Not Set/ માણસ જ નહી હવે જાનવર પણ એક્ટિંગ કરી શકે છે, જુઓ આ વીડિયો

માણસ જે કરી શકે તે કોઇ જાનવર ન કરી શકે તેવુ અત્યાર સુધી આપણે સાંભળતા આવ્યા છીએ પરંતુ હવે તો જાનવર પણ માણસની જેમ વર્તન કરતુ જોવા મળે છે. જો આપને આ વાતમાં સંદેહ હોય તો તમારે આ વીડિયો જરૂર જોવો જોઇએ. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે જેમા એક કૂતરો તેના તૂટેલા પગ સાથે […]

Top Stories World Videos

માણસ જે કરી શકે તે કોઇ જાનવર ન કરી શકે તેવુ અત્યાર સુધી આપણે સાંભળતા આવ્યા છીએ પરંતુ હવે તો જાનવર પણ માણસની જેમ વર્તન કરતુ જોવા મળે છે. જો આપને આ વાતમાં સંદેહ હોય તો તમારે આ વીડિયો જરૂર જોવો જોઇએ. હાલમાં એક વીડિયો સામે આવ્યો છે જેમા એક કૂતરો તેના તૂટેલા પગ સાથે ચાલતો જોવા મળી રહ્યો છે. તેને જોઇ કોઇને પણ દુઃખ થઇ શકે છે પરંતુ ક્યારેક જે દેખાય છે તે હોતુ નથી. કઇક આવી જ વાતને સાબિત કરે છે આ કૂતરો.

તાજેતરમાં એક ચતુર કૂતરો લોકોનું ખૂબ ધ્યાન ખેંચી રહ્યો છે. તે એક એવી દશામાં જોવા મળે છે કે તેને જોઇ કોઇ પણ તેને ખોરાક આપી દે. સ્થાનિકો દ્વારા Gae નામનાં કૂતરાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં એક કૂતરો એક પગ તૂટી ગયો હોય તેમ પોતાનો ડાબો પગ જમીન પર ખેંચી રહ્યો છે. જો કે, જ્યારે કોઈ માણસ કૂતરો ઠીક છે કે કેમ તે જોવાનું બંધ કરે છે, ત્યારે તે ઉભો થઇ જાય છે અને સંપૂર્ણ રીતે સ્વસ્થ થઈ જાય છે. આ વીડિયો થાઇલેન્ડનાં બેંગકોકનો છે.

થાવેપોર્ન ચોંગપલાપોલુલ નામનાં સોશિયલ મીડિયા યુઝરે આ વિશે લખ્યું છે, ‘આ વૃદ્ધ કૂતરો થોડા વર્ષોથી મારા કામ કરવાનાં સ્થળની નજીક છે. તે હંમેશાં લોકોને છેતરવા માટે આ યુક્તિ કરે છે. હું તેને ભાત ખવડાવું છું પણ તેની હજી પણ આ ટેવ છે. તે ખૂબ જ હોંશિયાર છે. મને લાગે છે કે તે લોકો પાસેથી ખોરાક મેળવવા માટે જ આ કરે છે.’

https://twitter.com/notavulture/status/1166672845780541440

થાવેપોર્નએ કહ્યું, ‘જ્યારે અમે તે દિવસે તેને જોવા રોકાયા ત્યારે એક મોટર સાયકલ ચલાવનાર પણ ઉભો રહી ગયો કારણ કે તેને લાગ્યુ કે કૂતરાને ઈજા થઈ છે. પરંતુ તે પછી તે ઉછળીને દૂર ચાલ્યો જાય છે. આ ખૂબ રમુજી છે. અમે તેને Gae કહીએ છીએ.’

થાવેપોર્ન પાસે ઘણા પાળતુ પ્રાણી છે અને શેરીમાં રહેતા કૂતરાઓને બચાવે છે. થાવપોર્ને આગળ સમજાવ્યું, ‘અમે જૂના કૂતરાનાં બંને પગ તપાસ્યા છે. બંને પગ બરાબર છે. જો Gae ને કોઈ રીતે નુકસાન થયું હોત, તો હું તેને તરત જ મારી સાથે લઇ ગયો હોત.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.