women's day 2023/ આ મહિલાઓએ વધાર્યું દેશનું ગૌરવ, મંતવ્ય ન્યૂઝ દ્વારા કરાયું તેમનું સન્માન

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના આ કાર્યક્રમાં મંતવ્ય ન્યુઝના ડિરેક્ટર શ્રી જીગ્નેશભાઇ પટેલ, ડિરેક્ટર શ્રી રાકેશભાઈ પટેલ, ડિરેક્ટર શ્રી અર્જુન પટેલ, મંતવ્ય ન્યુઝના એડિટર ઇન ચીફ લોકેશ કુમાર અને એસો. એડિટર પ્રફુલ ત્રિવેદી હાજર રહ્યા હતા. 

Mantavya Exclusive
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ : મંતવ્ય ન્યુઝ ગુજરાતી ભાષાની સૌથી વધુ વિશ્વાસપાત્ર અને તાજી ઘટનાઓનું વિવરણ ઝડપથી લોકો સુધી પહોંચાડતી ચેનલ છે. સમાચાર માધ્યમોની પ્રથમ ફરજ છે કે દેશમાં, રાજ્યમાં, શહેરમાં જે કોઈ ઘટના બને તેના સમાચાર તટસ્થ રીતે, ઝડપથી લોકો સુધી પહોંચાડવા, લોકોના વિશ્વાસને જાળવી રાખવો, આ બંને બાબતમાં મંતવ્ય ન્યૂજ઼ તેની ફરજ નિષ્ઠા અને ખંત પૂર્વક બજાવે છે.

DSC 7167 3 આ મહિલાઓએ વધાર્યું દેશનું ગૌરવ, મંતવ્ય ન્યૂઝ દ્વારા કરાયું તેમનું સન્માન

સાથે સાથે અનેક સામાજિક જવાબદારીઓનું વહન કરે છે. મહિલા દિવસની ઉજવણી  કરી પોત પોતાના ક્ષેત્રમાં  ઉત્તમ કામગીરી કરતી મહિલાઓને બિરદાવવામાં આવે છે. સાયકલ-ડેનાં  રોજ સાયક્લોથોન  યોજી અંગદાન મહાદાનના સંદેશાને લોકો સુધી પહોંચાડે છે. ગુજરાત ગૌરવદિન ઉજવીને સેવાના ક્ષેત્રે મહત્વની કામગીરી કરનારાઓને બિરદાવવામાં આવે છે. વિશ્વ પર્યાવરણ દિવસે સંખ્યા બંધ  વૃક્ષો રાજ્યભરના વિવિધ સ્થળોએ વાવવામાં આવે છે. લોકો જાગૃતિના ક્ષેત્રે અનેક વિધ કાર્યક્રમોં આ રીતે  યોજાય છે.

DSC 7167 2 આ મહિલાઓએ વધાર્યું દેશનું ગૌરવ, મંતવ્ય ન્યૂઝ દ્વારા કરાયું તેમનું સન્માન

બીજી તરફ લોકોને પડતી સમસ્યાઓને, લોકો સાથે થતા અન્યાયને, સામાજિક કુરિવાજોને મંતવ્ય ન્યૂઝ  ઉજાગર કરે છે સમાચારોની સાથે સાથે ગુજરાતના અને ગુજરાતીભાષાના ગૌરવને અમે હૃદયમાં સ્થાન આપ્યું છે અને એટલે જ અમે કહીએ છીએ કે મંતવ્ય ન્યૂજ  પ્રત્યેક ગુજરાતીનો અવાજ છે. મહિલાઓના યોગદાનનું મહત્વ વધારવા આપણે દર વર્ષે એક આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ એ ઉજવીએ છીએ. “મને લાગે છે કે મહિલાઓ માટે શ્રેષ્ઠ રોલ મોડલ એવા લોકો છે જેઓ પોતે ફળદાયી અને આત્મવિશ્વાસથી છે, જેઓ વિશ્વમાં પ્રકાશ લાવે છે.”જેના વગર ના રહેવાય.મને હતું કે તેને શ્વાસ કહેવાય પણ આજે ખબર પડી કે,તેને મહિલા કહેવાય.જેને મણનો ભાર આપી હળવું થઈ જવાય…મને હતું કે તેને ઈશ્વર કહેવાય.પણ આજે ખબર પડી કે,તેને મહિલા કહેવાય.

