Gujarat winter/ ગુજરાતમાં કેટલી ઠંડી પડશે? જાણો…

ત્રણ દિવસના માવઠાની આગાહી બાદ હવામાન વિભાગે આજે રાજ્યમાં કાતિલ ઠંડી પડવાનું અનુમાન કર્યું છે. ગુજરાતમાં ફરી એકવાર ઠંડી તેનો પ્રકોપ બતાવશે.

Top Stories Gujarat
YouTube Thumbnail 2024 01 11T162752.283 ગુજરાતમાં કેટલી ઠંડી પડશે? જાણો...

Gujarat News: ગુજરાતમાં હાલ વાતાવરણમાં પલટો આવી રહ્યો છે. છેલ્લા 3 થી 4 દિવસ કમોસમી વરસાદની આગાહી કરાઈ હતી, ત્યારે હવે આવનારા ત્રણ દિવસો બાદ કડકડતી ઠંડી પડવાની સંભાવનાઓ દેખાઈ રહી છે. ત્રણ દિવસથી ગામડા અને શહેરોમાં છૂટો છવાયેલો વરસાદ પડ્યો હતો.

કડકડતી ઠંડીનો અહેસાસ થશે…

WhatsApp Image 2024 01 11 at 4.28.53 PM ગુજરાતમાં કેટલી ઠંડી પડશે? જાણો...

ત્રણ દિવસના માવઠાની આગાહી બાદ હવામાન વિભાગે આજે રાજ્યમાં કાતિલ ઠંડી પડવાનું અનુમાન કર્યું છે. ગુજરાતમાં ફરી એકવાર ઠંડી તેનો પ્રકોપ બતાવશે. આગામી ત્રણ દિવસો બાદ તાપમાનમાં સામાન્ય 2 થી 3 ડિગ્રી જેટલો ઘટાડો નોંધાવાની શક્યતાઓ જોવાઈ રહી છે. ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી ગામડા અને શહેરોમાં ધુમ્મસ છવાયેલું જોવા મળ્યું હતું.

વાતાવરણમાં આવેલા એકાએક પરિવર્તનને કારણે વિઝિબિલિટી ડાઉન થતા વાહનચાલકોને હાલાકી વેઠવી પડી હતી. અચાનક વાતાવરણમાં થયેલા પલટાથી લોકોને બેવડી ઋતુનો અનુભવ થયો હતો.

આજનું હવામાન

ગુજરાતમાં ઠંડી અત્યારે નહીવત પ્રમાણમાં જોવા મળી છે. નલિયામાં ઠંડીનો પારો ને ગયો હતો. જ્યારે શહેરી વિસ્તારોમાં તાપમાન વધ્યું હતું. આજે 9.6 ડિગ્રી લઘુત્તમ તાપમાન સુધી ઠંડીનો પારો જોવા મળ્યો હતો.



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ફતેપુરા નગરમા ગંદકીનું સામ્રાજ્ય ઠેર ઠેર કચરા અને કાદવ કીચડના ઢેર

આ પણ વાંચો: રામ મંદિર: કૉંગ્રેસના ટોચના નેતાઓએ અયોધ્યા જવાની ના પાડી

આ પણ વાંચો: 2024માં દેશની પહેલી ‘મેક ઇન ઇન્ડિયા ચીપ’નું ઉત્પાદન ગુજરાતમાં થશે: કેન્દ્રીયમંત્રી અશ્વિની વૈષ્ણવ