Not Set/ દેશમાં સૌથી વધુ પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતા વ્યક્તિની યાદી કરાઈ જાહેર, જુઓ

દિલ્લી, દેશના ૨૦૧૮ના સૌથી પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતા ૧૦ વ્યક્તિઓની એક યાદી બહાર પાડવામાં આવી છે. ઇન્ડિયા ટુડે દ્વારા જાહેર કરવામાં આવેલી આ યાદીમાં અલગ અલગ ક્ષેત્રની અગ્રણી વ્યક્તિઓને સ્થાન આપવામાં આવ્યું છે. ઇન્ડિયા ટુડે દ્વારા વર્ષ ૨૦૧૮ના ૫૦ સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓની એક યાદી જાહેર કરી છે. આ યાદીમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી, વિરાટ કોહલી, બિગ બી […]

India
sdgggggggg દેશમાં સૌથી વધુ પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતા વ્યક્તિની યાદી કરાઈ જાહેર, જુઓ

દિલ્લી,

દેશના ૨૦૧૮ના સૌથી પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતા ૧૦ વ્યક્તિઓની એક યાદી બહાર પાડવામાં આવી છે. ઇન્ડિયા ટુડે દ્વારા જાહેર કરવામાં આવેલી આ યાદીમાં અલગ અલગ ક્ષેત્રની અગ્રણી વ્યક્તિઓને સ્થાન આપવામાં આવ્યું છે.

ઇન્ડિયા ટુડે દ્વારા વર્ષ ૨૦૧૮ના ૫૦ સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓની એક યાદી જાહેર કરી છે. આ યાદીમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી, વિરાટ કોહલી, બિગ બી અમિતાભ બચ્ચન સહિતના વ્યક્તિઓનો સમાવેશ થાય છે.

ઇન્ડિયા ટુડે દ્વારા જાહેર કરવામાં આવેલી યાદીમાંના ૧૦ પ્રભાવશાળી વ્યક્તિ :  

૧. મુકેશ અંબાણી :

દુનિયાના ૧૯માં સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના પ્રમુખ છે. સાથે સાથે ગત વર્ષે લોન્ચ કરવામાં આવેલા રિલાયન્સ જિયોની એટ્રી સાથે ટેલિકોમ ક્ષ્રેત્રમાં નવી એક લહેર જોવા મળી છે. મુકેશ અંબાણીની કુલ નેટ વર્થ ૨.૬ લાખ કરોડ રૂપિયા છે.

૨. કુમાર મંગલમ બિરલા :

કુમાર મંગલમ બિરલા દેશના ટોચના બિઝનેસ એમ્પાયર બિરલા જૂથના એમડી તેમજ વોડાફોન-આઈડિયાના નોન એક્ઝીક્યુટીવ ચેરમેન પણ છે.

૩. આનંદ મહિન્દ્રા :

આનંદ મહિન્દ્રા દેશના સૌથી મોટા બિઝનેસ જૂથોમાના એક મહિન્દ્રા ગ્રુપના ચેરમેન છે અને તેની માર્કેટ વેલ્યુ ૧.૨ લાખ કરોડ રૂપિયા છે.

૪. ઉદય કોટક :

ઉદય કોટકપ્રાઇવેટ બેંક કોટક મહિન્દ્રાના પ્રમુખ છે. તેઓબેન્કોના ગ્રાહકોનો બેસ વધારવા તેમજ બીજી નાણાંકીય કંપનીઓને પોતાની સાથે જોડવા માટે પ્રયાસ કરતા હોય છે.

૫. બાબા રામદેવ :

ઇન્ડિયા ટુડે દ્વારા જાહેર કરાયેલા યોગગુરુ અને પોતાના પતંજલિના વ્યાપારના કારણે તેઓ ચર્ચામાં આવ્યા છે. બાબા રામદેવે પતંજલિ દ્વરા સ્વદેશી બનાવટની જુદી જુદી વસ્તુઓ સાથે માર્કેટમાં ઝંપલાવ્યા બાદ આ કંપનીએ દેશની ટોચની કંપનીઓમાં સ્થાન મેળવ્યું છે.

૬. એન ચંદ્રશેખરન :

એન. ચંદ્રશેખરન ૧૦૦ અબજ ડોલરની વેલ્યુ સાથે તાતા ગ્રુપના ચેરમેન બનવવામાં આવ્યા છે. આ પહેલા તેઓ TCSના CEO હતા ત્યારે આ સમયગાળા દરમિયાન આ કંપનીનોનવી ઉંચાઈ પર પહોચાડવાનો શ્રેય ચંદ્રશેખરનને જાય છે.

તાતા ગ્રુપની કમાન પોતાના હાથમાં લીધા બાદ પણ તેઓએ પોતાનું વિશેષ ફાળો આપી રહ્યા છે.

૭. નંદન નિલેકણી :

નંદન નિલેકણી ઇન્ફોસિસના સ્થાપક અને ચેરમેન છે. આ દરમિયાન તેઓ ઇન્ફોસિસ કંપનીના બોર્ડમાં મોટા સ્તરે ફેરફાર કરવાની તૈયારીઓ કરી રહ્યા છે.

૮. અજીમ પ્રેમજી :

દેશના બીજા નંબરના સૌથી ધનવાન વ્યક્તિ અજીમ પ્રેમજી દેશની ટોચની IT કંપની વિપ્રોના ચેરમેન છે. અજીમ પ્રેમજીને મોટા ભાગે દાન આપવા માટે જાણીતા છે. ગત વર્ષે તેઓએ પોતાની ચેરીટેબલ પ્રવૃત્તિઓમાં ૩૭ ટકાનો વધારો કર્યો છે.

૯. વિરાટ કોહલી  :

વિરાટ કોહલી હાલ ભારતીય ક્રિકેટના ત્રણેય ફોર્મેટનું નેતૃત્વ કરી રહ્યા છે . કેપ્ટન કોહલી પોતાના બેટિંગના કારણે હંમેશા ચર્ચામાં રહેતા હોય છે,

વિરાટ કોહલીને રન મશીનના નામથી પણ ઓળખવામાં આવે છે. હાલ તેઓ ઇન્ડિયન પ્રીમિયર લીગની ૧૧મી સિઝનમાં RCBની ટીમ તરફથી રમી રહ્યા છે.

૧૦.અમિતાભ બચ્ચન :

બોલીવુડના મહાનાયક અને બિગ બી દેશના કરોડો લોકોના મનપસંદ અભિનેતા છે. આ દરમિયાન અમિતાભ બચ્ચન આમિર ખાન સાથે “ઠગ્સ ઓફ હિન્દુસ્તાન” તેમજ રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સાથે “બ્રહ્માસ્ત્ર” ફિલ્મમાં સ્ક્રીન શેયર કરતા જોવા મળશે.