DSC 7167 4 આ મહિલાઓએ વધાર્યું દેશનું ગૌરવ, મંતવ્ય ન્યૂઝ દ્વારા કરાયું તેમનું સન્માન

સમગ્ર વિશ્વમાં ભારતવર્ષની પ્રાચીન પરંપરા અને સંસ્કૃતિ વિખ્યાત છે. પ્રાચીન સમયથી જ સ્ત્રીને દેવી નો દરજ્જો આપવામાં આવ્યો છે. ગ્રંથોમાં લખાયું છે ”यत्र नार्यस्तु पूज्यन्ते रमन्ते तत्र देवता” અને શા માટે ન હોય, આપણે તેમ લોકોકિત છે કે જો સ્ત્રી ધાર્યું કરે તો યમરાજ પાસેથી પણ પતિના પ્રાણ છોડાવે. નારીનો આખો જીવન પુરૂષની સાથે સમાન રૂપથી ચાલવામાં જ પસાર થઈ જાય છે. પહેલા પિતાની છાયામાં તેનો બાળપણ પસાર થાય છે. પિતાના ઘરમાં એ બધુ સારી રીતે સંભાળે છે. અને સાથે અભ્યાસ પણ કરે છે. તેનો આ કામ લગ્ન પછી પણ ચાલૂ જ રહે છે.માતાનો હમેશા સમ્માન હોય- માં એટકે કે માતાના રૂપમાં નારી, ધરતી પર સૌથી પવિત્રતમ રૂપમાં છે. માતા એટકે જનની માં….ને ઈશ્વરથી પણ વધીને ગણાયું છે, કારણને ઈશ્વરની જન્મ આપનારી પણ નારી જ છે.

DSC 7167 5 આ મહિલાઓએ વધાર્યું દેશનું ગૌરવ, મંતવ્ય ન્યૂઝ દ્વારા કરાયું તેમનું સન્માન

જ્યાં પ્રકાશ હોય છે ત્યાંથી અંધકાર દુર થઈ જાય છે. જ્યાંથી અંધકાર દુર થઈ જાય છે ત્યાં માંગલ્ય થાય છે, સર્વત્ર શુભ થાય છે, ત્યાં આરોગ્ય પણ સારૂં રહે છે, ત્યાં ધન સંપત્તિ પણ હોય છે. બુદ્ધિમાં પ્રકાશ થતાં જ શત્રુની બુદ્ધિ કુંઠિત થઈ જાય છે શત્રુનો વિનાશ નિશ્ચિત થઈ જાય છે. કામ, ક્રોધ, લોભ, મદ, મોહનો નાશ થઈ જાય છે. સૌથી પહેલાં આ કાર્યક્રમની શરૂઆત દિપ પ્રાગટયથી કરવામાં આવી હતી. આ કાર્યક્રમાં મંતવ્ય ન્યુઝના ડિરેક્ટર શ્રી જીગ્નેશભાઇ પટેલ, ડિરેક્ટર શ્રી રાકેશભાઈ પટેલ, ડિરેક્ટર શ્રી અર્જુન પટેલ, મંતવ્ય ન્યુઝના એડિટર ઇન ચીફ લોકેશ કુમાર અને એસો એડિટર ઇન ચીફ પ્રફુલ ત્રિવેદી હાજર રહ્યા હતા.

DSC 7167 આ મહિલાઓએ વધાર્યું દેશનું ગૌરવ, મંતવ્ય ન્યૂઝ દ્વારા કરાયું તેમનું સન્માન

અલ્પાબેન પટેલ

સૌથી પહેલાં સ્ત્રી સશક્તિકરણનું સાચુ ઉદાહરણ એટલે અલ્પાબેન પટેલ, 400થી વધુ બિનવારસી મૃત્યુદેહની અંતિમવિધિ કરી. સામાન્ય રીતે મહિલાઓ સ્મશાન ભૂમિમાં જતા ડર લાગતો હોય છે ત્યારે છેલ્લા કેટલા વર્ષોથી બિન વારસી મૃત્યુદેહને વિધિવિધાનથી મુખાગ્નિઆપી અંતિમ વિધિ કરી રહ્યા છે. જે સ્ત્રીના સામાજિક જીવનના વિકાસ માટે અને વિધવા મહિલાઓને પગભર થવામાં પણ મદદ કરે છે. તેમનું સંવેદનશીલ કાર્ય ખરેખર સમાજ માટે સેવાનું છે.

