UN Security Council/ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ : લાલ સમુદ્રમાં હુથી બળવાખોરોના હુમલાની નિંદા કરી, હુમલા અટકાવવા ઠરાવ પસાર કર્યો

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ દ્વારા બુધવારે એક ઠરાવ પસાર કરવામાં આવ્યો. આ ઠરાવમાં હુથી બળવાખોરો દ્વારા કબજે કરાયેલા જહાજને મુક્ત કરવાની માંગ કરવામાં આવી છે.

Top Stories India
Mantay 1 1 સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ : લાલ સમુદ્રમાં હુથી બળવાખોરોના હુમલાની નિંદા કરી, હુમલા અટકાવવા ઠરાવ પસાર કર્યો

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે લાલ સમુદ્રમાં હુથી બળવાખોરો દ્વારા થતા હુમલા અટકાવવાને લઈને ચોક્કસ પગલા લેવામાં આવ્યા છે. યુએન કાઉન્સિલે લાલ સમુદ્રમાં શિપિંગ પરના હુમલાઓ બંધ કરવાની માગણી કરતો ઠરાવ પસાર કર્યો છે. હુથી બળવાખોરોને ઇરાન સરકારનું સમર્થન છે. હુથી બળવાખોરોએ ગાઝા પટ્ટીમાં ઇઝરાયેલના વિનાશક હવાઈ અને જમીન પર થતા હુમલા સમાપ્ત કરવા લાલ સમુદ્ર પર આવતા શિપિંગ પર હુમલો કર્યો હતો. ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધમાં 23,000થી વધુ લોકોના મોત થયા છે.

સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે બુધવારે લાલ સમુદ્રના પ્રદેશમાં વેપારી અને વ્યાપારી જહાજો પર યમનના હુથી બળવાખોરો દ્વારા કરવામાં આવેલા હુમલાની નિંદા કરતો ઠરાવ પસાર કર્યો હતો અને તેમને તાત્કાલિક રોકવાની માંગણી કરી હતી. હુથી બળવાખોરો દ્વારા થતા હુમલાના કારણે વૈશ્વિક વેપારને નુકસાન થઈ રહ્યું છે. આ બાબત ધ્યાન પર લેતા યુએસ અને જાપાન દ્વારા બળવાખોરોને લઈને ઠરાવ પસાર કરવામાં આવ્યો. આ પ્રસ્તાવિત ઠરાવમાં કહેવામાં આવ્યું છે કે લગભગ બે ડઝન હુતી હુમલાના કારણે પ્રાદેશિક શાંતિ અને સુરક્ષાને નુકસાન થયું છે.

નોંધનીય છે કે લાલ સમુદ્રમાં એકાધિકાર સ્થાપવા તેમજ ઇરાન સમર્થિત હુથી બળવાખોરોનો આતંક જોવા મળ્યો છે. બળવાખોરો દ્વારા સમુદ્રમાં અવર-જવર કરતા શિપિંગ જહાજોને નુકસાન પંહોચાડવામાં આવે છે. હુથી બળવાખોરોના હુમલાઓ વૈશ્વિક વેપારને વિક્ષેપિત કરે છે. હુથીઓના હુમલાને વખોડતા યુએસ અને જાપાન દ્વારા ઠરાવ પસાર કરવામાં આવ્યો. ઠરાવની તરફેણમાં 11-0 મત હતા જ્યારે આ ઠરાવ પસાર કરવામાં આવ્યો ત્યારે સુરક્ષા પરિષદના રશિયા, ચીન, અલ્જીરિયા અને મોઝામ્બિક એમ ચાર સભ્યો ગેરહાજર હતા.

યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલે બુધવારે એક ઠરાવ પસાર કર્યો હતો જેમાં યમનના દરિયાકાંઠે હુથી લડવૈયાઓ દ્વારા વેપારી અને વ્યાપારી જહાજો પરના હુમલાની સખત નિંદા કરવામાં આવી હતી. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ દ્વારા પસાર કરાયેલા ઠરાવમાં હુથી બળવાખોરો દ્વારા કબજે કરાયેલા જહાજને મુક્ત કરવાની માંગ કરવામાં આવી છે. આ જહાજ જાપાનની કંપની દ્વારા સંચાલિત કાર્ગો જહાજ છે. જેનું કનેક્શન ઈઝરાયેલની કંપની સાથે છે, તેને તાત્કાલિક મુક્ત કરવાની માંગ કરવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ફતેપુરા નગરમા ગંદકીનું સામ્રાજ્ય ઠેર ઠેર કચરા અને કાદવ કીચડના ઢેર

આ પણ વાંચો:વંથલીમાં સિંહના આંટાફેરા, સિંહની ડણકથી સ્થાનિકોમાં ભયનો માહોલ