Gujarat election 2022/ મહેસાણા બેઠક પર નીતિન પટેલને જ ટિકિટ મળે તેના સમર્થનમાં કરાયું લોબિંગ,નગરપાલિકાના 36 સભ્યોનું સમર્થન

ગુજરાત વિધાનસભાની ચૂંટણી  બે તબક્કામાં 1 અને 5 ડિસેમ્બરે મતદાન થશે. ચૂંટણી પંચે ગુરુવારે ચૂંટણીની તારીખોની જાહેરાત કરી હતી

Top Stories Gujarat Gujarat Assembly Election 2022
16 2 મહેસાણા બેઠક પર નીતિન પટેલને જ ટિકિટ મળે તેના સમર્થનમાં કરાયું લોબિંગ,નગરપાલિકાના 36 સભ્યોનું સમર્થન
  • મહેસાણા બેઠક મામલે ભાજપ માં લોબિંગ
  • નીતિન પટેલ ની ટીકીટ કપાવવા ની શક્યતા ને લઈ કરાયું લોબિંગ
  • નીતિન પટેલ ને ટીકીટ આપવવા કરાયું લોબિંગ
  • મહેસાણા નગરપાલિકા ભાજપ ના નગરસેવકો એ કર્યું સમર્થન
  • ભાજપ ના 37 માંથી 36 નગરસેવકો એ કર્યું છે સમર્થન
  • નીતિન પટેલ ને ટીકીટ આપવા નગરસેવકો એ કર્યું છે સમર્થન
  • ભાજપ મોવડી મંડળ સમક્ષ નગરસેવકો એ સમર્થન રજૂ કર્યું છે

ગુજરાત વિધાનસભાની ચૂંટણી  બે તબક્કામાં 1 અને 5 ડિસેમ્બરે મતદાન થશે. ચૂંટણી પંચે ગુરુવારે ચૂંટણીની તારીખોની જાહેરાત કરી હતી. આ વખતની વિધાનસભાની ચૂંટણી ભાજપ માટે ઘણી મહત્વની છે. તેમણે સતત છ ચૂંટણી જીત નોંધાવીને છેલ્લા 27 વર્ષથી આ રાજ્ય પર શાસન કર્યું છે. આ વખતે ઇન્કમબેકસી ના થાય તે માટે ભાજપે 182 બેઠકો માટે સેન્સની પ્રક્રિયા હાથ ધરી હતી જેમાં હજારો ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે. ભાજપ પ્રદેશ 8 નવેમ્બર સુધી 3 ઉમેદવારના નામો ફાઇનલ કરશે ત્યારબાદ ફાઇનલ નામ દિલ્હીથી થશે. આ વિધાનસભામાં મહેસાણામાં નીતિન પટેલની ટિકિટ કપાવવાની પુરી શક્યતા હોવાથી આ બેઠક પર લોબિંગ કરવામાં આવી રહ્યું છે.

નોંધનીય છે કે મહેસાણાની વિધાનસભાની બેઠક પર ભાજપના વરિષ્ઠ અને દિગ્ગજ નેતા નીતિન પટેલની ટિકિટ આ વખતે કપાવવાની પુરી સંભાવના હોવાથી આ મામલે લોબિંગની શરૂઆત થઇ છે. નીતિન પટેલેને ટિકિટ મળે તે માટે મહેસાણા નગરપાલિકાના 37 સભ્યોમાંથી 36એ સમર્થ કરવામાં આવ્યું છે. નીતિન પટેલ મામલે  ભાજપના મોવડી મંઢળ સમક્ષ નગરસેવકોઅ રજૂઆત કરી છે.