vibrant summit/ “પોર્ટ ફોર પ્રોસ્પેરિટી અને પોર્ટ ફોર પ્રોગ્રેસ”નાં વિઝનથી ગુજરાતનો થઈ રહ્યો છે વિકાસ

સીએમ ભૂપેન્દ્ર પટેલે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024 અંતર્ગત પોર્ટ-લેન્ડ ડેવલપમેન્ટ વિષય પર યોજાયેલા સેમિનારમાં સહભાગી થતા કહ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનરી પ્રયાસોથી દેશમાં પોર્ટ્સથી પ્રોસ્પેરીટીનો નવો ઇતિહાસ રચાયો છે ગુજરાત પણ તેમાં ‘‘પોર્ટ્સ ફોર પ્રોસ્પેરીટી અને પોર્ટ્સ ફોર પ્રોગ્રેસ’’નાં વિઝનથી આગળ વધીને યોગદાન આપવા પ્રતિબદ્ધ છે.

Top Stories Gandhinagar Gujarat
YouTube Thumbnail 2024 01 11T165130.687 “પોર્ટ ફોર પ્રોસ્પેરિટી અને પોર્ટ ફોર પ્રોગ્રેસ”નાં વિઝનથી ગુજરાતનો થઈ રહ્યો છે વિકાસ

VGGSના પરિણામે પાછલા બે દાયકામાં ગુજરાત પોર્ટલેડ ડેવલપમેન્ટના પાયોનિયર અને રોલ મોડેલ રાજ્ય તરીકે પ્રસ્થાપિત 

ગુજરાતનું ફોકસ હવે પોર્ટ સિટી અને ગ્રીનફિલ્ડ પોર્ટ્સ વિકસાવવાની દિશામાં છે

ગાંધીનગરઃ સીએમ ભૂપેન્દ્ર પટેલે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2024 અંતર્ગત પોર્ટ-લેન્ડ ડેવલપમેન્ટ વિષય પર યોજાયેલા સેમિનારમાં સહભાગી થતા કહ્યું હતું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનરી પ્રયાસોથી દેશમાં પોર્ટ્સથી પ્રોસ્પેરીટીનો નવો ઇતિહાસ રચાયો છે ગુજરાત પણ તેમાં ‘‘પોર્ટ્સ ફોર પ્રોસ્પેરીટી અને પોર્ટ્સ ફોર પ્રોગ્રેસ’’નાં વિઝનથી આગળ વધીને યોગદાન આપવા પ્રતિબદ્ધ છે.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મુખ્યમંત્રી તરીકે 2003માં શરૂ કરાવેલી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટને પરિણામે બે દાયકામાં ગુજરાત પોર્ટલેડ ડેવલપમેન્ટનું પાયોનિયર બન્યું છે અને પોર્ટ-લેડ સિટી ડેવલપમેન્ટના રોલ મોડેલ સ્ટેટ તરીકે પ્રસ્થાપિત થયું છે. આ દિશામાં આગળ વધતાં વાઇબ્રન્ટ સમિટની આ 10મી એડિશનની થીમ પણ આપણે ગેટવે ટુ ધ ફ્યુચર રાખી છે.

તેમણે જણાવ્યું હતું કે, ગુજરાત દેશમાં સૌથી લાંબો 1600 કિલોમીટર દરિયાકિનારો ધરાવે છે. વડાપ્રધાનશ્રીએ ગુજરાતની આ સ્ટ્રેટેજિક કોસ્ટ લાઈનને દેશની સમૃદ્ધિનું પ્રવેશદ્વાર બનાવવાની નેમ સાકાર કરી છે. પોર્ટ્સની કેપેસિટી વધારવાની દિશામાં પોર્ટ સિટી અને ગ્રીન ફિલ્ડ પોર્ટ્સ વિકસાવવાની સાથે રાજ્ય સરકાર હાલનાં પોર્ટ્સનું એક્સ્પાન્શન અને અપગ્રેડેશન કરવાની દિશામાં પણ કામ કરી રહી છે એમ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતમાં મેજર-માઇનોર મળીને દેશમાં સૌથી વધુ 49 પોર્ટ્સ છે તેનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, દેશના લગભગ 39 ટકા જેટલા કાર્ગોનું ગુજરાતના બંદરો પરથી વહન થાય છે. પોર્ટ્સ સુધીની સુદ્રઢ રોડ કનેક્ટિવીટી અને માળખાકીય વિકાસના પરિણામે ગુજરાત લોજિસ્ટિક્સ ઈઝ એક્રોસ ડિફરન્ટ સ્ટેટ્સ-LEADS ઇન્ડેક્સમાં અગ્રેસર છે તેની ભૂમિકા આપી હતી.

તેમણે કહ્યું કે, ગુજરાત દેશમાં પાંચમું સૌથી વધુ શહેરી ગીચતા ધરાવતું રાજ્ય છે અને શહેરીકરણનાં ક્ષેત્રમાં અનેક બેન્ચમાર્ક પ્રસ્થાપિત કર્યાં છે. પોર્ટ લેડ સિટી ડેવલપમેન્ટ દ્વારા બંદરોની નજીકનાં શહેરોમાં સસ્ટેનેબલ ઇન્ફ્રાસ્ટ્રકચરનાં વિકાસથી વાયબ્રન્ટ ઇકોનોમી ધરાવતાં શહેરોનો વિકાસ થાય તે દિશામાં આપણે વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં આયોજનબદ્ધ રીતે આગળ વધી રહ્યા છીએ.

મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, વડાપ્રધાનશ્રીએ બ્લૂ ઇકોનોમીને પ્રાધાન્ય આપ્યું છે અને અમૃતકાળની આ પહેલી વાયબ્રન્ટ સમિટના આ સેમિનારની ચર્ચાઓ ગુજરાત સહિત દેશની બ્લૂ ઇકોનોમીને વેગ આપવામાં ફળદાયી પુરવાર થશે, તેમજ સમુદ્રી સમૃદ્ધિથી દેશને વૈશ્વિક સમૃદ્ધિ તરફ લઈ જવાનો રોડમેપ તય કરવામાં અગત્યનો ભાગ ભજવશે એવો વિશ્વાસ પણ મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો.

બંદર, શિપિંગ અને જળમાર્ગ વિભાગના મંત્રીશ્રી સર્બાનંદ સોનોવાલે વાઈબ્રન્ટ ગુજરાત સમિટની સરાહના કરતાં જણાવ્યું હતુ કે,  વડાપ્રધાનમંત્રી દ્વારા 2003માં શરૂ કરાયેલ વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ આજે ભારતના વિકાસનું વટવૃક્ષ બન્યું છે. પ્રધાનમંત્રીના વિઝનથી ભારત વિકાસના પંથે અગ્રેસર થઈ રહ્યું છે.


આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