લોકસાહિત્યકાર પર રૂપિયા-ડોલરનો વરસાદ/ દેવાયત ખવડનો જેલમાંથી છૂટ્યા પ્રથમ ડાયરો, પુષ્પા સ્ટાઈલમાં કહ્યું “ઝુકેગા નહીં સાલા”

જેલમાંથી નીકળ્યા બાદના પ્રથમ ડાયરામાં દેવાયત ખવડનું નિવેદન સામે આવ્યું છે, ‘પહેલાં પણ બોલતો અને હજુ પણ બોલું છું

Top Stories Gujarat Others
દેવાયત

લોકસાહિત્યકાર દેવાયત ખવડ જેલમાંથી છૂટ્યા બાદ રવિવારે ફરીથી લોક ડાયરો યોજાયો હતો. જેલમાંથી નીકળ્યા બાદ  પહેલીવાર રવિવારે ભાવનગરમાં ડાયરાના સ્ટેજ પર જોવા મળ્યા હતા. જેલમાંથી નીકળ્યા  પ્રથમ ડાયરામાં દેવાયત ખવડનું નિવેદન સામે આવ્યું છે, તેમણે કહ્યું ‘ઝુકેગા નહીં સાલા’ કહ્યું હતું. તેમણે ઉમેર્યું કે, મારા જામીન રિજેક્ટ થતાં હતાં ત્યારે દુનિયા દાંત કાઢતી હતી. રવિવારના રોજ ભાવનગરના કોલંબા ધામ ખાતે ડાયરો યોજાયો હતો. આ ડાયરામાં કિર્તીદાન ગઢવી, રાજભા ગઢવી સહિતના કલાકારો પણ હાજર રહ્યા હતા.

ભાવનગરના પાલિતાણામાં કમળાઈ માતાજીના મંદિરે 5મી માર્ચે લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. ડાયરામાં કીર્તિદાન ગઢવી, રાજભા ગઢવી, ઉદય ધાધલ અને દેવાયત ખવડ સહિતના કલાકારો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે રાજકોટમાંથી 6 મહિના માટે તડીપાર કરાયેલ દેવાયત ખવડ પહેલીવાર જાહેર કાર્યક્રમમાં દેખાયો હતો, જ્યાં તેનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. માતાજીની આરાધનાની સ્તુતિ ગાઈને કાર્યક્રમની શરૂઆત થઈ હતી. સ્તુતિ પૂરી થતા દેવાયતે કહ્યું કે, જેલમાંથી છૂટ્યા બાદ આજે પ્રથમ ડાયરો માતાજીના ચરણોમાં યોજ્યો છે. ગુજરાત આખુ વાટ જોઈને બેઠું છે કે શું બોલશે, પણ આજે હું વાયડાઈની કોઈ વાત કરવાનો નથી. વ્યવહારની જ વાત કરવાનો છું. કારણ કે વાયડાઈ કોઈ દી જીતી નથી. હંમેશા વ્યવહારની જ જીત થાય છે, પણ હાં, પહેલા પણ કહેતો, આજે પણ કહું છું ઝુકેગા નહીં સાલા.

સાથે જ દેવાયત ખવડે કહ્યું હતું કે, મારા એકલાની પ્રાર્થના નથી, આ બધા જ લોકોએ કરેલી પ્રાર્થના છે. ત્યારે આજનો ડાયરો હું માતાજીનાં ચરણોમાં અને આપ બધા મારા પ્રેમીજનોને સમર્પિત કરું છું. રિજેક્ટ પર રિજેક્ટ થતી હતી જામીન અરજી, ત્યારે દુનિયા દાંત કાઢતી હતી. નાક માથે કોઈ આંગળી મૂકે તો કહી દેવું કે હવે તું તારી રીતે. ડાયરામાં જતી વખતે શરમ થતી હતી. ડાયરામાં સંતાતાં સંતાતાં જવું પડતું હતું. જ્યારે સમાજને સંદેશ આપતાં તેમણે જણાવ્યું હતું કે સમયની સાથે ચાલવું હોય તો આપણે બધાએ એજ્યુકેશનને મહત્ત્વ આપવું પડશે. ભણતર નહીં હોય તો આપણે બધા ઘણા પાછળ રહી જઇશું.

મયૂરસિંહ રાણા સાથે ચાલતી બબાલને યાદ કરતાં નામ બોલ્યા વગર તેમણે જણાવ્યું હતું કે નાક માથે કોઈ આંગળી મૂકે તો કહી દેવું કે હવે તું તારી રીતે. ડાયરામાં જતી વખતે શરમ થતી હતી. ડાયરામાં સંતાતાં સંતાતાં જવું પડતું હતું. જ્યારે સમાજને સંદેશ આપતાં તેમણે જણાવ્યું હતું કે સમયની સાથે ચાલવું હોય તો આપણે બધાએ એજ્યુકેશનને મહત્ત્વ આપવું પડશે. ભણતર નહીં હોય તો આપણે બધા ઘણા પાછળ રહી જઇશું.

ઉલ્લેખનીય છે કે, ગત સાતમી ડિસેમ્બર 2022 ના રોજ દેવાયત ખવડ સહિતના વ્યક્તિઓએ રાજકોટના સર્વેશ્વર ચોક પાસે મયુરસિંહ રાણા ઉપર હુમલો કર્યો હતો. જે અંતર્ગત રાજકોટ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે દેવાયત ખવડ સહિત ત્રણ વ્યક્તિઓ વિરુદ્ધ ipc ની કલમ 307 સહિતની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.

આ પણ વાંચો:રાજ્ય સરકાર માતૃશક્તિના સમગ્રતયા ગૌરવ-સન્માન માટે સંકલ્પબદ્ધ: CM ભૂપેન્દ્ર પટેલ

આ પણ વાંચો:અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ બંધ કરાતા શ્રદ્ધાળુઓમાં ગુસ્સો

આ પણ વાંચો:ભરૂચની આગવી ઓળખ સમાન સુજની કારીગરોની જિલ્લા કલેક્ટરે શુભેચ્છા મુલાકાત લીધી

આ પણ વાંચો:BMW હિટ એન્ડ રન, અકસ્માત સર્જનાર સત્યમના પિતાનું ચોંકાવનારું નિવેદન