Bhavnagar News : નવતાને શર્મસાર કરતી ઘટના બની છે. સાવકી માતા એટલી હદ્દે ક્રૂર બની કે 9 વર્ષની માસૂમ બાળકીનાં માથાનાં વાળ પણ કાઢી દીધા! પાડોશી મહિલાઓએ બાળકીને સાવકી માતાનાં અત્યાચારથી બચાવી હતી. આ મામલે જાણ થતાં બાળ કલ્યાણ વિભાગે (Child Welfare Department) બાળકીનું રેસ્ક્યુ કરીને કબજે લીધી છે. બાળકીએ સાવકી માતાનાં અત્યાચારનાં જે ખુલાસા કર્યા છે તે જાણીને રૂવાંડા ઊભા થઈ જશે!ભાવનગરમાં (Bhavnagar) વધુ એક હચમચાવતી ઘટના બની છે. પ્રાપ્ત અહેવાલ અનુસાર, એક 9 વર્ષની માસૂમ બાળકીને તેની સાવકી માતાએ ક્રૂર રીતે માર માર્યો હોવાની અને અત્યાચાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવી છે.
આરોપ મુજબ, શહેરની શ્રીરામ સોસાયટીમાં રહેતા એક પરિવારમાં 9 વર્ષની બાળકી પર તેની સાવકી માતાએ અત્યાચાર ગુજાર્યો હતો. સાવકી માતાએ બાળકીનાં બન્ને હાથ-પગ બાંધી, મોઢે પ્લાસ્ટિક ટેપ લગાડી, માથાનાં વાળ, આંખનાં નેણ કાપી નાખી ટીપડામાં પૂરી હતી. ઘરનાં બધા સભ્યો બહાર જાય ત્યારે, બાળકીને બાંધી સાવકી માતા ખાવાનું પણ આપતી નહોતી.એવો પણ આરોપ છે કે, ઘણીવાર તો સાવકી માતા માસૂમ બાળકીને પંખે પણ લટકાવી દેતી હતી. જો કે, આ મામલે જાણ થતાં પાડોશી મહિલાઓએ બાળકીને સાવકી માતાનાં ચુંગાલમાંથી છોડાવી હતી.
આજુબાજુનાં લોકોને જાણ થતાં બાળ કલ્યાણ વિભાગને અને બાળ કલ્યાણ સમિતિને (Child Welfare Committee) જાણ કરી હતી. આથી ટીમ દ્વારા બાળકીનું રેસ્ક્યૂ કરીને કબજો લીધી છે. બાળકીને પૂછતાં બાળકીએ ચોંકાવનારી આપવીતી વર્ણવી હતી. આ મામલે હવે આગળ શું કાર્યવાહી કરવામાં આવશે તે જોવાનું રહેશે.
આ પણ વાંચો: અમદાવાદ કોર્ટથી અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહને મોટો ફટકો
આ પણ વાંચો: માનહાની કેસમાં રાહુલ ગાંધી અમદાવાદ કોર્ટમાં હાજર,મેજિસ્ટ્રેટે જામીન મંજુર કર્યા
આ પણ વાંચો: રાહુલ ગાંધી : આજે અમદાવાદ કોર્ટમાં હાજરી આપશે
