Delhi Fire/ ગાંધીનગર ટેક્સટાઈલ માર્કેટની દુકાનમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડની 30 ગાડીઓ ઘટનાસ્થળે, CM રાખી રહ્યા નજર

દિલ્હીના ગાંધીનગરમાં ભીષણ આગ લાગવાના સમાચાર છે ફાયર વિભાગ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, ગાંધી નગરની નહેરુ ગલીમાં આવેલી જય અંબે નામની દુકાનમાં  આગ લાગી હતી

Top Stories India

દિલ્હીના ગાંધીનગરમાં ભીષણ આગ લાગવાના સમાચાર છે. ફાયર વિભાગ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, ગાંધી નગરની નહેરુ ગલીમાં આવેલી જય અંબે નામની દુકાનમાં  આગ લાગી હતી. આ ભયાનક આગની ઘટના બાદ ફાયરની 35 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આ ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાની અહેવાલ નથી.

આગ કયા કારણોસર લાગી તેનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આ ઘટના પર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને તેને દુર્ભાગ્યપૂર્ણ ગણાવ્યું હતું અને ભગવાનને દરેકની સુખાકારીની કામના કરી હતી. સીએમ કેજરીવાલે ટ્વીટ કરીને લખ્યું કે, “ગાંધીનગરના ટેક્સટાઈલ માર્કેટમાં આગની આ ઘટના ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. ફાયર વિભાગ આગ પર કાબુ મેળવવાના પ્રયાસમાં. હું ઘટનાની તમામ માહિતી જિલ્લા વહીવટીતંત્ર પાસેથી લઈ રહ્યો છું. પ્રભુ શ્રી રામ સૌને કુશળ મંગલ રાખે.

સૂત્રોના જણાવ્યા અનુસાર આગ પર કાબૂ મેળવવામાં મોટી સમસ્યા સામે આવી છે. જ્યાં આગ લાગી ત્યાં  સાંકડી ગલીઓ છે અને પાણીના સ્ત્રોત નથી. જેથી ફાયર બ્રિગેડને ગાડીઓ દૂર પાર્ક કરવી પડે છે. આગને કાબૂમાં લેવા માટે લગભગ 150 ફાયર ફાઈટરને સેવામાં લગાવવામાં આવ્યા છે.