Not Set/ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે બજેટને લઇને આપ્યું નિવેદન

દીલ્હી, મોદી સરકારે તેમના કાર્યકાળનું અંતિમ બજેટ રજૂ કર્યું અને દરેક વર્ગનું ખાસ સંભાળ લીધી. લોકસભાની ચૂંટણી પહેલા કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે સંસદમાં સરકારનું 2019-2020નું વચગાળાનું બજેટ રજૂ કર્યું. બજેટમાં પીયૂષ ગોયલે મહત્વની મોટી જાહેરાતો કરી છે. બજૂટ રજુ કરતી વખતે પીયૂષ ગોયલે ગત વર્ષે સરકારે ગરીબો તેમજ મધ્યમ વર્ગ માટે કરેલા કલ્યાણકારી કાર્યો ગણાવ્યા હતા. […]

Top Stories India Videos
mantavya 7 રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે બજેટને લઇને આપ્યું નિવેદન

દીલ્હી,

મોદી સરકારે તેમના કાર્યકાળનું અંતિમ બજેટ રજૂ કર્યું અને દરેક વર્ગનું ખાસ સંભાળ લીધી. લોકસભાની ચૂંટણી પહેલા કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે સંસદમાં સરકારનું 2019-2020નું વચગાળાનું બજેટ રજૂ કર્યું.

બજેટમાં પીયૂષ ગોયલે મહત્વની મોટી જાહેરાતો કરી છે. બજૂટ રજુ કરતી વખતે પીયૂષ ગોયલે ગત વર્ષે સરકારે ગરીબો તેમજ મધ્યમ વર્ગ માટે કરેલા કલ્યાણકારી કાર્યો ગણાવ્યા હતા.

પીયૂષ ગોયલે જણાવ્યું હતું કે, દેશના સંશાધનો પર પ્રથમ અધિકાર ગરીબોનો છે. વચગાળાના બજેટમાં પિયૂષ ગોયલે નાના ખેડૂતો માટે મહત્વની જાહેરાત કરી હતી.

તો આ તરફ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે બજેટને લઇને નિવેદન આપ્યુ હતું. શાહે કહ્યું હતું કે લઘુ ઉદ્યોગને બજેટને લઇને ફાયદો થયો છે. ખેડૂતોને પણ આ બજેટ ફાયદાકારક છે.

2 હેક્ટર જમીન ધરાવતા ખેડૂતો માટે સરકારે મોટી જાહેરાત કરી છે. ખેડૂતોના ખાતામાં વાર્ષિક રૂ. 6 હજાર સીધા જ જમા કરાવવામાં આવશે. આ વર્ષે ડિસેમ્બરથી જ આ યોજના લાગૂ થઈ જશે. આ યોજનાને કારણે 12 કરોડ ખેડૂતોને ફાયદો થશે. આ ઉપરાંત 24 પાકના ટેકાના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે.