Gandhinagar News : ગુજરાત સરકારના નર્મદા, જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગે રાજ્યભરમાં મોટો વહીવટી ફેરબદલ કર્યો છે. મુખ્ય નિર્વાચન અધિકારીની મંજૂરી મળ્યા બાદ વિભાગના સંયુક્ત સચિવ (સેવા) દ્વારા તાત્કાલિક અસરથી 62 નાયબ કાર્યપાલક ઈજનેર (સિવિલ) (62 Engineers Transfe)કક્ષાના અધિકારીઓની સામૂહિક બદલી (Transfer)ના આદેશો જાહેર કરવામાં આવ્યા છે.
સરકારના સત્તાવાર આદેશ મુજબ આ બદલી (Transfer)ઓ જાહેર હિત તથા અધિકારીઓની સ્વ-વિનંતીના આધારે કરવામાં આવી છે. રાજ્યના મોરબી, રાજકોટ, સુરત, ગાંધીનગર, મહેસાણા, કચ્છ, ભાવનગર, વડોદરા, નડિયાદ, હિંમતનગર, અમદાવાદ, ભરૂચ, વલસાડ સહિતના અનેક જિલ્લાઓમાં ફરજ બજાવતા અધિકારીઓને નવી જગ્યાએ તાત્કાલિક અસરથી હાજર થવા સૂચના આપવામાં આવી છે.
આદેશમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે સ્વ-વિનંતીના આધારે બદલી (Transfer)મેળવનારા અધિકારીઓને બદલી મુસાફરી ભથ્થું (Transfer TA) ચૂકવવામાં આવશે નહીં.
વિભાગે રાજ્યના સિંચાઈ, જળ સંપત્તિ અને પાણી પુરવઠા (Water Resources Department)સંબંધિત વિવિધ વર્તુળો, પેટા વિભાગો તેમજ સરદાર સરોવર નર્મદા નિગમ, સુજલામ સુફલામ યોજના, પંચાયત સિંચાઈ વિભાગ, ક્ષાર પ્રવેશ નિવારણ, દમણગંગા યોજના, પાનમ યોજના અને અન્ય વિભાગોમાં અધિકારીઓની પુનઃનિયુક્તિ કરીને વહીવટી વ્યવસ્થાને વધુ કાર્યક્ષમ બનાવવાનો પ્રયાસ કર્યો છે.
બદલી (Transfer)ના આ આદેશમાં કચ્છથી લઈને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રથી ઉત્તર ગુજરાત સુધીના વિવિધ વિભાગોમાં અધિકારીઓની નવી નિમણૂકોનો સમાવેશ થાય છે. કેટલાક અધિકારીઓને જાહેર હિતમાં સ્થાનાંતરિત કરવામાં આવ્યા છે જ્યારે અનેક અધિકારીઓને તેમની પોતાની અરજીના આધારે પસંદગીની જગ્યાએ બદલી (Transfer)આપવામાં આવી છે.
સરકારના આ નિર્ણયને રાજ્યના જળ સંપત્તિ અને સિંચાઈ વિભાગમાં છેલ્લા કેટલાક સમયનો સૌથી મોટો વહીવટી ફેરબદલ માનવામાં આવી રહ્યો છે. વિભાગીય સ્તરે નવી નિમણૂકો બાદ વિવિધ પ્રોજેક્ટ અને વહીવટી કામગીરીમાં વધુ ઝડપ અને સંકલન આવે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.
