Exclusive/ લવ જેહાદ વિરુદ્ધ કાયદો તો બન્યો પણ કાયદોનો ડર ક્યાં ?

લવ એ અંગ્રેજી શબ્દ છે જેનો અર્થ થાય છે પ્રેમ અને જેહાદ એક અરબી શબ્દ છે જેનો અર્થ થાય છે કોઈ પણ હેતુને પૂર્ણ કરવા માટે પોતાની તમામ શક્તિ લગાવવી. એટલે કે, જો તમે લવ જેહાદનો અર્થ સરળ ભાષામાં સમજો છો, તો તે છોકરીને તેના ખાસ હેતુને પૂર્ણ કરવા માટે તેના પ્રેમની જાળમાં ફસાવી અને તેનું ધર્માંતરણ કરાવવું છે. આને લવ જેહાદ કહેવાય છે.

Mantavya Exclusive
Untitled 1.pngg1 1 લવ જેહાદ વિરુદ્ધ કાયદો તો બન્યો પણ કાયદોનો ડર ક્યાં ?

લવ જેહાદ વિશે લોકોના અલગ-અલગ મંતવ્યો છે. આપણા દેશમાં આવા ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે, જ્યાં એક મુસ્લિમ છોકરાએ હિંદુ છોકરીને પોતાના પ્રેમની જાળમાં ફસાવા માટે પોતાનો ધર્મ છુપાવ્યો અને પોતાને હિંદુ છોકરો ગણાવ્યો. આ સિવાય એવા પણ કિસ્સાઓ છે જેમાં લગ્ન પછી તરત જ છોકરીનો ધર્મ પરિવર્તન કરવામાં આવે છે. આપણા દેશમાં ઘણી યુવતીઓએ મીડિયા સામે આવીને જણાવ્યું છે કે કેવી રીતે તેમની સાથે છેતરપિંડી કરવામાં આવી છે.

દેશમાં વસતા અમુક લઘુમતીઓ દ્વારા જે રીતે હિન્દુ દીકરીઓને ફસાવી અને લગ્નની લાલચ આપીને ધર્માંતરણ કરવામાં આવી રહ્યા છે તે જોતા ઉત્તરપ્રદેશ અને મધ્યપ્રદેશમાં લવ જેહાદનો કાયદો બનાવવામાં આવ્યો હતો. અને આ તર્જ ઉપર ગુજરાતમાં વધતાં જતાં લવ જેહાદ ના કેસને લઈ ગુજરાત સરકાર એક્શન માં આવી હતી. અને 15 જૂન 2021 થી લવ જેહાદનો કાયદો લાગુ કર્યો હતો.

Love Jihad cases in Kerala, the tip of 'terrorist recruitment' iceberg?

જો કે આ પૂર્વે તત્કાલિન ગૃહ મંત્રી હરેન પંડ્યાએ ૨૦૦૩ના ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય  વિધેયક લાવ્યા હતા. અને આ વિધેયકમાં સુધારા વધારા કરી લવ જેહાદ કાયદો અમલી  કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત એવા વ્યક્તિઓ જેઓ લગ્ન અથવા પ્રેમના નામે સામેના પાત્રને દબાણ કરીને ધર્મ પરિવર્તન માટે પ્રયાસ કરે છે તેમના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવાની જોગવાઈ કરવામાં આવશે.

