National Space day/ ચંદ્રયાન-3 લેન્ડિંગ ડે 23 ઓગસ્ટ હવેથી નેશનલ સ્પેસ ડે

બ્રિક્સ અને ગ્રીસનો પ્રવાસ પૂરો કરીને વહેલી સવારે બેંગલુરુ પહોંચેલા પીએમ મોદીએ થોડીક સેકન્ડો પહેલા એક એવી જાહેરાત કરી હતી, જેનાથી દરેક વૈજ્ઞાનિકના ચહેરા પર રોનક આવી ગઈ હતી.

Top Stories India
ISRO PMModi 1 ચંદ્રયાન-3 લેન્ડિંગ ડે 23 ઓગસ્ટ હવેથી નેશનલ સ્પેસ ડે

બેંગ્લુરુઃ બ્રિક્સ અને ગ્રીસનો પ્રવાસ પૂરો કરીને વહેલી National Space Day સવારે બેંગલુરુ પહોંચેલા પીએમ મોદીએ થોડીક સેકન્ડો પહેલા એક એવી જાહેરાત કરી હતી, જેનાથી દરેક વૈજ્ઞાનિકના ચહેરા પર રોનક આવી ગઈ હતી. ચંદ્રયાન-3ની સફળતાને નામ આપવાની આ જાહેરાત હતી. PM મોદીએ જેવા વૈજ્ઞાનિકોને અભિનંદન આપ્યા અને દર વર્ષે 23 ઓગસ્ટને ‘નેશનલ સ્પેસ ડે’ તરીકે ઉજવવાની National Space Day જાહેરાત કરી કે તરત જ આખો હોલ ઉત્સાહથી ભરાઈ ગયો. મોદીએ કહ્યું કે ભારતે આ દિવસે ચંદ્ર પર ત્રિરંગો ફરકાવ્યો હતો, તેથી આ દિવસને હવે રાષ્ટ્રીય અવકાશ દિવસ તરીકે ઉજવવામાં આવશે.

ISRO PMModi 2 ચંદ્રયાન-3 લેન્ડિંગ ડે 23 ઓગસ્ટ હવેથી નેશનલ સ્પેસ ડે

પીએમ મોદીએ આ દરમિયાન વધુ બે નામકરણ પણ કર્યું. તેમણે કહ્યું કે ચંદ્રયાન-3ના લેન્ડર વિક્રમે જ્યાં અંગદની જેમ પગ મૂક્યો છે, તે જગ્યાનું નામ ‘શિવ શક્તિ’ પોઇન્ટ રાખવામાં આવશે. તેમણે કહ્યું કે સ્પર્શના National Space Day પોઇન્ટને નામ આપવાની વૈજ્ઞાનિક પરંપરા છે. આવી સ્થિતિમાં શિવ શક્તિથી સારું બીજું કોઈ નામ ન હોઈ શકે, કારણ કે તે હિમાલયથી લઈને કન્યાકુમારી સુધી ભારતની એકતાનો અહેસાસ કરાવે છે. આ સાથે ચાર વર્ષ પહેલા ચંદ્રયાન-2ના મિશન દરમિયાન ચંદ્રની સપાટીને સ્પર્શનારા તેના લેન્ડર વિક્રમના પોઇન્ટને પણ ત્રિરંગો નામ આપવામાં આવ્યું હતું. ચંદ્રયાન 2નું વિક્રમ અહીં ક્રેશ થયું હતું અને ચંદ્રની સપાટી પર પડ્યું હતું.

પીએમ મોદીએ કહ્યું, ‘જ્યારે ભારતે 23 ઓગસ્ટે ચંદ્ર પર ત્રિરંગો લહેરાવ્યો હતો, ત્યારે ભારત હવે તે દિવસને રાષ્ટ્રીય અવકાશ દિવસ તરીકે ઉજવશે. આ દિવસ દેશવાસીઓને આગળ વધવાની પ્રેરણા આપતો રહેશે. જ્યારે પીએમે નેશનલ સ્પેસ ડેની જાહેરાત કરી ત્યારે ઈસરોના હોલમાં હાજર વૈજ્ઞાનિકો લાંબા સમય સુધી તાળીઓ પાડતા રહ્યા.

આ પણ વાંચોઃ પંચમહાલ/પ્રખ્યાયત યાત્રાધામ પાવાગઢ મંદિરમાં મોટી દુર્ઘટના ટળી,કેબલ ટ્રેક પરથી ઉતરી જતા શ્રદ્વાળુઓના જીવ તાળવે ચોટીયા

આ પણ વાંચોઃ એ…કાન્હા આ શું…../ડાકોરમાં રણછોડરાયજી નજીકથી દર્શન માટે ચૂકવા પડશે આટલા રૂપિયા, હવે થશે VIP દર્શન

આ પણ વાંચોઃ Ahmedabad/અમદાવાદ ખાતે ઓગસ્ટ માસનો જિલ્લા કક્ષાનો યોજાયો ‘સ્વાગત કાર્યક્રમ’

આ પણ વાંચોઃ Surat/સુરતની દાન ગીગેવ સોસાયટીમાં ડિમોલેશનને લઈ સ્થાનિકોનો વિરોધ

આ પણ વાંચોઃ Realty Transaction/કોણ કહે છે કે મંદી છેઃ ગુજરાતમાં એક જ વર્ષમાં થયા 8.45 લાખ કરોડના રિયલ્ટી સોદા