વિવાદ/ બાબા બાગેશ્વરને ફેંક્યો પડકાર, તો પરશોત્તમ પીપળીયાને મળી આવી ધમકી

રાજકોટમાં પરશોત્તમ પીપળીયાને ધમકી મળી છે. બાબા બાગેશ્વરને પડકાર ફેંક્યો હતો.રાજકોટના સહકારી આગેવાન પરસોત્તમ પીપળીયાએ ગઈ કાલે ડ્રગ્સ ક્યાંથી આવે છે

Gujarat Rajkot
Untitled 85 બાબા બાગેશ્વરને ફેંક્યો પડકાર, તો પરશોત્તમ પીપળીયાને મળી આવી ધમકી

રાજકોટમાં પરશોત્તમ પીપળીયાને ધમકી મળી છે. બાબા બાગેશ્વરને પડકાર ફેંક્યો હતો.રાજકોટના સહકારી આગેવાન પરસોત્તમ પીપળીયાએ ગઈ કાલે ડ્રગ્સ ક્યાંથી આવે છે તેવો સવાલ પૂછતાં અને જવાબ આપે તો પાંચ લાખ ઇનામ આપવાની જાહેરાત બાદ તેમને સતત ધમકી મળી રહી છે.

મારી ફેસબુક પોસ્ટ પર ગાળો અને ધમકી મળવા લાગી છે. ફોન આવ્યા અને ઘરનું સરનામું પૂછવામાં આવે છે. સીધી અને આડકતરી રીતે ધમકી મળી રહી છે. એ ધમકી થી નાસીપાસ નહીં થાવ. જે ધર્મ અને ધતિંગનો ફરક છે એ અલગ પાડવાનો છે. તેમના ધર્મના કાર્યક્રમને આવકરું છું પરંતુ ધતિંગના કાર્યક્રમ છે . ચિટ્ઠીનાખે છે તેના તરફ વાંધો છે. બાબા મને સમય આપશે તો હું ચોક્કસ મળીશ, બાબા સનાતન ધર્મનો પ્રચાર કરે છે તેનો મારો વિરોધ નથી. સનાતન ધર્મના પ્રચાર માટે મંજૂરી મળવી જોઈએ, મારો વિરોધ સનાતન ધર્મનો નથી માત્ર ધતિંગનો છે. હું પોલીસ પ્રોટેક્શન નથી માગતો.

બાબા બાગેશ્વરને તાંત્રિક ગણાવીને રાજકોટ કોમર્શિયલ કો ઓપરેટીવ બેંકના સીઈઓ પુરસોત્તમ પીપરીયાએ પડકાર ફેંક્યો છે. પુરુષોત્તમ પીપરીયાએ બાબા બાગેશ્વરના વિરોધમાં પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરીને કેટલાક પડકાર ફેંક્યા હતા. પોતાની પોસ્ટમાં પુરુષોત્તમ પીપળીયાને ડ્રગ્સ ક્યાંથી આવે તે તેની માહિતી આપવાનો પડકાર ફેંક્યો હતો. એટલુ જ નહી, જો બાબા બાગેશ્વર ડ્રગ્સની જાણકારી આપે તો પાંચ લાખનું ઈનામ આપવાની પણ જાહેરાત કરી હતી.

પુરુષોત્તમ પીપળીયાએ બાબા બાગેશ્વર વશીકરણની વિદ્યાનો દુરૂપયોગ કરતા હોવાનો આરોપ લગાવ્યો હતો. સાથે જ અંધશ્રદ્ધા ફેલાવતા હોવાનો પણ આરોપ લગાવ્યો હતો. જો બાબા ત્રિકાળ જ્ઞાની હોય તો ડ્રગ્સ ક્યાંથી આવે તેની માહિતી આપે અને જો બાબા ડ્રગ્સ સપ્લાય ચેઈનની માહિતી આપશે તો તે પોતે બાબા બાગેશ્વરનું મંદિર બનાવશે તેવી જાહેરાત કરી હતી.

બાગેશ્વર ધામ સરકારના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે બે દિવસીય દિવ્ય દરબાર લાગવા જઈ રહ્યો છે અને જેની તારીખો પણ સામે આવી ચૂકી છે. આગામી 1લી અને 2જી જૂને શહેરના રેસકોર્સ મેદાનમાં બાગેશ્વર ધામના ‘બાબા બાગેશ્વર’નો દિવ્ય દરબાર યોજાશે. ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારને લઈને લોકલ કમિટી પણ બનાવવામાં આવી છે.

રાજકોટ બાદ અમદાવાદ પણ પડકાર

મહત્વનું છે કે, રાજકોટ બાદ અમદાવાદમાંથી પણ બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીને ખુલ્લો પડકાર ફેંકવામાં આવ્યો છે. અમદાવાદના ડૉક્ટર વસંત પટેલે ધીરેન્દ્ર શાસ્ત્રીને ખુલ્લો પડકાર ફેંક્યો છે. ડૉ.વસંત પટેલે સોશિયલ મીડિયા પર પોસ્ટ મુકી ધીરેન્દ્ર શાસ્ત્રીને ચેલેન્જ આપી છે. ડૉ.વસંત પટેલે જણાવતા કહ્યું છે કે, તેમનામાં કોઈ શક્તિ કામ કરતી હોય તો હોસ્પિટલમાં રહેલા કેન્સર અને કિડની દર્દીઓના દુઃખ દૂર કરે.

રાજકોટ બાદ મોરબીમાંથી પણ પડકાર

રાજકોટ બાદ મોરબીમાંથી પણ ધીરેન્દ્ર શાસ્ત્રીને પડકાર ફેંકવામાં આવ્યો છે. મોરબી કોંગ્રેસ અગ્રણી રમેશ રબારીએ ધીરેન્દ્ર શાસ્ત્રીને પડકાર ફેંકતા કહ્યું, મોરબીમાં થયેલી નિખિલ હત્યા કેસના આરોપીને પકડી આપે તો દસ લાખ આપશે. આ ઉપરાંત 2015માં નિખિલ ધામેચા હત્યા કેસ થયો હતો, જેના આરોપી પકડાયા નથી તો તેની હત્યા શા માટે થઈ હતી તે પણ કારણ હજુ કારણ અકબંધ છે. આ મામલે ધીરેન્દ્ર શાસ્ત્રી આરોપી પકડી આપશે તો દસ આપવા રમેશ રબારીએ તૈયારી દર્શાવી છે.

આ પણ વાંચો:પિતાએ ત્રણ માસની બાળકીને હવામાં ઉછાળી, પંખામાં આવી જતા મોત

આ પણ વાંચો:બોટાદમાં બની મોટી દુઃખદ ઘટના, આ વિસ્તારમાં તળાવમાં ન્હાવા પહેલા 5 યુવાનોના મોત

આ પણ વાંચો:જૂનાગઢના આ ધારાસભ્ય એકશનમાં, વિકાસના કામોનું કર્યું નિરીક્ષણ

આ પણ વાંચો:સમર વેકેશનને યાદગાર બનાવવા SVPI એરપોર્ટ પર શાનદાર તજવીજ