કાયદા નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં ગુજરાત ફ્રીડમ ઓફ રિલિજિયન એક્ટ 2003 અંતર્ગત દબાણ, લાલચ કે પછી છેતરપીંડી દ્વારા કોઈ વ્યક્તિનું ધર્મ પરિવર્તન કરાવવું કાયદા હેઠળ પ્રતિબંધિત છે. જોકે રાજ્ય સરકારે હવે નવા કાયદાને લાવીને લવ જેહાદ મામલે કાયદેસર કડક કાર્યવાહી શરૂ કરી છે. અગાઉના  કાયદામાં લવ જેહાદનો દ્રષ્ટિકોણ ઉમેરીને તેને વધુ મજબૂત કરવામાં આવ્યો છે. 2003ના કાયદા મુજબ નાગરિક ધર્મ પરિવર્તન માટે પહેલા જિલ્લા ઓથોરિટી પાસે અરજી કરીને મંજૂરી માગવી પડતી હતી.  આ કાયદા અંતર્ગત જો કોઈ પણ વ્યક્તિ દબાણ હેઠળ ધર્મ પરિવર્તન કરાવતો જણાય તો તેને 3 વર્ષની જેલ અને રુ. 50,000 સુધીનો દંડ થઈ શકે છે.

લવ જેહાદ કાયદો શું છે? 

ઉત્તર પ્રદેશ સરકારે લવ જેહાદને લઈને સૌથી પહેલા કાયદો ‘અનલોફુલ કન્વર્ઝન બિલ 2020’ બનાવ્યો. આ કાયદા હેઠળ, બિન-જામીનપાત્ર કલમો હેઠળ કેસ નોંધવાની અને લગ્ન પછી અથવા તે પહેલાં કોઈનું બળજબરીથી ધર્મ પરિવર્તન કરવા બદલ 10 વર્ષની સખત સજાની જોગવાઈ છે. જો કે, ભારતના ઘણા રાજ્યોમાં બળજબરીથી ધર્માંતરણને લઈને કડક કાયદા છે. છત્તીસગઢ, ઝારખંડ, ઓડિશા, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, રાજસ્થાન, ગુજરાત, અરુણાચલ પ્રદેશ અને મધ્ય પ્રદેશમાં બળજબરીથી ધર્માંતરણને લઈને દેશમાં કાયદા છે.

First case of love jihad under Gujarat Freedom of Religion Act: separating  truth from propaganda – The Leaflet

લવ જેહાદ શું છે?

લવ જેહાદ મૂળભૂત રીતે લવ અને જેહાદ શબ્દોથી બનેલું છે. લવ એ અંગ્રેજી શબ્દ છે જેનો અર્થ થાય છે પ્રેમ અને જેહાદ એક અરબી શબ્દ છે જેનો અર્થ થાય છે કોઈ પણ હેતુને પૂર્ણ કરવા માટે પોતાની તમામ શક્તિ લગાવવી. એટલે કે, જો તમે લવ જેહાદનો અર્થ સરળ ભાષામાં સમજો છો, તો તે છોકરીને તેના ખાસ હેતુને પૂર્ણ કરવા માટે તેના પ્રેમની જાળમાં ફસાવી અને તેનું ધર્માંતરણ કરાવવું છે. આને લવ જેહાદ કહેવાય છે.

લવ જેહાદનું કારણ

લવ જેહાદમાં માનનારાઓના મતે મુસ્લિમ યુવકો જાણીજોઈને હિંદુ યુવતીઓને પોતાની લવ જાળમાં ફસાવે છે અને બળજબરીથી તેમનું ધર્મપરિવર્તન કરાવે છે. આ પાછળ તેમનો હેતુ તેમના ધર્મનો વિસ્તાર કરવાનો છે. જો કે મુસ્લિમ સમાજ સાથે જોડાયેલા લોકો આ વાતને નકારે છે અને તેને ખોટું ગણાવે છે.

સુપ્રીમ કોર્ટે લવ જેહાદનો સ્વીકાર કર્યો? 

સુપ્રીમ કોર્ટ માને છે કે લવ જેહાદ થાય છે કે નહીં, અત્યારે કંઈ કહી શકાય નહીં, પરંતુ અખિલા ઉર્ફે હાદિયા કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે ચોક્કસ કહ્યું હતું કે, ‘જેમ ઈન્ટરનેટ ગેમ બ્લુ વ્હેલ’ આમાં છોકરા કે છોકરીને ટાસ્ક આપવામાં આવે છે અને જેમાં તેણે અંતે આત્મહત્યા કરવી પડે છે, તેવી જ રીતે આજકાલ કોઈને પણ ચોક્કસ હેતુ માટે સમજાવવું સરળ બની ગયું છે.

