Not Set/ દીવથી ઉના રોડ ઉપર ભારે ટ્રાફિક જામ, વાહનોની લાગી પાંચ કિ.મી. લાંબી કતાર

અમદાવાદ: ગુજરાતના ભાગ ગણાતા એવા જ સંઘપ્રદેશ દીવથી ઉનાના રોડ પર પ્રવાસીઓના ધસારાના કારણે આજે શનિવારના રોજ ભારે ટ્રાફિક જામ જોવા મળ્યો છે. આ ટ્રાફિક જામના કારણે પાંચ કિલોમીટર લાંબી વાહનોની કતાર લાગી હોવાના દ્રશ્યો જોવા મળ્યા હતા. ગુજરાતમાં હાલ દિવાળી વેકેશન ચાલી રહ્યું છે ત્યારે રાજ્યના લોકો આસપાસમાં આવેલા નજીકના પ્રવાસન સ્થળો ઉપર ફરવા […]

Top Stories Gujarat Others Trending
Heavy traffic jams on the road from the Diu to Una, 5 kms of Long queue of Vehicles

અમદાવાદ: ગુજરાતના ભાગ ગણાતા એવા જ સંઘપ્રદેશ દીવથી ઉનાના રોડ પર પ્રવાસીઓના ધસારાના કારણે આજે શનિવારના રોજ ભારે ટ્રાફિક જામ જોવા મળ્યો છે. આ ટ્રાફિક જામના કારણે પાંચ કિલોમીટર લાંબી વાહનોની કતાર લાગી હોવાના દ્રશ્યો જોવા મળ્યા હતા.

ગુજરાતમાં હાલ દિવાળી વેકેશન ચાલી રહ્યું છે ત્યારે રાજ્યના લોકો આસપાસમાં આવેલા નજીકના પ્રવાસન સ્થળો ઉપર ફરવા માટે નિકળી ગયા છે. જેમાં ગુજરાતના દરિયાકિનારાને અડીને આવેલો સંઘપ્રદેશ એવો દીવનો દરિયા કિનારો ગુજરાતીઓમાં ફરવા માટેનું લોકપ્રિય ડેસ્ટિનેશન બન્યું છે.

દિવાળીની રજાઓના સમય આ સ્થળ ઉપર પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. આ સંજોગોમાં નાનકડા એવા પ્રદેશ દીવના રસ્તાઓ ઉપર ભારે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી. જેના કારણે આજે શનિવારે દીવમાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.

આ અંગે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ દિવાળીનું વેકેશન માણીને દીવથી પરત ગુજરાતમાં આવતા પ્રવાસીઓના વાહનોનું બોર્ડર પર પોલીસ દ્વારા સઘન ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

જેના ભાગરૂપે દીવથી ઉનાના રોડ પર આવેલા તડ અને માંડવી ગામની ચેક પોસ્ટ પર પોલીસ દ્વારા સઘન ચેકિંગની કાર્યવાહી આજે શનિવારે હાથ ધરવામાં આવી હતી.

આ ચેકિંગના કારણે દીવથી ઉના તરફ આવતા રોડ ઉપર વાહનોની લાંબી કતારો લાગી હતી. જેના કારણે આ રોડ ઉપર અંદાજે પાંચ કિલોમીટર જેટલી લાંબી વાહનોની કતાર લાગતા ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયેલા હોવાનું જોવા મળ્યું છે.