1 100 આ મહિલાઓએ વધાર્યું દેશનું ગૌરવ, મંતવ્ય ન્યૂઝ દ્વારા કરાયું તેમનું સન્માન

રાજુબેન સોલંકી

હવે આમંત્રિત કરીએ સોલંકી રાજુબેન જેઓ અમદાવાદના નહેરુનગરમાં મહિલાઓ માટે હંમેશા કાર્યરત અને તે વિસ્તારના રસ્તાઓ અને ફૂટપાટના કામકાજ તેમજ મહિલાઓને પગભર થવા માટે નાની મોટી લોન અપાવવામાં મદદરૂપ થાય છે. સાથે જ સમાજને સાચી દિશામાં લઈ જવા માટે વ્યસનથી લોકોને મુક્ત કરાવ્યા છે. આસપાસના ગરીબ બાળકોને મફતમાં ટ્યુશન ક્લાસીસ થકી આવનારા ભવિષ્યને નવી એક આશાનું કિરણ સાબિત કર્યું છે.

2 4 આ મહિલાઓએ વધાર્યું દેશનું ગૌરવ, મંતવ્ય ન્યૂઝ દ્વારા કરાયું તેમનું સન્માન

પ્રજ્ઞાબેન ગાંધી

પ્રજ્ઞાબેન ગાંધી એટલે પોતાના માટેતો બધાજ જીવતા હોય છે, પરંતુ બીજા લોકો માટે બહુ ઓછી વ્યક્તિઓ જીવતી હોય છે. પ્રજ્ઞાબેન ગાંધી એવી જ અનોખી વ્યક્તિ છે. જેઓ પોતે શિક્ષકની નોકરી છોડી મફતમાં ગરીબ બાળકોને 24 વર્ષથી શિક્ષણ આપે છે.અંદાજે દર વર્ષે 300 વિદ્યાર્થીના સપના સાકાર કરે છે.ભાવનગરના તમામ બાળકોને ભણાવવું એજ એમના જીવનનો મંત્ર છે.

3 3 આ મહિલાઓએ વધાર્યું દેશનું ગૌરવ, મંતવ્ય ન્યૂઝ દ્વારા કરાયું તેમનું સન્માન

પન્નાબેન શુક્લ

માનવધર્મ એ જ સાચો ધર્મ એવા પદાર્થપાઠ સાથે જેમના સંસ્કારનું ઘડતર થયું અને શિક્ષણ, સેવા, સંસ્કૃતિનો સમન્વય એટલે પન્નાબેન શુક્લ, તેમનું મિશન જ્ઞાતિ, જાતિ કે ધર્મના ભેદભાવ વગર જરૂરિયાતમંદ મહિલા, વિધવા, ત્યક્તા બહેનોને સ્વનિર્ભર બનાવી અને તેમનું વિઝન સશક્ત, પ્રાણવાન, સમૃદ્ધ અને ધબકતું નારી જગત…મહિલાઓનો આત્મવિશ્વાસ જગાડી તેઓને ગૌરવવંતુ પ્રદાન કરી રાષ્ટ્રના ઘડતરમાં મહિલાઓનું સામાજિક, આર્થિક યોગદાન માટે વિવિધ રચનાત્મક પ્રવુતિઓ હાથ ધરવી.

