Surat News/ દેશભરમાં આગામી દિવસોમાં ખાંડ (Sugar)ના ભાવોમાં મોટો ઉછાળો આવવાની આશંકા સેવાઈ રહી છે. અલ્-નીનોની પ્રતિકૂળ અસરોના કારણે શેરડીના પાક પર મોટો ખતરો મંડરાઈ રહ્યો છે, જેને પગલે ઉત્પાદનમાં મોટો ઘટાડો નોંધાવાની ભીતિ છે. આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે દેશમાં ખાંડનો પૂરતો જથ્થો જાળવી રાખવા અને ભાવોને અંકુશમાં રાખવા માટે એક મોટો અને કડક નિર્ણય લીધો છે.
30 સપ્ટેમ્બર 2026 સુધી ખાંડની નિકાસ પર સંપૂર્ણ રોક
ઘટતા ઉત્પાદનને જોતા કેન્દ્ર સરકારે ભારતીય વિદેશમાં થતી નિકાસ પર તાત્કાલિક અસરથી સંપૂર્ણ પ્રતિબંધ લાદી દીધો છે. સરકારના આ આદેશ અનુસાર, 30 સપ્ટેમ્બર 2026 સુધી કોઈપણ પ્રકારની ખાંડની નિકાસ (Sugar Export Ban) કરી શકાશે નહીં. આ પ્રતિબંધ હેઠળ કાચી (Raw Sugar) અને રિફાઈન્ડ (Refined Sugar) બંને પ્રકારની નિકાસ પર રોક લગાવી દેવામાં આવી છે.
ખાંડ (Sugar)ના ભાવ વધારાની આશંકાને લઈ ઉદ્યોગ જગતમાં ચિંતા

દેશમાં સંભવિત ભાવવધારાના આ ગંભીર મુદ્દે નિષ્ણાત કેતન પટેલે મોટું નિવેદન આપ્યું છે. આ સાથે જ કેન્દ્રીય ખાંડ ઉદ્યોગ ફેડરેશને પણ વર્તમાન સ્થિતિ અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. ફેડરેશનના મતે, પ્રતિકૂળ હવામાન અને અલ્-નીનોના કારણે શેરડીના પાકને જે નુકસાન થઈ રહ્યું છે, તેના લીધે આગામી ત્રણ વર્ષ સુધી ભારત વૈશ્વિક સ્તરે નિકાસથી સંપૂર્ણપણે દૂર રહે તેવી પૂરેપૂરી શક્યતા છે.
સ્થાનિક બજાર પર શું અસર થશે?

સરકારના આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ્ય દેશના સ્થાનિક બજારમાં ખાંડની અછત ન સર્જાય તે જોવાનો છે. જોકે, ઉત્પાદન ઓછું હોવાને કારણે તહેવારોની સીઝન અને આગામી સમયમાં ખાંડના ભાવો પર તેની સીધી અસર જોવા મળી શકે છે. સરકાર આગામી દિવસોમાં પરિસ્થિતિ પર સતત નજર રાખશે.
આ પણ વાંચો: ખાંડની નિકાસ પર પ્રતિબંધ, સરકારની મોટી જાહેરાત
આ પણ વાંચો: ખાંડ મંડળીઓને રૂ.1500 કરોડની રાહત
આ પણ વાંચો: શું બ્રાઉન શુગર સફેદ ખાંડનો બહેતર વિકલ્પ છે ખરી? જાણો…બંને વચ્ચેનો તફાવત…
