Not Set/ જમ્મુ-કાશ્મીરને કેન્દ્ર સરકારની ભેટ, 80 હજાર કરોડનાં વિકાસ પેકેજને મંજૂરી

કેન્દ્ર સરકારે બુધવારે જમ્મુ-કાશ્મીરના વિકાસ માટે 80 હજાર કરોડના પેકેજને મંજૂરી આપી હતી. આ માહિતી એચઆરડી મંત્રાલયે આપી હતી. આ ઉપરાંત કેન્દ્રીય પ્રધાનમંડળે બુધવારે પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીના નામે છ હજાર કરોડના પ્રોજેક્ટ ‘અટલ જલ મિશન યોજના’ ને મંજૂરી આપી હતી. ‘અટલ ટનલ’ માટે ચાર હજાર કરોડ રૂપિયાની મંજૂરી પણ આપવામાં આવી હતી. Ministry of Human […]

Top Stories India
jk 4 જમ્મુ-કાશ્મીરને કેન્દ્ર સરકારની ભેટ, 80 હજાર કરોડનાં વિકાસ પેકેજને મંજૂરી

કેન્દ્ર સરકારે બુધવારે જમ્મુ-કાશ્મીરના વિકાસ માટે 80 હજાર કરોડના પેકેજને મંજૂરી આપી હતી. આ માહિતી એચઆરડી મંત્રાલયે આપી હતી. આ ઉપરાંત કેન્દ્રીય પ્રધાનમંડળે બુધવારે પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીના નામે છ હજાર કરોડના પ્રોજેક્ટ ‘અટલ જલ મિશન યોજના’ ને મંજૂરી આપી હતી. ‘અટલ ટનલ’ માટે ચાર હજાર કરોડ રૂપિયાની મંજૂરી પણ આપવામાં આવી હતી.

ગત વર્ષે ઓગસ્ટમાં કેન્દ્ર સરકાર એક ઐતિહાસિક નિર્ણય લઇ અને જમ્મુ-કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતી માટેની કલમ 370 ની મોટાભાગની જોગવાઈઓ રદ કરી દીધી હતી. આ સાથે, જમ્મુ-કાશ્મીરને બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં ફેરવવામાં આવ્યું હતું.

જમ્મુ-કાશ્મીરની મુલાકાતે મંત્રીઓનું જૂથ

આર્ટિકલ 370 ની મોટાભાગની જોગવાઈઓને રદ કરવાની સકારાત્મક અસર અંગે જાગૃતિ ફેલાવવા અને લોકોને આ ક્ષેત્રે સરકાર દ્વારા લેવામાં આવતા વિકાસના પગલાઓ વિશે જાગૃત કરવા કેન્દ્રીય મંત્રીઓનું એક જૂથ જમ્મુ-કાશ્મીરની મુલાકાતે છે. કેન્દ્રીય પ્રધાન મુખ્તાર અબ્બાસ નકવીએ બુધવારે કહ્યું હતું કે લોકોમાં સકારાત્મકતા ફેલાવવા અને પરિવર્તનનું મજબૂત વાતાવરણ બનાવવા માટે મંત્રીઓની એક ટીમ જમ્મુ-કાશ્મીર આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.