Law against Love Jihad protects women against forced conversions or  marriage under deceit

શું છે હાદિયા કેસ?

વાસ્તવમાં કેરળના એક હિંદુ પરિવારમાં જન્મેલી અખિલા પહેલા મુસ્લિમ ધર્મ અપનાવીને હાદિયા બની અને પછી મુસ્લિમ વ્યક્તિ શફીન સાથે લગ્ન કર્યા. ત્યારબાદ આ બાબતને લવ જેહાદ તરીકે જાહેર કરવામાં આવી હતી. આ કેસમાં અખિલા ઉર્ફે હાદિયાના માતા-પિતાએ આરોપ લગાવ્યો છે કે તેમની પુત્રીને આતંકવાદી સંગઠન ISISમાં ફિદાયીન બનાવવા માટે લવ જેહાદનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જોકે, બાદમાં સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે જો હાદિયાને કોઈ સમસ્યા નથી તો આ મુદ્દો ખતમ થઈ ગયો છે. જ્યાં સુધી છોકરાની ગુનાહિત પૃષ્ઠભૂમિની વાત છે ત્યાં સુધી તેની તપાસ થઈ શકે છે. પરંતુ લગ્નની તપાસ કરવાનો અધિકાર કોઈને નથી.

ધર્માંતરણ અને લવ જેહાદ ? 

ધર્માંતરણ અને લવ જેહાદ બંનેમાં  ફેર છે.ધર્માંતરણમાં વ્યક્તિ પોતાની મરજીથી પણ કરી શકે છે. અથવા  વ્યક્તિને પૈસા કે અન્ય કોઈ લાલચ આપી પોતાનો ધર્મ બદલવા માટે રાજી કરવામાં આવે છે. તો ક્યારેક બળજબરીથી પણ ધરમાંતરણ કરવામાં આવે છે. જ્યારે લવ જેહાદમાં યુવતીને વિધર્મી યુવક દ્વારા પ્રેમજાળમાં ફસાવી તેનું શોષણ કરી  બળજબરીથી ધર્મપરીવર્તન કરવા માટે મજબૂર કરવામાં આવે છે.

પાટીદાર સમાજ આકરા પાણીએ 

લવ જેહાદ ની વધતી પ્રવૃતિ અંગે પાટીદાર સમાજ પણ આકરા પાણી છે. ગરમી વિસ્તારમાં વસતા મોટાભાગના પાટીદારોમાં દીકરીઓને શિક્ષ્ન્મતે શહેરમાં એકલા રહેવા માટે મોકલે છે. અને શહેરમાં એકલી રહેતી દીકરીઓ લેવ જેહાદીઓનું મૈન ટાર્ગેટ હોય એમ પાટોદાર સમાજ માને છે. અને આ અંગે  84 કડવા પાટીદાર સમાજે દીકરીઓની લગ્ન નોંધણી વખતે માતા-પિતાની સહી ફરજીયાત કરવાનો કાયદો બનાવવા સરકારમાં રજૂઆત કરવાનું નક્કી કરવામાં આવ્યુ છે.

સિદસર ઉમિયા ધામના પ્રમુખ જેરામ પટેલે એક પ્રેસ-કોન્ફરન્સમાં જણાવ્યુ હતું કે, સુરતના સરથાણા પોલીસ સ્ટેશનમાં પાટીદાર સમાજની 300 દીકરીને લવ-જેહાદના નામે ઉઠાવી ગયાની ફરિયાદ છે. એ મામલે સરકાર લવ-જેહાદ મુદ્દે ગંભીરતાથી કામ કરે એવી માગ કરીહતી.  જે દીકરીઓ PGમાં રહેતી હોય અથવા અપડાઉન કરતી હોય તેવી દીકરીઓમાં આ પ્રશ્ન વધુ રહે છે. કોલેજમાં જતી દીકરીઓ પરિપક્વતા ધરાવતી નથી. આથી લેભાગુ તત્ત્વો ગેરલાભ ઉઠાવે છે.

Allahabad High Court Refuses Relief To 3 Interfaith Couple Citing  Non-Compliance Of UP Love Jihad Law

વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર પી પટેલે લવ જેહાદને સમાજનો સળગતો પ્રશ્ન ગણાવ્યો છે. તેમણે જણાવ્યુ હતું કે, પાટીદારની દીકરીઓને જેહાદીઓ ફોસલાવી પ્રેમજાળમાં ફસાવી રહ્યા છે. જેના પર સમાજે હવે ચેતી જવાની જરૂર છે. તેમણે કહ્યુ છે કે સમાજના વડીલો ઝડપથી જાગી જાય, નહીં તો આવનારા સમયમાં ખૂબ મોટી તકલિફ પડશે તેવો દાવો પણ પોતાના નિવેદનમાં કર્યો છે.

જો લવ જેહાદની વાત કરીયે તો ગુજરાત માં સૌથી વધુ કેસ કદાચ વડોદરા ખાતે નોધાયા છે. જ્યારે અન્ય જીલ્લામાં તેનું પ્રમાણ ઓછું છે.  જો કે કાયદો બન્યા બાદ સૌથી પહેલી ફરિયાદ પણ વડોદરા ખાતે નોધાઈ હતી. પરંતુ બાદમાં આ FIRને રદ કરી પતિને જામીન મળે તે માટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી.

ગુજરાતમાં નોધાયેલા કેટલાક કેસ ઉપર નજર નાખીએ

ગતરોજ બનાસકાંઠા ખાતેથી કોલેજની યુવતીને એઝાઝ શેખ દ્વારા પ્રેમજાળમાં ફસાવી પટાવી તેનું અને તેના માતપિતા અને ભાઇનું ધર્મપરીવર્તન કરવામાં આવ્યું હતું. અને તેણીના પિતા દ્વારા અંગે પોલીસ મથકે ફરિયાદ પણ નોધાવવા આવી હતી. તો વડોદરા ખાતે પણ અનેક વાર આવા કેસ અમે આવી ચૂક્યા છે.

આશરે એક વર્ષ અગાઉ વડોદરાની છાણી માં રહેતી 15 વર્ષીય હિન્દુ સગીરને પ્રેમજાળમાં ફસાવીને મુસ્લિમ યુવાને લગ્ન કર્યા હોવાની ઘટના બની હતી. વિધર્મી યુવાને 15 વર્ષિય હિન્દુ સગીરાને પ્રેમજાળમાં ફસાવીને બે વર્ષ સુધી શારિરીક શોષણ કર્યું હતું. આ સમગ્ર ઘટના સામે આવતા પોલીસે ગુનો નોંધીને તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. ઘટનાની જાણ થતાં હિન્દુ સંગઠનો છાણી પોલીસ સ્ટેશનમાં પહોંચ્યાં હતાં અને સગીરાનું કાઉન્સેલિંગ કરી તેના પરિવારને સોંપી હતી.

વડોદરા શહેરમાં નાગરવાડી વિસ્તારમાં રહેતી એક બ્રાહ્મણ યુવતીએ મુસ્લિમ યુવક ભગાડી લઈ ગયો હતો. બંને લગભગ 6 વર્ષથી મિત્ર હતા. અને મુંબઈમાં લગ્ન કરી લીધા હતા. ત્યાં ગયા પછી તેણે પોતાનો ધર્મ પણ બદલી નાખ્યો હતો. જો કે યુવતીના પરિવારજનોના વિરોધ પર યુવતીએ તેના પતિને ધર્મપરિવર્તન માટે પણ દબાણ કર્યું હતું.

Reverse love jihad surfaces in UP

હાલમાં જ નોધાયેલા કેસની વિગતો અનુસાર વર્ષ-2020માં નર્સિંગનો કોર્સ કરતી યુવતીનો પરિચય ભરૂચના પાલેજનો ઇઝહાર દીવાન સાથે થયો હતો. અભ્યાસ દરમિયાન બંને વચ્ચે મિત્રતા બંધાઇ હતી અને સમય જતાં મિત્રતા પ્રેમમાં પરિણમી હતી. પરંતુ પ્રેમ પાછળ લઘુમતી સમાજના યુવકના મનમાં કંઈક નવું જ ચાલી રહ્યું હતું. યુવક યુવતીને પ્રેમજાળમાં ફસાવવા માટે અવારનવાર ફોન પર વાતો કરતો હતો. થોડા સમય બાદ ઇઝહારે પોતાનો બદ ઇરાદો પૂરો પાડવા માટે યુવતીને પ્રાઇવેટ પાર્ટ્સ બતાવવા માટે દબાણ શરૂ કર્યું હતું. અને તેણીના ફોટા પાડી  વાઇરલ કરવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યું હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આ ઘટના સંદર્ભે કરજણ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે

અમદાવાદ

જાન્યુઆરી 2021માં અમદાવાદના આનંદનગર પોલીસ સ્ટેશનમાં પરિણીત મહિલાએ જુહાપુરાના યુવક સામે દુષ્કર્મની અને લવજીહાદ જેવી ફરિયાદ નોંધાવી છે. 14 વર્ષના દીકરાની માતાને પતિ સાથે ઝઘડો ચાલતો હોવાથી દીકરા સાથે એકલી રહે છે. થોડા સમય પહેલા મહિલાના ઘરે ઇલેક્ટ્રિશિયન તરીકે આવેલા યુવકે મહિલાને પોતાની ઓળખ હિન્દૂ તરીકે આપી અને તે બાદ બીજી વાર પણ ઇલેક્ટ્રીકનું કામ હોવાથી મહિલાએ આ યુવકને બોલાવ્યો. તે બાદ યુવકે મહિલાનો નંબર લઈને તેની સાથે વાતો કરી અને મિત્રતા કરી. મહિલાને પોતે હિન્દૂ હોવાની ઓળખ આપીને યુવકે પ્રેમ જાળમાં ફસાવી લગ્નની લાલચ આપી જુહાપુરા, સાણંદ સહિતની અલગ અલગ જગ્યાઓએ લઈ જઈને મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું.

ફેબ્રુઆરીએ 2021માં વટવા વિસ્તારમાં રહેતી મહિલાને તેના જ વિસ્તારમાં રહેતા અને કંપની ચલાવતા સરફરાઝખાન પઠાણ નામના એક શખ્સ સાથે દોઢ વર્ષ પહેલા મિત્રતા થઈ હતી. સરફરાઝે મહિલાને પ્રેમજાળમાં ફસાવી કેફી પીણું પીવડાવીને તેની પર બળાત્કાર ગુજાર્યો હતો. આ મામલે વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા આરોપીને ઝડપી પોલીસે જેલમાં મોકલી આપ્યો હતો.

રાજકોટ 

સપ્ટેમ્બ્ત 2019માં રાજકોટમાં કથિત લવ જેહાદનો મામલો સામે આવ્યો હતો.  જ્યાં યુવકે યુવતીને ધર્મ છૂપાવી પ્રેમજાળમાં ફસાવી હતી. પાછળથી યુવતીને ઘર્મ વિશે ખબર પડતા બધા જ સંબંધો તોડી નાંખ્યા હતા અને થોડા સમય બાદ બીજા યુવક સાથે સગાઈ કરી  લીધી હતી. જો કે, યુવકે તેના મંગેતરને ઘમકીઓ આપતા યુવતી ગભરાઈ ગઈ હતી અને  પોતાના ઘરે આત્મહત્યા કરી લીધી હતી. યુવતીએ આત્મહત્યા કરતાં પહેલા સૂસાઇડ નોટ લખી હતી. જેમાં યુવતીએ પોતાની સંપૂર્ણ આપવીતી લખી હતી.

