રાજકોટમાં પોલીસ અને આરોગ્ય વિભાગની ટીમે ગુરુવારે સરદારનગરમાં આવેલા કિરો એક્સ-રે એન્ડ સોનોગ્રાફી સેન્ટરમાંથી ગર્ભ પરીક્ષણ કરનાર ડોક્ટરને ઝડપી પડ્યો હતો. આ દરમિયાન પોલીસે સગર્ભાઓ ને લઇ જનાર બે મહિલા દલાલની પણ ધરપકડ કરી છે.
પોલીસે ડૉ. જી.એલ.પટેલ, સુમિતાબા કમલેશસિંહ સરવૈયા અને લીલાબેન કાંતિલાલ સોલંકીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સગર્ભાઓ પાસેથી ડૉક્ટર દ્વારા રૂ. 30 હજાર જેટલી તોતિંગ ફી વસૂલીને પરીક્ષણ કરવામાં આવતુ હતુ. પોલીસે સેન્ટરમાંથી બે સોનોગ્રાફી મશીન પણ જપ્ત કર્યા હતા. પોલીસે ડમી ગ્રાહક મોકલીને ગર્ભ પરીક્ષણનો પર્દાફાશ કર્યો છે.
રાજકોટ શહેરના સરદારનગરમાં પોલીસે ગર્ભ પરિક્ષણ મામલે ડોકટર સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે. જેમાં બે મહિલા આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે.