4 3 આ મહિલાઓએ વધાર્યું દેશનું ગૌરવ, મંતવ્ય ન્યૂઝ દ્વારા કરાયું તેમનું સન્માન

કંકુબેન વણકરે

કંકુબેન વણકરે એટલે કચ્છ, પોતાની ભાતીગળ સંસ્કૃતિ અને ભૌગોલિક સૌંદર્યને કારણે વિખ્યાત છે. ભુજનું કુકમા ગામ ગુજરાતના આ જિલ્લાની ખ્યાતિમાં વધારો કરે છે. મહિલાઓના વિકાસ અને મહિલાઓમાં નવો આત્મવિશ્વાસ જાગૃત કરવાના ધ્યેય સાથે ગુજરાતનું આ ગામ સરાહનીય કાર્ય કરી રહ્યું છે. કચ્છના ભુજ તાલુકાના નાનકડા એવા કુકમા ગામના પૂર્વ સરપંચ અને હાલના સભ્ય કંકુબેન વણકરે ગામના વિકાસમાં યોગદાન આપી ગામની શેરીઓ દિકરીઓના નામે કંડારી દરેક ક્ષેત્રમાં મહિલાઓ આગળ આવે તેમ નવી રાહ ચિંધી છે, ઉપરાંત 2011માં તેઓ રાષ્ટ્રપતિના હસ્તે એવોર્ડ પણ પ્રાપ્ત કર્યો છે મહિલા સરપંચ જેમણે ગુજરાતના ગામને ‘સ્માર્ટ સિટી’ જેવી સુવિધાઓ આપી.

5 3 આ મહિલાઓએ વધાર્યું દેશનું ગૌરવ, મંતવ્ય ન્યૂઝ દ્વારા કરાયું તેમનું સન્માન

ડોક્ટર ધ્રુવી હસનાની

દવા સાથે ઈલાજથી ડાયાબિટીસ કાબુમાં લાવવો અને દર્દી સાજો થઇને ધરે જાઈ એજ એમના જીવનનો મંત્ર છે.જેમણે અત્યાર સુધી હજારો લોકોને હોસ્પિટલમાંથી હસતા મુખે ધરે મોકલ્યા છે.છેલ્લા 10 વર્ષથી તેઓ આ ફિલ્ડી સાથે સંકળાયેલા છે.માત્ર ડોકટરનું કામ નથી સાથે સાથે સમાજિક કાર્યકર્તા તરીખે પણ સમાજને સેવા આપે છે.સાથે રાજ્યમાં અનેક જગ્યા એ ફેકલ્ટી લેકચર તરીકે પણ સેવા આપે છે.ખ્યાતનામ ડોક્ટર અને જાણીતા ડાયાબિટીસ અને લાઈફ સ્ટાઈલ એટલે યુવા ડોક્ટર ધ્રુવી હસનાની.

6 3 આ મહિલાઓએ વધાર્યું દેશનું ગૌરવ, મંતવ્ય ન્યૂઝ દ્વારા કરાયું તેમનું સન્માન

દેવલબેન શાહ

સંસ્કૃતિની સંભાળ રાખવી એ ઇતિહાસની સંભાળ રાખવા સમાન બરાબર છે. આપણા રાજ્યની તથા દેશ ની સમૃદ્ધ સંસ્કૃતિની ઝાંખી કરાવતી નિતનવી  ડ્રેસની ડિઝાઇન  દ્વારા આપણી સંસ્કૃતિની સંભાળ રાખનાર એક એવી હસ્તી જેમણે શૂન્ય માંથી સર્જન કર્યું અને ગુજરાતના કહેવાતા લોકપ્રિય ભાતીગળ ડિઝાઈનર સ્ટુડિયોના પ્રણેતા એટલે દેવલબેન શાહ.

7 3 આ મહિલાઓએ વધાર્યું દેશનું ગૌરવ, મંતવ્ય ન્યૂઝ દ્વારા કરાયું તેમનું સન્માન

જાન્વી પ્રતિભા મહેતા

ગુજરાતની રબ્બર ગર્લ ભાવેણાની જાન્વી પ્રતિભા મહેતા…..છેલ્લા 21 વર્ષથી યોગક્ષેત્ર સાથે સંકળાયેલ છે અને વિવિધ દેશોમાં યોગક્ષેત્રમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે 8 થી વધુ વખત ભારતનું પ્રતિનિધિત્વ કરી ગોલ્ડ મેડલ અને મિસ વર્લ્ડ યોગિનીનો ખિતાબ પણ જીત્યો છે. સાથે મિસ યોગિની ઓફ ગુજરાત, મિસ યોગિની ઓફ ઈન્ડિયા જેવા ટાઈટલ જીત્યા છે જયારે અત્યાર સુધીમાં 150 થી વધુ મેડલ જીત્યા છે.  યુએન દ્વારા મહિલા સશક્તિકરણ માટે કામ કરતી વિશ્વની 1000 મહિલાઓની યાદીમાં પણ જનવી મહેતાનો સમાવેશ કરાયો હતો.

