આવ્યો હતો ત્યારે હવે પોલીસ દ્વારા પોતાના ટ્વીટર હેન્ડલ પર ફિલ્મી લાઈનો અને ગીતોનો ઉપયોગ કરાઈ રહ્યો છે.

https://twitter.com/Vadcitypolice/status/973755850258075648?ref_src=twcamp%5Ecopy%7Ctwsrc%5Eandroid%7Ctwgr%5Ecopy%7Ctwcon%5E7090%7Ctwterm%5E3

આ સોશિયલ મીડિયા કેમ્પેઈન પાછળ વડોદરા પોલીસનો મુખ્ય હેતુ શહેરના લોકોને સેફ ડ્રાઈવિંગ અંગે જાગૃત કરવાનો તેમજ ટ્રાફિક માટે જરૂરી નિયમોના પાલન માટે સભાનતા કેળવવાનો છે.

આ પહેલા સેફ ડ્રાઈવિંગ માટે પ્રિયા પ્રકાશના પોસ્ટરનો ઉપયોગ કરાયો હતો જયારે બીજા ફોટોમાં હની સિંહના ગીતો અંગે જણાવવામાં આવ્યું છે. આ ઉપરાંત બોલીવુડ અભિનેતા સલમાન ખાનના કેટલાક ડાયલોગનો પણ પોલીસ દ્વારા ઉપયોગ કરવામાં આવ્યો છે.

બીજી બાજુ વડોદરા પોલીસ આ કેમ્પેઈનને સોશિયલ મીડિયા લોકો દ્વાર પ્રશંસા કરવામાં આવી રહી છે. આ પહેલા વડોદરા પોલીસ દ્વાર જાહેર કરાયેલા પોસ્ટરમાં જણાવવામાં આવ્યું છે કે, “કોઈ પણ આશ્ચર્યજનક અને વિના કોઈ વિક્ષેપે કાળજીપૂર્વક ડ્રાઈવિંગ કરો, કારણ કે આંખના એક ઈશારા પર અકસ્માત થઇ શકે છે. ટ્રાફિક એક સંસ્કાર છે”.

ઉલ્લેખનીય છે કે, આ કોઈ પહેલીવાર નથી કે જયારે પોલીસ દ્વારા જયારે કોઈ સેફ ડ્રાઈવિંગના કેમ્પેઈન માટે કોઈ ઈંટરનેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ પહેલા ફેસબુક અને ટવીટરના માધ્યમનો પણ એક ક્રીએટીવ આઈડિયા દ્વારા યંગ પ્રોફેશન સુધી પહોચવા માટે ઉપયોગ કરવામાં આવ્યો હતો.