ધોરાજી

ધોરાજીમાં લવ જેહાદ નો ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસ સ્ટેશન ખાતે એક મહિલાએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે ધોરાજીના રાધાનગર વિસ્તારમાં રહેતો મહોમદ ઉર્ફે ડાડો સમા નામનો શખ્સ એક યુવતીને લગ્નની લાલચ આપીને તેનું શારીરિક શોષણ કરતો રહ્યો અને જ્યારે લગ્નની વાત આવી ત્યારે ધર્મ પરિવર્તન કરવા માટે દબાણ કરવામાં આવતું હતું. પોલીસ ફરિયાદ પ્રમાણે મહોમદ પોતે પરિણીત હતો. અને આ વાત તેને છુપાવી હતી. મોહમદ ફરિયાદી મહિલાને સોશિયલ મિડીયામાં દબાણ કરતો હતો. અને તેને ધાર્મિક વિધીથી ધર્મ પરિવર્તન કરવા માટે માનસિક ત્રાસ આપતો હતો. એટલું જ નહિ ફરિયાદી અને તેની દિકરીને પણ જાનથી મારી નાંખવાની ધમકી આપતા હોવાનો આક્ષેપ કર્યો હતો.

પાટણ

ઓક્ટોબર 2020માં પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના સરકાર પુરા ગામની હિન્દુ દિકરીને મુસ્લિમ યુવાને ધૅમની બેહન બનાવીને વિશ્વાસમાં લઇને હિન્દુ ધર્મની દિકરીને બદ ઈરાદે ભગાડી ગયો હતો.  પાટણ જિલ્લા હિન્દુ યુવા સંગઠન દ્વારા આ અંગે ન્યાયની માંગણી કરવામાં આવી હતી.

નડિયાદ

24 માર્ચ 2022 ના રોજ નડિયાદ ખાતે પણ લવ જેહાડની ફરિયાદ સામે આવી હતી. જેમાં પીડિત યુવતી દ્વારા યાસરખાન પઠાણ અને તેના પરિવારજનો સહિત કુલ 10 શખ્સો વિરુદ્ધ જબરદસ્તી ધર્મ પરિવર્તન કરાવવો, મરજી વિરુદ્ધ શારીરિક સંબંધો બાંધવા, તેમજ શારીરિક-માનસિક ત્રાસ આપવા અંગેની ફરિયાદ એચ.સી.એસ.ટી સેલમાં આપવામાં આવી હતી. જેમાં મુખ્ય આરોપી યાસરખાન પઠાણ દ્વારા કેવી રીતે તેણીને પ્રેમજાળમાં ફસાવી, લગ્નની લાલચ આપી વારંવાર બળાત્કાર ગુજાર્યો, એકલી વિદેશ મોકલી દીધી અને પરત આવ્યા બાદ પણ ભાડાના મકાનમાં ગોંધી રાખી યાસર સહિત તેના ભાઈ, પિતા, માતાં સહિતના પરિવારજનોએ અનેક પ્રકારે અત્યાચાર ગુજાર્યો હોવાની રુંવાડા ઊભા કરી દેતી વિગતો સાથેની ફરિયાદ અને એફિડેવિટ કરી હતી.

વિશ્લેષણ / ‘ગુલામનબી’ ના નવા પક્ષમાં જશે શંકરસિંહ? ગુજરાતમાં ચોથો વિકલ્પ ઉભો થઇ શકે છે..