8 3 આ મહિલાઓએ વધાર્યું દેશનું ગૌરવ, મંતવ્ય ન્યૂઝ દ્વારા કરાયું તેમનું સન્માન

વિભૂતિ રાવલ

આજે ગુજરાતના સફળ મહિલા ઉદ્યમીઓની વચ્ચે પોતાની એક અલગ ઓળખ એટલે વિભૂતિ રાવલ.. આપણી ગુજરાતી ભાષામાં કેહવાય છે કે, નામ એવા ગુણ આ કહેવતને યથાર્થ બનાવતા વિભૂતિ રાવલે વર્ષ 2012થી ઉદ્યોગ સાહસિક તરીકેની Aspire Square Group of Companies થી શરૂ કરેલ સફર આજે IT  આજે ટુરિઝમમાં પોતાની ઉપસ્થિતિ દર્શાવી..સાથે જ Joy Square નામે એક સંસ્થા શરુ કરી જેવિવિધ પ્રકારની સામાજીક પ્રવૃત્તિઓમાં અગ્રેસર રહે છે.

9 4 આ મહિલાઓએ વધાર્યું દેશનું ગૌરવ, મંતવ્ય ન્યૂઝ દ્વારા કરાયું તેમનું સન્માન

હેલી શાહ

હેલી શાહ એટલે તત્વમ હેલ્થકેર પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર એક મહેલા તરીકે આનદની વાત છે આપણા માટે પોતે પોતાની ત્રણ બ્રાન્ડ ધરાવે છે.એડવાન્સ ઓર્ગેનિક કેમેસ્ટ્રીમાં એમએસસી પૂર્ણ કર્યું છે.જી હવે તે પોતાનો કોસ્મેટિક મેન્યુફેક્ચરિંગ બિઝનેસ ચલાવી રહ્યા છે,90થી વધુ ઉત્પાદનો ધરાવે છે જેમાં સલૂન અને બ્યુટી પાર્લરની વસ્તુઓનો સમાવેશ થાય છે.તમનો એક જ મંત્ર છે ‘સ્ત્રી સ્વતંત્ર હોવી જોઈએ’ જેથી તે દરેક મહિલાને તેના શ્રેષ્ઠ ઉત્પાદનો વાજબી ઇનામ સાથે આપી રહી છે જેથી દરેક મહિલા તેમના જીવનમાં કંઈક હાંસલ કરી શકે.

10 4 આ મહિલાઓએ વધાર્યું દેશનું ગૌરવ, મંતવ્ય ન્યૂઝ દ્વારા કરાયું તેમનું સન્માન

સાન્વી નિર્માણ

એક મહિલા પોતાનું ધર બનાવે અને એ જ ધર પોતાના માટે સાચા અર્થમાં સાબિત કરે.એવી જ બિઝનેશ બિલ્ડર વુમન પાવર તરીકે સાબિત કર્યું છે સાન્વી નિર્માણ.અત્યાર સુધી પોતાની મહેનતથી સફળતા મેળવી છે.અને આજ સફળતાને મંતવ્ય ન્યૂઝ બિરદાવે છે.

11 4 આ મહિલાઓએ વધાર્યું દેશનું ગૌરવ, મંતવ્ય ન્યૂઝ દ્વારા કરાયું તેમનું સન્માન

ડો.સલમા કુરેશી 

અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના ઈગોરાળા ગામની સામાન્ય પરિવારમાં જન્મેલી સલમાને 1 ડિસેમ્બર 2020 ના રોજ  ગુજરાત યુનિવર્સીટીએ સંસ્કૃત વિષયમાં પીએચડીની પદવી એનાયત કરવામાં આવી હતી. તેમને ” પુરાળેષુ નિરુપિતા શિક્ષાપદ્ધતિ: એકમ અધ્યયનમ” વિષય પર પ્રથમ મુસ્લિમ વિધાર્થીની પીએચડી થઇ અને આ સંશોધિત શિક્ષણના તથ્યો રાષ્ટ્રીય શિક્ષણ નીતિને વધારે ઉપયોગી સાબિત થશે.

