- સુરત સોલંકી પરિવારના આપઘાત મુદ્દે સૌથી મોટા સમાચાર
- સામુહિક આપઘાતની ઘટનામાં તાંત્રિક વિધિની પ્રબળ આશંકા
- એક સાથે સાત સભ્યોના આપઘાત મામલે અનેક તર્કવિતર્ક
સુરત સોલંકી પરિવારના આપઘાત મુદ્દે એક સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. આજે સવારે જ સુરત શહેરને હચ મચાવનારી એક ઘટના પાલનપુર પાટિયા વિસ્તારમાંથી સામે આવી હતી. જેમાં એક મોટો ખુલાસો સામે આવ્યો છે. પાલનપુર પાટિયા વિસ્તારમાં આવેલા સિદ્ધેશ્વર એપાર્ટમેન્ટની C વીંગમાં રહેતા સોલંકી પરિવારના સાત સભ્યોએ સામૂહિક આપઘાત કર્યો છે. ઘટનાની જાણ થતા પોલીસ અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા અને ઘટના સ્થળની તપાસ દરમિયાન પોલીસને નોંધ પણ મળી આવી હતી. જેમાં પરિવારના સભ્યોના સામૂહિક આઘાતનું કારણ આર્થિક સંકણામણ હોવાનું સામે આવી હતું, પરંતુ હવે આ કેસમાં એક નવો વળાંક સામે આવ્યો છે.
પરિવારના સભ્ય મનીષ સોલંકીએ ગળેફાંસો ખાઈને તેમજ અન્ય સભ્યોએ ઝેરી દવા પીને આપઘાત કર્યો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. તો બીજી તરફ ડીસીપી સહિતના પોલીસ અધિકારીઓ પણ સામુહિક આપઘાતની ઘટનાને લઇ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને આ ઘટનાની જાણ સ્થાનિક લોકોને થતા તેવો પણ ચોકી ઉઠ્યા હતા કારણ કે, હસતા ખેલતા સોલંકી પરિવારનો માળો એક રાતમાં વિખેરાઈ ગયો.
એક સાથે સાત સભ્યોના આપઘાત મામલે અનેક તર્કવિતર્ક કરવામાં આવી રહ્યા છે ત્યાં અત્યારે આ વાત એ ચર્ચા પકડી છે કે, આ સામુહિક આપઘાત પાછળ તાંત્રિક વિધિની પ્રબળ શંકા પણ વ્યક્ત થઈ રહી છે.
કારણ કે મૃતક મનીષ સોલંકીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રિલ્સ સેક્શનમાં છેલ્લી પોસ્ટ મહામૃત્યુંજય મંત્રના સ્ક્રીનશોટની છે. આ ઉપરાંત અપલોડ કરાયેલા વીડિયોમાં એક જટાધારી સાધુના આશીર્વાદ તેઓ લઈ રહ્યા હોવાનું પણ એક વિડિયો અપલોડ કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અલગ અલગ સાધુ સંતો કે બ્રાહ્મણોના મંત્ર જાપ કરતી પોસ્ટ પણ અપલોડ કરવામાં આવી રહી છે. ત્યારે હાલ તો આ સમગ્ર મામલે સુરત પોલીસ કમિશનર દ્વારા સુરત ક્રાઈમ બ્રાન્ચ સહિતની તમામ તપાસ એજન્સીઓને આ મામલે તપાસ કરવાના આદેશ આપવામાં આવ્યા છે ત્યારે એજન્સીઓની તપાસમાં જ વધુ ખુલાસાઓ થઈ શકે છે.
આ પણ વાંચો:Suicide Case/આર્થિક સંકડામણમાં સુરતના સોલંકી પરિવારના સાત સભ્યોએ સામૂહિક આપઘાત કર્યો
આ પણ વાંચો:Surat/3 વેપારીના હીરા પડાવવા યુવકે લૂંટની ખોટી ફરિયાદ કરી, પછી પોતે જ પોલીસ કાર્યવાહીમાં ભેરવાયો
આ પણ વાંચો:Scam/આણંદમાંથી બનાવટી યુરિયા ખાતરનું કૌભાંડ ઝડપાયું