Not Set/ “સોમનાથ મંદિર”ની સુરક્ષા પર ખાસ “મરીન ટાસ્ક ફોર્સ” રાખશે બાજ નજર

સમગ્ર દેશમાં પાકિસ્તાન પ્રેરિત આતંકી હુમલાનો ભય છે. અને તેમા પણ ગુજરાત અત્યંત સંવેદનશીલ ગણવામાં આવે છે. પાકિસ્તાન સાથે ભૂમી ગત અને દરિયાઇ રીતે જોડાયેલ ગુજરાત પર પાકિસ્તન પ્રેરિત આતંકી હુમલાની સૌથી વધુ સંભાવનાઓ અને આશંકાનાં કારણે હાઇ એલર્ટ પર રાખવામાં આવેલું છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા ગુજરાતનાં મહત્વનાં તમામ સ્થળો પર સુરક્ષા એજન્સીની ચાંપતી […]

Top Stories
marine task force gujarat somnath temple "સોમનાથ મંદિર"ની સુરક્ષા પર ખાસ "મરીન ટાસ્ક ફોર્સ" રાખશે બાજ નજર

સમગ્ર દેશમાં પાકિસ્તાન પ્રેરિત આતંકી હુમલાનો ભય છે. અને તેમા પણ ગુજરાત અત્યંત સંવેદનશીલ ગણવામાં આવે છે. પાકિસ્તાન સાથે ભૂમી ગત અને દરિયાઇ રીતે જોડાયેલ ગુજરાત પર પાકિસ્તન પ્રેરિત આતંકી હુમલાની સૌથી વધુ સંભાવનાઓ અને આશંકાનાં કારણે હાઇ એલર્ટ પર રાખવામાં આવેલું છે.

ત્યારે ગુજરાત સરકાર દ્વારા ગુજરાતનાં મહત્વનાં તમામ સ્થળો પર સુરક્ષા એજન્સીની ચાંપતી નજર તો છે જ. પરંતુ 1600 કી.મી. લાંબો દરિયાકાંઠો ધરાવતા ગુજરાતનાં દરિયાની સુરક્ષા અનેક રીતે મહત્વ પૂર્ણ માનવામાં આવે છે.

ગુજરાતનાં 1600 કી.મી.લાંબા દરિયાકાંઠાની સુરક્ષાને લઈ સરકાર તરફથી શ્રોણીબંધ પગલાઓ લેવામાં આવી રહ્યા છે. અને આ માટે સમુદ્ર માર્ગે સંભવિત હુમલાનાં ખતરાને પહોંચી વળવા અને ખાળવા મરીન ટાસ્ક ફોર્સનાં તાલિમબંધ જવાનો બજ નજર રાખી રહ્યા છે.

ત્યારે ઝેડ પ્લસ સુરક્ષા કવચ ધરાવતા અને દરિયાઈ સરહદ ઉપર આવેલા સોમનાથ મહાદેવ મંદિર માટે પણ સરકાર દ્વારા ખાસ મરીન ટાસ્ક ફોર્સની ટુકડીની ફાળવણી કરવામાં આવી છે.

આ ખાસ મરીન ટાસ્ક ફોર્સની ટુકડીમાં એક ડીવાયએસપી,એક પી.આઈ,ચાર પી.એસ.આઈ.સહિત 25 ચુનંદા જવાનો છે. ખાસ મરીન ટાસ્ક ફોર્સની ટુકડી હવેથી રાઉન્ડ ધી કલોક સોમનાથ મંદિરની સુરક્ષા માટે મહત્વનાં પોઈન્ટો પર બાજ નજર રાખી રહ્યા છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

    

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન