Maharashtra News/ મહારાષ્ટ્રમાં માનવતાને શરમાવે તેવી ઘટના,મહિલાઓને અર્ધનગ્ન કરી રસ્તા પર ફેરવાઈ

ઉલ્હાસનગરમાં ત્રણ મહિલાઓ સાથે જાહેરમાં અમાનવીય વર્તન (Women Harassment Case) કરાયું હોવાની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં તણાવ ફેલાયો છે. મંદિર પ્રવેશ મુદ્દે થયેલા વિવાદ બાદ મહિલાઓને રસ્તા પર અપમાનિત કરવામાં આવી હોવાના ગંભીર આક્ષેપો થયા છે.

Top Stories India Breaking News
Women Harassment Case:મહિલાઓને અર્ધનગ્ન કરી કાઢ્યું સરઘસ

Maharashtra News: ઉલ્હાસનગરમાંથી માનવતાને ઝંઝોળી નાખે તેવી એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક સમુદાય સાથે જોડાયેલા પરિવાર દ્વારા સમાન અધિકાર અને મંદિર પ્રવેશનો મુદ્દો ઉઠાવતાં વિવાદ ઊભો થયો હતો, જે બાદ ત્રણ મહિલાઓ સાથે જાહેરમાં અત્યંત અપમાનજનક વર્તન (Women Harassment Case) કરાયું હોવાનું સામે આવ્યું છે.

મળતી માહિતી મુજબ, સ્થાનિક સ્તરે કેટલાક લોકો દ્વારા એક પરિવારનો સામાજિક બહિષ્કાર કરવામાં આવ્યો હતો અને મંદિર પ્રવેશ પર અનૌપચારિક પ્રતિબંધ મૂકાયો હતો. થોડા દિવસો પહેલાં યોજાયેલા ધાર્મિક કાર્યક્રમ દરમિયાન પરિવારના એક યુવકે મંદિર પ્રવેશ અંગે સવાલ ઉઠાવતા વાત તંગ બની ગઈ હતી. ત્યારબાદ કેટલાક લોકો દ્વારા યુવકના પરિવાર સાથે ઝઘડો અને મારામારી કરાઈ હોવાના આક્ષેપ છે.

મહિલાઓ (Women Harassment Case) સાથે અમાનવીય વર્તન!

શુક્રવારે સવારે ફરિયાદ નોંધાવવા જતી ત્રણ મહિલાઓને રસ્તામાં રોકી હુમલો કરવામાં આવ્યો હોવાનું જણાવવામાં આવ્યું છે. આરોપીઓએ મહિલાઓને જાહેરમાં અપમાનિત (Women Harassment Case) કરી, તેમના વાળ કાપ્યા અને કપડાં ફાડી નાખ્યા હોવાના ગંભીર આક્ષેપો થયા છે. એટલું જ નહીં, મહિલાઓને રસ્તા પર ફરાવવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે.

Women Harassment Case
Women Harassment Case

ઘટના દરમિયાન મોટી સંખ્યામાં લોકો હાજર હોવા છતાં કોઈએ તાત્કાલિક મદદ ન કરી હોવાના દાવાઓ સામે આવ્યા છે. ઘટનાના કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ સમગ્ર મામલે ભારે રોષ ફેલાયો છે અને કાયદો-વ્યવસ્થા અંગે સવાલો ઊભા થયા છે.

વિડિયો વાયરલ (Women Harassment Case) થયા બાદ પોલીસે ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ મામલે બે મહિલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જ્યારે અન્ય આરોપીઓની શોધખોળ ચાલુ છે. વિસ્તારમાં શાંતિ જળવાઈ રહે તે માટે વધારાનો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે.સ્થાનિક તંત્ર દ્વારા લોકોને અફવાઓથી દૂર રહેવા અને કાયદો હાથમાં ન લેવા અપીલ કરવામાં આવી છે.


આ પણ વાંચો:મધ્યપ્રદેશમાં હેવાનિયતની હદ પાર! 90 વર્ષની વૃદ્ધા સાથે 4 નરાધમોએ આચર્યું સામૂહિક દુષ્કર્મ

આ પણ વાંચો:સાવકી માતાની ક્રૂરતા! માસૂમનાં માથાનાં વાળ અને આંખના ભમર કાપ્યાં!

આ પણ વાંચો:બળાત્કાર બાદ શરીર પર ઠોકી ખીલી,પછી જીવતી સળગાવી…મણિપુરમાં ત્રણ બાળકોની માતા સાથે ક્રૂરતા