જૂનાગઢ/ ઈતિહાસમાં સિંહની આંખની પ્રથમ સર્જરી, નેત્રમણી બેસાડી જંગલના રાજાને નવી દ્રષ્ટિ આપવામાં આવી

નેત્રમણી આરોપણથી સિંહને નવી દ્રષ્ટિ મળી છે.આ સર્જરી આંખના સર્જન અને વેટરનરી તબીબોએ કરી હતી. ચાર મહિના પૂર્વે આ સર્જરી કરવામાં આવી હતી.

Gujarat Others
નેત્રમણી
  • સિંહની આંખની પ્રથમ સર્જરી
  • સિંહને સર્જરી અર્થે સક્કરબાગમાં લવાયેલ
  • નેત્રમણી આરોપણથી  સિંહને મળી નવી દ્રષ્ટિ
  • આંખના સર્જન અને વેટરનરી તબીબોએ કરી સર્જરી

જૂનાગઢના સક્કરબાગ ઝૂના ઈતિહાસમાં સિંહની આંખની પ્રથમ સર્જરી કરવામાં આવી છે. જામવાળા વિસ્તારના સિંહને સર્જરી અર્થે  સક્કરબાગમાં લાવવામાં આવ્યો હતો.નેત્રમણી આરોપણથી સિંહને નવી દ્રષ્ટિ મળી છે.આ સર્જરી આંખના સર્જન અને વેટરનરી તબીબોએ કરી હતી. ચાર મહિના પૂર્વે આ સર્જરી કરવામાં આવી હતી. આંખના સર્જન અને વેટરનરી તબીબોએ સર્જરી કરી સિંહને નવી દ્રષ્ટી પ્રદાન કર હતી. આ સર્જરીની કેટલીક તસવીરો સામે આવી છે.

a 18 3 ઈતિહાસમાં સિંહની આંખની પ્રથમ સર્જરી, નેત્રમણી બેસાડી જંગલના રાજાને નવી દ્રષ્ટિ આપવામાં આવી

તાજેતરમાં ગીરના જામવાળી રેન્જમાં એક પાંચ વર્ષના નરસિંહની સામાન્ય હલનચલન પ્રવૃતિ ઘટી જતા તથા શિકાર નજીક હોય તો પણ તેને ઝડપવા કોઈ હિલચાલ જ નહી કરતો હોવાનું જંગલ ખાતાના ટ્રેકીંગ સ્ટાફના ધ્યાનમાં આવતા તેઓએ આ સિંહ પર નજર કરી હતી અને આ માટે તેની આ હલનચલન લગભગ સ્થગીત થઈ છે તે તપાસતા તેની આંખોમાં મોતિયો હોવાનું જાણ થતા જ તુર્ત જ જુનાગઢ સકકરબાગ ખાતે ખસેડાયો હતો અને ત્યાં તેની આંખની તપાસ થઈ હતી.

a 18 4 ઈતિહાસમાં સિંહની આંખની પ્રથમ સર્જરી, નેત્રમણી બેસાડી જંગલના રાજાને નવી દ્રષ્ટિ આપવામાં આવી

થોડા વખત પહેલાં રેસ્કયુ સેન્ટરમાં રખાયા બાદ તેના પર નજર રખાઈ પણ તે ફકત કોઈ અવાજ આવે તો જ પ્રતિભાવ આવતો હતો. બાદમાં પશુઓના તબીબોની ટીમ અને આંખના સર્જન ડો. સંજય જાવીયાએ આ સિંહની આંખો તપાસતા બન્ને આંખમાં મોતિયો હોવાનું જાહેર થતા અનેક રીપોર્ટ મોકલીને તેની સર્જરી જરૂરી હોવાનું જણાવ્યું હતું.

આ પણ વાંચો:  AAPના સંગઠન મંત્રી પર હુમલો, દિનેશ દેસાઈ, કલ્પેશ દેવાણી સહીતનાઓ પર આરોપ