Not Set/ સાબરકાંઠા પોલીસે સર્જ્યો ફરી વિવાદ, 200 ચંદનનાં ઝાડ કાપી નાંખ્યા !!!

સાબરકાંઠા પોલીસ એક બાદ એક વિવાદોના વમળ પેદા કરી રહી છે. આ વખતે સાબરકાંઠા પોલીસે એક બે નહી પણ 200 જેટલા ચંદનના ઝાડને કાપી નાખવાને લઈને વિવાદમાં ફસાયેલી જોવા માળી રહી છે. લોકોની ફરીયાદ નોંધતી પોલીસ સામે જ હવે વન વિભાગ દ્રારા વન અધીનીયમ હેઠળ ફરિયાદ નોંધાય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. તત્કાલીન ગૃહપ્રધાન પ્રફુલ પટેલે […]

Top Stories Gujarat Others
sabar 1 સાબરકાંઠા પોલીસે સર્જ્યો ફરી વિવાદ, 200 ચંદનનાં ઝાડ કાપી નાંખ્યા !!!

સાબરકાંઠા પોલીસ એક બાદ એક વિવાદોના વમળ પેદા કરી રહી છે. આ વખતે સાબરકાંઠા પોલીસે એક બે નહી પણ 200 જેટલા ચંદનના ઝાડને કાપી નાખવાને લઈને વિવાદમાં ફસાયેલી જોવા માળી રહી છે. લોકોની ફરીયાદ નોંધતી પોલીસ સામે જ હવે વન વિભાગ દ્રારા વન અધીનીયમ હેઠળ ફરિયાદ નોંધાય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. તત્કાલીન ગૃહપ્રધાન પ્રફુલ પટેલે વાવેલા ચંદનનાં વૃક્ષો કાપી નાખવાની લઇને હવે વનવિભાગે પણ આ માટે તપાસ હાથ ધરી છે અને ફરીયાદ નોંધવાના સંકેતો આપ્યા છે.

સાબરકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરીના પરિસરમાંથી 200 જેટલા ચંદનના વૃક્ષો ને કાપી નાખવામાં આવ્યા છે. ચંદનના વૃક્ષો તત્કાલીન ગૃહપ્રધાન દ્વારા પર્યાવરણ અને પોલીસ સંતાનોના શિક્ષણ વેલફેર માટે ફંડ એકઠા કરવા માટેની યોજનાની શરુઆત કરીને વર્ષ 2011માં ઉછેરવાની શરૂઆત કરાઇ હતી. તત્કાલીન ગૃહપ્રધાન પ્રફુલ પટેલ દ્રારા ખુલ્લા મુકેલા ચંદન વનની તકતીને તોડીને કચરામાં નાંખી દઇને ચંદનના 200 વૃક્ષો ગાયબ કરતા, હવે ગૃહ વિભાગ સુધી મામલો પહોંચ્યો છે અને ગૃહપ્રધાનના સન્માનને લઇને મામલો સરકાર અને સાબરકાંઠા પોલીસે મુંઝવણ ઉભી કરી દીધી છે.

sandelwood સાબરકાંઠા પોલીસે સર્જ્યો ફરી વિવાદ, 200 ચંદનનાં ઝાડ કાપી નાંખ્યા !!!

સાબરકાંઠા પોલીસે પોતાના જ ગૃહપ્રધાન દ્વારા ખુલ્લી મુકેલ તકતીને તોડી કચરામાં નાખી દેવાને લઈને વિવાદ ગરમાયો છે. અને હવે વન વિભાગ અને પ્રાંત અધીકારી દ્રારા પોલીસ ના કરતુત વિરુદ્ધ તપાસના આદેશ આપ્યા છે. પોલીસ પરીસર માંથી વૃક્ષો કાપવા માટે એસપી કચેરી મારફતે માત્ર 14 વૃક્ષો કાપવાની મંજુરી પ્રાંત અધીકારીની મેળવવામાં આવી હતી અને જેની સામે પોલીસે રક્ષીત વૃક્ષ એવા ચંદનના 200 વૃક્ષો જ કાપી નાંખ્યા હોવાના આક્ષેપો થઇ રહ્યા છે. 200 ચંદન કાપી નાંખ્યા બાદ હવે વૃક્ષોનાં કિંમતી લાકડાને પણ સગેવગે કરી દેવાતા વિવાદ વધુ વકર્યો છે, કે ચંદનના કિંમતી લાકડા ચોરી થઇ ગયા કે શુ? હિંમતનગરના પ્રાંત અધીકારી એ તપાસના આદેશ સાથે કહ્યુ છે કે જો મંજૂરી વિના ચંદનના વૃક્ષોને કાપી નાખ્યા હશે એમ તપાસમાં સામે આવશે તો એ માટે કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે અને વન અધિનિયમ હેઠળ ફરિયાદ દર્જ કરી એસપી કચેરીના જવાબદારો સામે પગલાં ભરવામાં આવશે.

