Not Set/ સત્તાધારી મોટા ભાઈ-નાના ભાઈ બોલી રહ્યા છે હિટલરની ભાષા : ભૂપેશ બઘેલ

છત્તીસગઢનાં મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે કેન્દ્ર સરકાર અને ભાજપ પર નિશાનો સાધતા વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહની તુલના હિટલર સાથે કરી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહ પર હુમલો કરતાં ભુપેશ બઘેલે બંનેનાં વલણની તુલના જર્મન તાનાશાહ હિટલર સાથે કરી હતી. પત્રકારો સાથે વાત કરતી વખતે ભૂપેશ બઘેલે […]

Top Stories India
thjc Baghel સત્તાધારી મોટા ભાઈ-નાના ભાઈ બોલી રહ્યા છે હિટલરની ભાષા : ભૂપેશ બઘેલ

છત્તીસગઢનાં મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે કેન્દ્ર સરકાર અને ભાજપ પર નિશાનો સાધતા વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહની તુલના હિટલર સાથે કરી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહ પર હુમલો કરતાં ભુપેશ બઘેલે બંનેનાં વલણની તુલના જર્મન તાનાશાહ હિટલર સાથે કરી હતી.

પત્રકારો સાથે વાત કરતી વખતે ભૂપેશ બઘેલે કહ્યું કે, મોટા ભાઈ અને નાના ભાઈ હિટલરની ભાષા બોલી રહ્યા છે. તેમણે કહ્યું કે હિટલરે એક વખત પોતાના ભાષણમાં કહ્યું હતું કે તમે મને ગમે તેટલી ગાળો આપો પરંતુ જર્મનીને ગાળો ન આપો. મોદી અને શાહ સાથે હિટલરને જોડતા તેમણે કહ્યું કે, મોટા ભાઇ અને નાના ભાઈ પણ તે જ ભાષા બોલી રહ્યા છે. જો કે, આ પહેલીવાર નથી જ્યારે ભુપેશ બઘેલે કેન્દ્ર સરકાર પર હુમલો કર્યો છે.

સીએએ અને એનઆરસી અંગે અગાઉ તેમણે કહ્યું હતું કે, પીએમ મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહ વચ્ચે કોઈ તાલમેલ જોવા નથી મળી રહ્યો. બંને વચ્ચે એસ્ટ્રેંજમેન્ટ છે, જેના કારણે આખો દેશ મુશ્કેલી ભોગવી રહ્યો છે. તેમણે કહ્યું કે વડા પ્રધાન કહે છે કે એનઆરસી દેશમાં લાગુ નહીં થાય, પરંતુ ગૃહ પ્રધાન ક્રોનોલોજી બતાવતા કહે છે કે એનઆરસી લાગુ થશે. તેમણે કહ્યું કે બંને વચ્ચે ખબર જ નથી પડી રહી કે કોણ સાચું બોલે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.