Gandhinagar News : ગુજરાત રાજ્ય સરકારે વહીવટી તંત્રમાં તાજેતરમાં મોટો ફેરબદલ કર્યો છે, જેમાં 20 IAS અધિકારીઓને ખાતા ફાળવણી કરવામાં આવી છે. આ ખાતા ફાળવણીનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યના વહીવટી તંત્રને વધુ ગતિશીલ અને અસરકારક બનાવવાનો હોય શકે છે, જેથી રાજ્યના વિકાસ કાર્યોને વધુ વેગ મળી શકે.

IAS મોના ખાણધરને વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના પ્રિન્સિપાલ સેક્રેટરી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જે રાજ્યના ટેકનોલોજીકલ વિકાસને નવી દિશા આપશે. વધુમાં, મનીષા ચાંદ્રાને સરકાર, પંચાયતો, ગ્રામીણ ગૃહનિર્માણ અને ગ્રામીણ વિકાસ વિભાગના સચિવ તરીકે નિયુકિત કર્યા છે, જે ગ્રામીણ ક્ષેત્રોના વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થશે.
જાણો 20 IAS અધિકારીઓને ખાતાની ફાળવણી
એચ. જે. પ્રજાપતિ બન્યા પોરબંદર મ્યુ. કમિશ્રર
સી. સી. કોટક બન્યા ડે. ડાયરેક્ટર, સ્પીપા મહેસાણા
કે. જે. રાઠોડ બન્યા એડી. જિલ્લા ચૂંટણી અધિકારી, સૂરત
ડો. એસ. જે. જોશી બન્યા INDEXT -C એક્ઝિ. ડાયરેક્ટર ગાંધીનગર
વી. આઈ. પટેલ બન્યા સંયુક્ત સચિવ GPSC ગાંધીનગર
પી. એ. નિનામા બન્યા ડે. કમિશ્નર ગ્રામીણ વિકાસ વડોદરા
કે. પી. જોશી બન્યા ડે. મ્યુ. કમિશ્નર, વડોદરા મનપા
બી.એમ. પટેલ બન્યા ડાયરેક્ટર DRDA, દાહોદ
કવિતા શાહ બન્યા ને. હેલ્થ મિશનના વહીવટી અધિકારી, ગાંધીનગર
બી. ડી. ડવેરા બન્યા એક્ઝિ. ડાયરેક્ટર GIDC, ગાંધીનગર
એ. જે. ગામીત બન્યા ડે. કમિ. સરદાર સરોવર પુનર્વસવાટ એજન્સી, વડોદરા
એસ. કે. પટેલ બન્યા એક્ઝિ. ડાયરેક્ટર, ગુજ. કાઉન્સિલ સાયન્સ સિટી, અમદાવાદ ગાંધીનગર
એન. એફ. ચૌધરી બન્યા RAC, ગાંધીનગર
એચ. પી. પટેલ બન્યા સ્પે. ડ્યુટી ઓફિસર, મુખ્યમંત્રી, ગાંધીનગર
જે. કે. જાદવ બન્યા ડાયરેક્ટર, DRDA, નર્મદા
ડી. કે. બ્રહ્મભટ્ટ બન્યા RAC, ગાંધીનગર
એમ. પી. પંડ્યા બન્યા મ્યુ. કમિશ્નર, ગાંધીધામ
આર. વી. વાળા બન્યા ચીફ એડમિનિસ્ટ્રેટીવ ઓફિસર, GWSSB
આર. વી. વ્યાસ બન્યા સ્પે. ડ્યુટી ઓફિસર, મુખ્યમંત્રી, ગાંધીનગર
એન. ડી. પરમાર બન્યા સંયુક્ત ચૂંટણી અધિકારી, ગાંધીનગર

વિવિધ વિભાગોમાં અન્ય IAS અધિકારીઓની ખાતાઓની ફાળવણી કરવામાં આવી છે, જે દરેક વિભાગના કાર્યને વધુ સુદ્રઢ બનાવશે.સરકારનો મુખ્ય હેતુ વહીવટી તંત્રને વધુ કાર્યક્ષમ અને લોકો માટે સુલભ બનાવવાનો હોય છે. આ ફાળવણીઓ દ્વારા સરકાર રાજ્યના વિકાસ કાર્યોને વધુ વેગ આપવા માંગે છે, જેથી ગુજરાતના નાગરિકોને વધુ સારી સેવાઓ મળી શકે. આ બદલીઓથી રાજ્યના વહીવટી તંત્રમાં નવો ઉત્સાહ અને જોમ જોવા મળશે, અને રાજ્યના વિકાસને નવી દિશા મળશે તેવી અપેક્ષા છે.
આ પણ વાંચો:સ્વચ્છતા ફક્ત કાર્ય જ નહીં કાયમી સંસ્કાર બનેઃ સીએમ ભુપેન્દ્રભાઈ પટેલની ટકોર
આ પણ વાંચો:ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું
આ પણ વાંચો:ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સ્વચ્છતા અભિયાન હાથ ધર્યું