| ક્રમ | અધિકારીનું નામ | અગાઉની ફરજ | નવી નિમણૂક |
|---|---|---|---|
| 1 | નિકુંજ ભીખુભાઈ ગેવરિયા | તારાપુર | માંડવી (કચ્છ) |
| 2 | ચિરાગ દિનેશભાઈ ભોઈ | કમાલપુર | પાટણ |
| 3 | વિવેકકુમાર પ્રવિણદાસ ગઢવી | જૂનાગઢ | કેશોદ |
| 4 | હિરેન સીકોત્રા | ગઢડા | સરદાર સરોવર નર્મદા નિગમ, ગાંધીનગર |
| 5 | મયુરભાઈ નગીનદાસ કટારા | મોરવા | સંતરામપુર |
| 6 | મેહુલકુમાર લખુભાઈ પટેલ | વિસનગર | ચાણસ્મા |
| 7 | બિપીનકુમાર ચંદ્રદેવ મિશ્રા | સુરેન્દ્રનગર | લુણાવાડા |
| 8 | મૌલિકકુમાર ભરતભાઈ મહેતા | વેરાવળ | જૂનાગઢ |
| 9 | યોગેશ શિવકુમાર સિંહ | સચિવાલય | રાપર |
| 10 | ઈશ્વરભાઈ સોમાભાઈ ઉમા | મુખ્ય ઈજનેર કચેરી | વેગનપુર |
| 11 | હરદેવ હરગોવનભાઈ શર્મા | રાજકોટ | મહેસાણા |
| 12 | કલ્પેશભાઈ નટુભાઈ પટેલ | એસએસએનએનએલ ગાંધીનગર | જંબુસર |
| 13 | પ્રતિકકુમાર ભરતભાઈ મેવાડા | કરજણ | થરાદ |
| 14 | રાકેશકુમાર દેવજીભાઈ ચૌધરી | એસએસએનએનએલ | ધરોઈ |
| 15 | રમેશભાઈ ફુલજીભાઈ ગરાસિયા | લુણાવાડા | લુણાવાડા (અન્ય વિભાગ) |
| 16 | જતિન પ્રજાપતિ | ઈડર | અધિક મુખ્ય સચિવ કચેરી |
| 17 | રિયાજ મુસ્તુફાભાઈ સાબલિયા | મેઘરજ | એસએસએનએનએલ ગાંધીનગર |
| 18 | હરીશકુમાર જગનજી પટેલ | પારડી | વલસાડ |
| 19 | જીલસનકુમાર વિનોદભાઈ પટેલ | વલસાડ | પારડી |
| 20 | અપૂર્વ દિનેશ વ્યાસ | એસએસએનએનએલ | ગોધરા |
| 21 | દર્શન એચ. ચૌહાણ | એસએસએનએનએલ | અમરેલી |
| 22 | સંસ્કાર ચંદ્રકાંત બ્રહ્મભટ્ટ | મોડાસા | ગાંધીનગર |
| 23 | હેમાંગીની રામસિંહ મહિડા | આણંદ | વાલ્મી, આણંદ |
| 24 | હર્ષદભાઈ પ્રવિણભાઈ પઢીયાર | નડિયાદ | આણંદ |
| 25 | રાજેશકુમાર જેશીંગભાઈ ખાટા | ખંભાત | બોરસદ |
| 26 | વરુણકુમાર નરેન્દ્રકુમાર શર્મા | બોરસદ | ખંભાત |
| 27 | રાજેશકુમાર પ્રતાપભાઈ ચૌહાણ | એસએસએનએનએલ | સુરત |
| 28 | રાજેશકુમાર ઈશ્વરભાઈ લાડ | સુરત | અંકલેશ્વર |
| 29 | રાજેશકુમાર નરસિંહ ચાવડા | જૂનાગઢ | જૂનાગઢ (અન્ય વિભાગ) |
| 30 | મિતુલકુમાર ચંદ્રકાંતભાઈ ચૌધરી | વિભાગ (ખુદ) | બારડોલી |
| 31 | અંકિત નરેશકુમાર અમદાવાદી | ઓલપાડ | વિભાગ (ખુદ) |