12 5 આ મહિલાઓએ વધાર્યું દેશનું ગૌરવ, મંતવ્ય ન્યૂઝ દ્વારા કરાયું તેમનું સન્માન

નિધિ દલાલ

ભારતની અગ્રણી કાયદાકીય પેઢીઓ સાથે જેણે કામ કર્યું છે.ઉચ્ચ નેટવર્થ વ્યક્તિઓ અને ઉચ્ચ હિસ્સો ધરાવતી રિયલ એસ્ટેટ સાથે વ્યવહાર કરવા માટે એક્સપોઝર આપવામાં પણ આવ્યું છે.ગુજરાત રેવન્યુ ટ્રિબ્યુનલ સમક્ષ જમીનની જટિલ બાબતોમાં HNI ક્લાયન્ટ્સ અને ભારતના અગ્રણી બિઝનેસ હાઉસ અને કોર્પોરેટનું પ્રતિનિધિત્વ પણ સાથે કરે છે,નિધિ દલાલ પણ પરોપકારી છે અને ખાસ દિવ્યાંગ લોકોના કલ્યાણ સાથે સંકળાયેલી પ્રતિષ્ઠિત સંસ્થામાં ટ્રસ્ટી છે.

13 2 આ મહિલાઓએ વધાર્યું દેશનું ગૌરવ, મંતવ્ય ન્યૂઝ દ્વારા કરાયું તેમનું સન્માન

મિત્તલ પટેલ

આજના સમયના ભણેલા ગણેલા અને ડીગ્રીધારી યુવાનોને પ્રેરણા મળે અને જીવનમાં કંઇક નવું કરવાનું માર્ગદર્શન આપે તેવું કામ આણંદ જિલ્લાના બોરસદ તાલુકામાં આવેલ કાવીઠા ગામના બીએસસી કેમેસ્ટ્રી વિથ ન્યૂટ્રિશિયન થયેલ મિત્તલ પટેલ ડેરી ફાર્મ ચલાવી 20 લોકોને રોજગારી આપે છે અને વર્ષે લાખો નહીં પરંતુ એક કરોડ રૂપિયાની કમાણી કરે છે.

14 3 આ મહિલાઓએ વધાર્યું દેશનું ગૌરવ, મંતવ્ય ન્યૂઝ દ્વારા કરાયું તેમનું સન્માન

કાજલબેન વીરાભાઈ દયાતર

સ્પોર્ટ્સ ક્ષેત્રે સિદ્ધિ: ખેડા પોલીસની મહિલા કર્મચારીઓએ પાવર લીફ્ટિંગ સ્પોર્ટ્સમાં ઉતકૃષ્ટ પ્રદર્શન કરી રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે મેડલ હાંસિલ કર્યા.ખેડા જિલ્લાના નડિયાદ ટાઉન-પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા વુમન લોકરક્ષક અને ગીર સોમનાથના વતની કાજલબેન વીરાભાઈ દયાતર સ્પોર્ટ્સ ક્ષેત્રે સિદ્ધિઓ બદલ તાજેતરમાં આ પોલીસ ખેલાડીઓનું પોલીસ વિભાગ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા સન્માન પણ કરવામાં આવ્યું છે. કાજલ દયાતરે કુલ 6 મેડલ મેળવ્યા છે. શિતલે રાજ્ય કક્ષાની પાવર લીફ્ટિંગની 2 સ્પર્ધામાં 2 ગોલ્ડ મેડલ મેળવ્યા છે. આર્મ રેસલિંગ માટે 3 અને પાવર લીફ્ટિંગ માટે 3 એમ કુલ 6 મેડલ મળ્યા.

