વિશ્લેષણ/ કયા રાજકીય પક્ષની દિવાળી સુધારશે આદિવાસી વૉટર્સ ? 

ગુજરાતમાં આદિવાસીઓની જમીન ઉપર ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલી યોજનાઓમાં માં આદિવાસીઓને પૂરતું વળતર નહીં મળવાના મુદ્દા અવારનવાર કોંગ્રેસ દ્વારા ઉઠાવવામાં આવે છે.

Mantavya Exclusive
Untitled 63 5 કયા રાજકીય પક્ષની દિવાળી સુધારશે આદિવાસી વૉટર્સ ? 

ગુજરાત રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. ત્યારે ગુજરાતમાં દિવાળી કોણ ઉજવશે તે ચર્ચાએ જોર પકડયું છે. જો કે આ ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ રચાયો છે,  જેમાં આપ અને ભાજપ બંને ગુજરાતની આદિવાસી વોટ બેંકને સાધવાનો પ્રયાસ કરી રહી છે.  ગુજરાત રાજ્યમાં છેલ્લા કેટલાક વર્ષોથી આદિવાસી મતદારો પર કોંગ્રેસની મજબૂત પકડ હતી. પરંતુ 1990 પછી આ વોટબેંક વહેંચાઈ ગઈ. અને હવે આ ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ બંને આ આદિવાસ વોટ બેંકને કેસ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

ગુજરાતમાં 15 ટકા આદિવાસી મતદારો સરકાર બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. આદિવાસીઓ માટે રાજ્યમાં અનામત 27 વિધાનસભા બેઠકો સિવાય લગભગ બે ડઝન બેઠકો પર તેમનું પ્રભુત્વ છે. અને એટલે જ તમામ રાજકીય પક્ષો આ વોટબેંકને કેશ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. આદિવાસી વોટ બેન્ક કેશ કરવા માટે ભાજપે આદિવાસી ગૌરવ યાત્રા કાઢી હતી. તો કોંગ્રેસ અને આપ બંને પક્ષો આદિવાસી વોટ બેંકને સાધવો પ્રયાસ કરી રહ્યા છે.

આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પણ આદિવાસી મતદારો પર મદાર રાખી રહી છે. અને તેને પોતાના પક્ષે ખેંચવ માટે ભરપૂર પ્રયાસ કરી રહી છે. આવી સ્થિતિમાં, એવું માનવામાં આવે છે કે મતદારોની થોડી વહેંચણી પણ ચૂંટણી પરિણામોમાં મોટો ફેરફાર કરી શકે છે.

કોંગ્રેસ અને આદિવાસી પ્રજા 
ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોથી આદિવાસી મતદારો કોંગ્રેસની તરફેણમાં જ પોતાનો ઝોક દર્શાવી રહ્યા છે. આદિવાસીઓના મજબૂત નેતા તરીકે કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ આદિવાસી યુવાનોમાં ખૂબ જ લોકપ્રિય છે અને તેઓ લાંબા સમયથી આદિવાસીઓના અધિકારો માટે આંદોલન કરી રહ્યા છે. આદિવાસીઓના મુદ્દાને ગંભીરતાથી ઉઠાવવાથી સમુદાયના લોકોમાં તેમની છબી મજબૂત થઈ છે. તેનો ફાયદો કોંગ્રેસને મળી શકે છે.

ગુજરાતમાં આદિવાસીઓની જમીન ઉપર ગુજરાત સરકાર દ્વારા શરૂ કરાયેલી યોજનાઓમાં માં આદિવાસીઓને પૂરતું વળતર નહીં મળવાના મુદ્દા અવારનવાર કોંગ્રેસ દ્વારા ઉઠાવવામાં આવે છે. (કેન-બેતવા લિંક પ્રોજેક્ટ, દમણ ગંગા-પિંજલ પ્રોજેક્ટ, પાર-તાપી-નર્મદા, ગોદાવરી-કૃષ્ણ, કૃષ્ણ-પાનેર અને પાનેર-કાવેરી પ્રોજેક્ટ) અને આ મુદ્દે અનંત પટેલના નેતૃત્વ હેઠળ, કોંગ્રેસ દ્વારા અનેક ધરણાં અને પ્રદર્શનના કાર્યક્રમો પણ યોજાય છે. તો હાલમાં જ અનંત પટેલ ઉપર થયેલા હુમલાનો મામલો પણ ગરમાયો હતો.