પ્રાંત અધિકારી દ્વારા પણ જાહેર કરવામાં આવ્યુ છે કે આ બાબતે તપાસ પણ હાથ ધરવામાં આવશે અને હિંમતનગરના મામલતદારને સ્થળ પર મોકલીને તપાસનો અહેવાલ મંગાવવામાં આવશે તેમ જ ચૌદ સામાન્ય વૃક્ષો સિવાય ચંદન કે અન્ય કોઈપણ પ્રકારના વૃક્ષો કાપી નાખવામાં આવ્યા હશે તો તે બાબતની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવનાર છે. આ માટે સ્પષ્ટતા કરી છે કે ચંદન માટે કોઇ પણ પ્રકારની મંજુરી આપવામાં આવેલ નથી. તો બીજી તરફ વન વિભાગ પણ હવે પોલીસ સામે તપાસની કમર કસી છે અને પોલીસ અધીક્ષક ની કચેરી સામે તપાસના આદેશ આપ્યા છે. વન વિભાગના સ્થાનિક અધીકારી ને આ બાબતે તપાસ સોંપી છે અને જો વન અધીનીયમ કાયદાનો ભંગ કરીને એસપી કચેરી ના પરીસરમાં વન વિભાગના સહયોગ થી વાવેલ ચંદનના વૃક્ષો કાપી નાંખ્યા હશે તો વન વિભાગ પણ વન્ય કાયદા મુજબ વન વિભાગ ની કચેરી એ ફરીયાદ દર્જ કરવામાં આવશે. વન વિભાગના કાયદા મુજબ ચંદનના વૃક્ષને કાપવા માટે પુર્વ મંજુરી લેવી ફરજીયાત છે અને ચંદન કિંમતી ઝાડ હોઇ તેની કિંમત પણ વન વિભાગ નક્કી કરે એ કિંમતે કાપણી કરવા માટેની મંજુરી આપવાનુ ટેન્ડર આપવાનુ હોય છે. આમ રક્ષીત અને પ્રતિબંધીત કિંમતી વૃક્ષ છેદનની પ્રક્રીયા પુર્ણ કરવી આવશ્યક છે. જો સાબરકાંઠા પોલીસની એસપી કચેરી દ્રારા આ પ્રક્રીયા પુર્ણ નહી કરી હોય તો આ બાબતે વન કાયદા મુજબ ફરીયાદની કાર્યવાહી કરવામાં આવશે તેવા સ્પષ્ટ સંકેતો આપ્યા છે

sandelwood2 સાબરકાંઠા પોલીસે સર્જ્યો ફરી વિવાદ, 200 ચંદનનાં ઝાડ કાપી નાંખ્યા !!!

પ્રાંત અધીકારી અને વન વિભાગ દ્રારા હવે ચંદનના વૃક્ષો ને મામલે ફરીયાદ દર્જ કરવાના સંકેતો આપતા જ પોલીસ બેડામાં પણ સન્નાટો છવાઇ ગયો છે. અત્યાર સુધી પોતે જ ફરીયાદો દર્જ કરે ત્યાં હવે પોતાના જ પરીસરસમાંથી ગાયબ થયેલા ચંદન અંગે ફરીયાદ નોંધાશે તેવી ભીતીએ હવે ખુદ પોલીસને જ અંદર થી ડરાવી રહી છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.