15 2 આ મહિલાઓએ વધાર્યું દેશનું ગૌરવ, મંતવ્ય ન્યૂઝ દ્વારા કરાયું તેમનું સન્માન

શિતલબેન રાઠોડ

મહુધા પોલિસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા શિતલબેન શિવાભાઈ રાઠોડે પાવર લિફ્ટિંગ સ્પોર્ટ્સમાં શ્રેષ્ઠ દેખાવ કરી રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે મેડલ પ્રાપ્ત કર્યા છે.. શિતલ રાઠોડે રાજ્ય કક્ષાની પાવર લીફ્ટિંગની 2 સ્પર્ધામાં 2 ગોલ્ડ મેડલ મેળવ્યા છે. આર્મ રેસલિંગ માટે 3 અને પાવર લીફ્ટિંગ માટે 3 એમ કુલ 6 મેડલ મળ્યા.ઓલ ઇન્ડિયા પોલીસ રેસ્લિંગ ક્લસ્ટર ચેમ્પિયનશિપમાં પાવર લીફ્ટિંગ ગેમ્સને પ્રથમ વાર જ સ્થાન મળ્યું છે જેમાં પાવર લીફ્ટિંગ સ્પર્ધામાં પ્રથમ વાર જ ગુજરાત પોલીસના રમતવીરો શીતલ રાઠોડને સિલ્વર મેડલ મળ્યો છે જે સમગ્ર ગુજરાત પોલીસ અને ખેડા જિલ્લા માટે ગૌરવની વાત છે.

16 2 આ મહિલાઓએ વધાર્યું દેશનું ગૌરવ, મંતવ્ય ન્યૂઝ દ્વારા કરાયું તેમનું સન્માન

ગીતાબેન બારૈયા

કોળી પરિવારથી આવતા ગીતાબેન બારૈયાના માતા-પિતા આવનાર પેઢી શિક્ષિત બને તે વિચારધારા ને અભિનંદનને પાત્ર છે. ઘરની સાધારણ આર્થિક પરિસ્થિતિ હોવાની કારણે ગીતાબેન ધો. 12 સુધી અભ્યાસ સાથે ઘરકામ કરતા, રજા અને વેકેશનમાં દાડી-મજુરી કરતા કરતા માં-બાપની પ્રેરણાથી બી.એ., બી.એડ., એમ.એ., પેટ, ટેટ અને ટાટ ઉતીર્ણ કરી હાલ પીએચડી “પુરાણોમાં કથા – આખ્યાનોના નૈતિક મુલ્યો વર્તમાનમાં” છે પર કરી રહ્યા છે. તેઓ એસ.ટી. બસમાં કંડકટર તરીકે નોકરી કરી રહ્યા છે.તેમને મંતવ્ય ન્યૂઝ સલામ કરે છે.

17 1 આ મહિલાઓએ વધાર્યું દેશનું ગૌરવ, મંતવ્ય ન્યૂઝ દ્વારા કરાયું તેમનું સન્માન

રવિના સોંદરવા

લાંબા મજબૂત વાળ દરેક સ્ત્રી માટે પોતાના ઘરેણાસમાન હોય છે અને આવા મજબૂત વાળ કોને ના ગમે? પણ જૂનાગઢ જિલ્લાના કેશોદના ખીરસરા ગામની 19 વર્ષની યુવતી સોંદરવા રવીના જેમનો પરિવાર મજૂરી કરી ગુજરાન ચલાવે છે. તેમને પોતાના વાળ કેન્સર પીડિત મહિલાઓ માટે પોતાના વાળ મુંડન કરી NGOમાં ડોનેટ કરી સમાજને સંદેશો આપ્યો હતો કે કોઈપણ સ્ત્રીને તેના લુકથી જજ કરવાનું બંધ કરો. કેન્સર પીડિતો માટે સામાજિક મેન્ટાલીટી ચેન્જ કરો.

18 2 આ મહિલાઓએ વધાર્યું દેશનું ગૌરવ, મંતવ્ય ન્યૂઝ દ્વારા કરાયું તેમનું સન્માન

નેહા સુથાર

નાનપણથી જ સપનુ જોયુ હતુ જીવનમાં કંઈક બનવુ છે એક સમય એવો પણ હતો કે શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ પણ લેતા અને ખેતરમાં ખેતીકામ પણ કરતા હતા પણ પોતાના અંદર રહેલી અભિનયની કળાને વધારે નિખારી અને નાનપણમાં જોયેલુ સપનુ પૂરૂ કર્યુ અમદાવાદથી લઈને મુંબઈ સુધી જેણે પોતાના અભિનયના ઓજસ પાથર્યા છે જી હા હુ વાત કરી રહી છુ નેહા સુથારની.

