ભારતમાં કોરોનાની બીજી લહેર અતિ ઘાતક સાબિત થઇ રહી છે કોરોનાથી લોકો મરી રહ્યા છે ત્યારે કોરોના કેસના રિકવરીના કેસમાં રાહતના સમાચાર છે. કોરોનાની જંગમાં હાલ મોટી રાહત જોવા મળી રહી છે .
છેલ્લા 24 કલાકમાં સાડા ત્રણ લાખ રિકવરી કેસ સામે આવ્યા છે. કોરોનાના નવા સંક્રમણના કેસોમાં ફરી એકવાર નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લા 24 કલાકના આંકડા પર નજર નાંખીએ તો કોરોના સંક્રમણના નવા 3.25 લાખથી વધુ કેસો જોવા મળ્યા છે.દેશના 16 રાજ્યમાં એક્ટિવ કેસમાં પણ ઘટાટો થયો છે. હવે અકટિવ કેસ 37 લાખથી પણ ઓછા છે. ભારતમાં કુલ કોરોનાથી મૃત્યુઆંકની વાત કરીએ તો 2.66 લાખને પાર થયા છે.
ઉલ્લેખનીય છે કે દેશમાં નવા કોરોના કેસોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે .જે સારી વાત છે ,રિકવરી કેસમાં પણ સતત વધારો થઇ રહ્યો છે. લોકો કોરોનાને માત આપીને સાજા થઇ રહ્યા છે . કોરોનાનો કહેર ધીરે ધીરે ઘટી રહ્યો છે.