| 32 | જગદીશભાઈ રમેશભાઈ ચૌધરી | લાખણી | મુક્તેશ્વર |
| 33 | અરવિંદકુમાર દેવજીભાઈ વસાવા | રાજકોટ | બાયડ |
| 34 | પિયુષકુમાર પી. વઘાસિયા | એસએસએનએનએલ | અમદાવાદ |
| 35 | એચ. કે. રત્નોત્તર | તળાજા | વિભાગ (ખુદ) |
| 36 | રમીઝ કાસમભાઈ સુમરા | ભૂજ | માંડવી |
| 37 | સચિનભાઈ કાળુભાઈ માહલા | વિભાગ (ખુદ) | મહુવા |
| 38 | શિવાંગી કેતનભાઈ સુખીયાજીવાળા | GERI વડોદરા | માંડવી |
| 39 | મિતાલીબેન રમેશભાઈ પટેલ | માંડવી | GERI વડોદરા |
| 40 | તુષાર ઈશ્વરલાલ પટેલ | બોટાદ | ભાડભૂત |
| 41 | વિજયકુમાર જાદવભાઈ વાઘ | વેરાવળ | પોરબંદર |
| 42 | ભરતકુમાર દેવેન્દ્રભાઈ વસાવા | વિભાગ (ખુદ) | બોડેલી |
| 43 | હરેશકુમાર ગુણવંતભાઈ પ્રજાપતિ | પ્રાંતિજ | બાયડ |
| 44 | મેહુલકુમાર રામસિંગ ઠાકોર | પાલનપુર | એસએસએનએનએલ ગાંધીનગર |
| 45 | ચેતનકુમાર ત્રિકમલાલ મકવાણા | વાલ્મી | વડોદરા |
| 46 | ઉમેશભાઈ રણછોડભાઈ પટેલ | GERI | એસએસએનએનએલ ગાંધીનગર |
| 47 | જયતિન ગોપાલભાઈ રાણપરા | બોડેલી | નડિયાદ |
| 48 | મિતેશકુમાર બાબુલાલ પટેલ | મહેસાણા | લાખણી |
| 49 | છાયા ભગવાનદાસ શાહુકાર | ગાંધીનગર | વિભાગ (ખુદ) |
| 50 | દિલીપકુમાર મનસુખલાલ ચુડાસમા | રાજકોટ | ચોટીલા |
| 51 | રાજેશકુમાર મેણંદભાઈ જાડેજા | કુતિયાણા | પોરબંદર |
| 52 | રામદે અરજણભાઈ ઓડેદરા | પોરબંદર | કુતિયાણા |
| 53 | ધર્મેશકુમાર અશોકભાઈ વાઘેલા | રાજકોટ | રાજકોટ (ક્ષાર પ્રવેશ નિવારણ) |
| 54 | દિપકકુમાર મહેન્દ્રભાઈ પટેલ | નડિયાદ | એસએસએનએનએલ ગાંધીનગર |
| 55 | પ્રતાપસિંહ પ્રફુલચંદ્ર વાળા | અંજાર | ભૂજ |
| 56 | સાગર વૃજલાલ ચૌહાણ | નખત્રાણા | ગુણવત્તા નિયમન એકમ-4, નખત્રાણા |
| 57 | હાર્દિકકુમાર હર્ષદરાય દવે | ગુણવત્તા નિયમન એકમ-4 | જળ સંપત્તિ સંશોધન, નખત્રાણા |
| 58 | જીગરકુમાર જયંતિલાલ પટેલ | હિંમતનગર | એસએસએનએનએલ ગાંધીનગર |
| 59 | જેસિંહભાઈ હરસિંહભાઈ સુવર | બોટાદ | ગઢડા |
| 60 | પાર્થ કીર્તીકુમાર બારોટ | ગાંધીનગર | ભાવનગર |
| 61 | જીજ્ઞેશ નટવરલાલ પટેલ | ગાંધીનગર | સુરેન્દ્રનગર |
| 62 | શિલ્પાબેન જેસુખલાલ ભલાણી | અંકલેશ્વર | એસએસએનએનએલ ગાંધીનગર |