ભાજપ અને આદિવાસી વોટબેન્ક 
છેલ્લા 27 વર્ષથી ગુજરાતમાં ભાજપનું એક હથ્થું શાસન ચાલી રહ્યું છે. છતાં પણ ભાજપ આદિવાસી વોટબેન્ક સાધવામાં સફળ થયું નથી. જો કે આ વિધાનસભા ચૂંટણીમાં ભાજપ મિશન 150 લઈને ઉતરી રહ્યું છે. અને મિશન 150 નો આંક પ્રાપ્ત કરવા માટે આદિવાસી વોટબેન્ક ને કેશ કરવું ખૂબ જ જરૂરી છે. દક્ષિણ ગુજરાતની આદિવાસી બેઠક અંકે કરવા માટે જ ભાજપે પ્રમુખ જેપી નડ્ડાના નેતૃત્વમાં ‘ગુજરાત આદિવાસી ગૌરવ યાત્રા’ કાઢીને આ મતદારોને તેમની સાથે જોડવાનો પ્રયાસ આદર્યો હતો.

તો વધુમાં ટીમ ભાજપ આદિવાસી વિસ્તારોમાં ગઈ વગાડી પ્રચાર કરી રહ્યા છે કે દ્રૌપદી મુર્મુને રાષ્ટ્રપતિ બનાવીને ભાજપે તેમને ઐતિહાસિક ગૌરવ અપાવવાનું કામ કર્યું છે. પાર્ટી આદિવાસી વિસ્તારોમાં સતત વિકાસના કામોને બહાલી આપી રહીછે. આદિવાસી યુવાનોને સ્થાનિક રોજગાર અને તેમના જીવનધોરણમાં સુધારો કરવાનો પ્રયાસ કરી રહી છે.  આમ જોઈએ તો દ્રૌપદી મુર્મુને રાષ્ટ્રપતિ બનાવી ભાજપે માસ્ટર સ્ટ્રોક જ માર્યો છે. અને આદિવાસીઓના ગૌરવને ઉંચાઈ આપી છે. આ માસ્ટર સ્ટ્રોકથી આદિવાસી મહિલાઓ ભાજપની તરફેણમાં જોરદાર રીતે જોડાઈ શકે છે.

આપ અને આદિવાસી વોટબેન્ક 
તમામ પક્ષો આદિવાસી વોટ બેંકને અંકે કરવા પ્રયાસ કરી રહ્યા હોય તો આમ આદમી પાર્ટી જે જિતના વિશ્વાસ સાથે ગુજરાતમાં ઉતરી છે તે પાછળ રહી જાય તો કેમ ચાલે ? અરવિંદ કેજરીવાલ પણ આદિવાસી સમુદાયના મતદારો પર દાવ રમવા માટે મેદાનમાં છે અને તેમણે આદિવાસી વોટબેન્ક અંકે કરવા માટે સ્થાનિક આદિવાસી નેતાની પાર્ટી બીટીપી સાથે ગઠબંધન પણ કર્યું હતું. પરંતુ કેટલાક કારણોસર ચૂંટણી પહેલા જ આ ગઠબંધન છૂટાછેડામાં પરિણમ્યું હતું. તેમ છતાંય કેજરીવાલ કેટલાક મતદાતાઓ તેમના તરફ વળ્યા છે. જો તેઓ આદિવાસી મતદારોના એક અંશનો પણ મત મેળવવામાં સફળ થાય છે, તો તે મતોના વિભાજન તરફ દોરી જશે અને આ પરિસ્થિતિમાં જીત કોઈપણની તરફ વળી શકે છે.