Not Set/ આંબેડકરની પ્રતિમાનું અપમાન, કચ્છમાં દલિતોએ કર્યું ચક્કાજામ, ટ્રેનો રોકી

ભીમાસર. ગઈ કાલ 26 એપ્રિલના રોજ અંજારનાં ભીમાસર ગામમાં આવેલી બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને અસામાજિક તત્વો એ જુતાનો હાર પહેરાવ્યો હતો. જેના કારણે દલિત સમાજમાં રોષની લાગણી ફેલાઇ ગઇ હતી. આ સમગ્ર ઘટના ને  24 કલાક થયા બાદ પણ પોલીસ દ્વારા કોઈ આરોપી કે પછી આ કૃત્ય કરનારનો સુરાગ ના મળતા દલિત સમુદાયમાં આક્રોશ ફાટ્યો […]

Top Stories Gujarat
f0796267 d432 4b3c b83b 0f3af22faa6c આંબેડકરની પ્રતિમાનું અપમાન, કચ્છમાં દલિતોએ કર્યું ચક્કાજામ, ટ્રેનો રોકી

ભીમાસર.

ગઈ કાલ 26 એપ્રિલના રોજ અંજારનાં ભીમાસર ગામમાં આવેલી બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને અસામાજિક તત્વો એ જુતાનો હાર પહેરાવ્યો હતો. જેના કારણે દલિત સમાજમાં રોષની લાગણી ફેલાઇ ગઇ હતી. આ સમગ્ર ઘટના ને  24 કલાક થયા બાદ પણ પોલીસ દ્વારા કોઈ આરોપી કે પછી આ કૃત્ય કરનારનો સુરાગ ના મળતા દલિત સમુદાયમાં આક્રોશ ફાટ્યો છે. હાલ, દલિત સમાજના લોકોએ અંજાર-ભચાઉ હાઇવેને ભીમાસર ગામ નજીકથી ચક્કાજામ કરી બંધ કર્યો છે.

dalit protest e1524831332709 આંબેડકરની પ્રતિમાનું અપમાન, કચ્છમાં દલિતોએ કર્યું ચક્કાજામ, ટ્રેનો રોકી

રસ્તા પર ટાયરો સળગાવી અને પોતાની લાગણી દુભાવાની વાતને દર્શાવતા વિરોધ નોંધાવ્યો છે. સાથે જ રેલવે ટ્રેક પર ટાયરો સળગાવી અને આડશ મુકવામાં આવ્યા છે. જેના પગલે ટ્રેનને બીજા સ્ટેશન પર રોકી દેવામાં આવી છે. અત્યાર સુધી 4 જેટલી ટ્રેનો પ્રભાવિત થઈ છે. ઘટનાની જાણને પગલે પોલીસ અને રેલવે પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. અંજાર પોલિસ મથકના ઉચ્ચ અધિકારી સહિતનો પુર્વ કચ્છનો મોટો પોલિસ કાફલો ઘટના સ્થળે છે અને મામલો થાળે પાડવા પ્રયત્નો કરી રહ્યા છે. જ્યાં સુધી આરોપીની ધરપકડ નહિ થાય ત્યાં સુધી ચક્કાજામ યથાવત રહેશે તેવી ચીમકી દલિત સમાજે આપી છે. ટ્રેનને રોકવામાં આવી હતી આથી અન્ય ચાર ટ્રેનો પ્રભાવિત થઇ હતી. ટ્રેનને રોકવાના પગલે રેલવે પોલીસ હરકતમાં આવી હતી…રેલવે પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી…અને પરિસ્થિતિને કાબુમાં લેવા પ્રયત્નો કર્યા હતા…