Not Set/ સુરતના ઉધનામાં જર્જરિત ઈમારતનો સ્લેબ તૂટતાં ત્રણને ઈજા

અમદાવાદ: સુરત શહેરના ઉધના રેલવે સ્ટેશન ખાતે આવેલા ઉધના જીરો નંબર પર આવેલી શાહ માર્કેટ નામની એક જર્જરિત ઈમારતનો સ્લેબ તૂટી પડ્યો હતો. આ સ્લેબ તૂટીને સીધો દુકાનોના પતરા ચીરીને નીચે પડતાં એક બાળક સહિત ત્રણ વ્યક્તિને ઈજાઓ પહોંચી હતી. આ ઘટનામાં ઈજાગ્રસ્તોને સારવાર માટે તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં. સુરત શહેરના ઉધના રેલવે […]

Top Stories Gujarat Surat Trending
Three person injured for slab collapsed of dilapidated building at Udhana in Surat

અમદાવાદ: સુરત શહેરના ઉધના રેલવે સ્ટેશન ખાતે આવેલા ઉધના જીરો નંબર પર આવેલી શાહ માર્કેટ નામની એક જર્જરિત ઈમારતનો સ્લેબ તૂટી પડ્યો હતો. આ સ્લેબ તૂટીને સીધો દુકાનોના પતરા ચીરીને નીચે પડતાં એક બાળક સહિત ત્રણ વ્યક્તિને ઈજાઓ પહોંચી હતી. આ ઘટનામાં ઈજાગ્રસ્તોને સારવાર માટે તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં.

સુરત શહેરના ઉધના રેલવે સ્ટેશન સામે આવેકા ઉધના જીરો નંબર નજીક આવેલી શાહ કોમ્પલેક્સ નામની એક ઈમારતનો સ્લેબ (છજૂ) તૂટી પડવાની ઘટના બની હતી. અંદાજે 35 વર્ષ જૂની આ ઈમારતનો સ્લેબ અચાનક ધડાકાભેર તૂટી પડ્તાં નીચે આવેલી નવ દુકાનમાંથી પાંચથી છ દુકાનો પર સ્લેબનો કાટમાળ પડ્યો હતો. જેના કારણે નીચેની દુકાનોમાં હાજર માલિક અને અન્ય ગ્રાહકોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી.

આ સ્લેબના કાટમાળની નીચે દબાયેલા લોકોને એકઠાં થયેલા આસપાસના સ્થાનિક લોકો દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતાં. જેમાં એક નાના બાળક અને એક વડીલને પણ ઈજાઓ પહોંચી હતી. જેના કારણે  તેમને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં.

આ ઈમારતના ઉપરના ભાગે રેસિડન્ટ અને નીચે નવેક જેટલી દુકાન ધરાવતાં કોમ્પલેક્સ અંગે સ્થાનિકોએ જણાવ્યું હતું કે, આ અગાઉ પણ તંત્ર દ્વારા કોમ્પલેકસના સત્તાવાહકોને ડિમોલેશનની નોટિસ આપવામાં આવી હતી.

આ દુર્ઘટના બાદ ઘટના સ્થળે પહોંચેલા ફાયરબ્રિગેડના જવાનોએ નોટિસ આપીને તમામની  તાત્કાલિક દુકાનો ખાલી કરાવી હતી. આ સાથે જ આ જર્જરિત ઈમારતના કાટમાળને હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.