19 2 આ મહિલાઓએ વધાર્યું દેશનું ગૌરવ, મંતવ્ય ન્યૂઝ દ્વારા કરાયું તેમનું સન્માન

પ્રિયંકા ખેર

હવે હુ એવી મલ્ટીટેલેન્ટેડ સિંગરની વાત કરવા જઈ રહી છુ જે પોતાના ગીતો થકી મધુર સૂર તો રેલાવે છે સાથે સોંગ્સ પણ લખે છે પ્રોડ્યુસ પણ કરે છે અને પફોર્મ પણ કરે છે ઈન્ડિયામાં જ નહી પણ યુએસએ, મેક્સિકો અને કેનેડામાં પણ પફોર્મ કરી ચૂક્યા છે તેવા સાઈનિંગ સિંગર પ્રિયંકા ખેરને મંતવ્ય ન્યૂઝ સન્માનિત કરશે.

20 2 આ મહિલાઓએ વધાર્યું દેશનું ગૌરવ, મંતવ્ય ન્યૂઝ દ્વારા કરાયું તેમનું સન્માન

હીરાબાઈ લોબી

હવે વાત કરીશ મહિલા પાવરની મહિલા શક્તિની હીરાબાઈએ સીદી સમુદાયના ઉત્થાન અને વિકાસ માટે ભગીરથ કાર્ય કર્યું છે. સમાજસેવા સાથે સંકળાયેલા હીરાબાઈ નાનપણથી જ માતાપિતાની છત્રછાયા ગુમાવી ચૂક્યા હતાં. હીરાબાઈ ઉદ્દાત ભાવનાથી અનેક બાલવાડી સ્થાપી સીદી સમુદાયના બાળકોને પાયાનું ભણતર પૂરું પાડ્યું છે. ઉપરાંત વર્ષ ૨૦૦૪માં મહિલા વિકાસ ફાઉન્ડેશન પ્રસ્થાપિત કરી અને સીદી મહિલાઓ આત્મનિર્ભર બને તે અંગે પણ ભગિરથ કાર્ય કર્યું છે. તેમના લગ્ન માત્ર 14 વર્ષે થયા અને તેમને પાયાનું શિક્ષણ મેળવ્યું ન હતું. રેડિયો પરથી જ્ઞાન મેળવ્યું અને તેમાં સરકારી યોજનાઓ અને વિકાસના કાર્યક્રમો સાંભળતા અને બીજાને પણ કહેતા.તે સિદ્દી સમુદાયની મહિલાઓને શિક્ષિત અને સશક્ત કરવા માંગતી હતી. આ ધ્યેયને પરિપૂર્ણ કરવા માટે, તેણે ઘણા પગલાં લીધા. પરિણામે હીરાબાઈએ 700 થી વધુ મહિલાઓ અને બાળકોના જીવનમાં પરિવર્તન લાવ્યું.જેથી તેમને સરકારે પણ પદ્મશ્રીનું સન્માન આપ્યું છે.

21 2 આ મહિલાઓએ વધાર્યું દેશનું ગૌરવ, મંતવ્ય ન્યૂઝ દ્વારા કરાયું તેમનું સન્માન

આ પણ વાંચો:ગુજરાતના આ રેલવે સ્ટેશન પર કથિત રીતે લગાવવામાં આવેલા સાઈનબોર્ડે મચાવ્યો હોબાળો

આ પણ વાંચો:ચીકી માફિયાઓને ફાયદો કરાવવા મોહનથાળનો પ્રસાદ બંધ કરાવવાનો કારસો : હેમાંગ રાવલ

આ પણ વાંચો:દેવાયત ખવડનો જેલમાંથી છૂટ્યા પ્રથમ ડાયરો, પુષ્પા સ્ટાઈલમાં કહ્યું “ઝુકેગા નહીં સાલા”