Not Set/ શેરબજારમાં કડાકો, સેન્સેક્સ 1014 પોઈન્ટ ગગડ્યું, નિફ્ટી 293 પોઈન્ટ ઘટ્યું

અડધા વેપારના સમય સુધીમાં તો બંને બેન્ચમાર્ક  ઇન્ડેક્સમાં જબરદસ્ત ઘટાડો જોવા માટે મળ્યો છે. બપોરે 12 વાગ્યા પછી BSE સેન્સેક્સમાં 1100થી વધુ પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો અને નિફ્ટીમાં પણ ઘટાડો નોંધાયો હતો.

Top Stories Business
શેરબજારમાં કડાકો

છેલ્લા એક અઠવાડિયાથી કેટલાક  ટ્રેડિંગ સેશનમાં સતત ઘટાડો જોવા મળી રહેલા શેરબજારમાં આ સપ્તાહની શરૂઆતમાં જ સોમવારે હોબાળો મચી ગયો છે. અડધા વેપારના સમય સુધીમાં તો બંને બેન્ચમાર્ક  ઇન્ડેક્સમાં જબરદસ્ત ઘટાડો જોવા માટે મળ્યો છે. બપોરે 12 વાગ્યા પછી BSE સેન્સેક્સમાં 1100થી વધુ પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો અને નિફ્ટીમાં પણ ઘટાડો નોંધાયો હતો.

NSE નિફ્ટી પણ 17,400ના સ્તરે આવી ગયો હતો. બપોરે 12.25 વાગ્યે, સેન્સેક્સ 1,133.62 પોઈન્ટ્સ અથવા 1.90% ડાઉન હતો અને ઈન્ડેક્સ 58,502.39 પર ટ્રેડ થઈ રહ્યો હતો. તે જ સમયે, આ સમયગાળા દરમિયાન, નિફ્ટી 338.00 પોઈન્ટ અથવા 1.90% ઘટીને 17,426.80 ના સ્તરે નોંધાયો છે.

જો આજની (સોમવારની) વાત કરીએ તો, બજારની શરૂઆત ઘટાડા સાથે થઈ હતી. સવારે 9.20 વાગ્યે સેન્સેક્સમાં 317.57 પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો અને તે 59318.44ના સ્તરે હતો. બીજી તરફ નિફ્ટી 87 પોઈન્ટ ઘટીને 17,677.80ના સ્તરે નોંધાયો હતો.