Not Set/ ફ્લેટમાંથી મળી બીજી રિવોલ્વર, શું સબંધ હતા ખુશ્બુ અને વિવેક વચ્ચે,ઉચ્ચ તપાસના આદેશ

રાજકોટ, રાજકોટના યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં મહિલા પોલીસ કર્મી અને કોસ્ટબલે સજોડે આપઘાત કરી ચકચારભર્યા કેસમાં દરરોજ નવા ખુલાસા અને નવી વાતો સાથે રહસ્ય ઘૂંટાતુ જાય છે. ગત ગુરુવારે સવારે રાજકોટના કાલાવાડ રોડ પર આવેલ પંડિત દિનદયાલનગરમાં એક ફ્લેટ ભાડે રાખીને એકલા રહેતા મહિલા એ.એસ.આઈ. ખુશ્બુ કાનાબારના ફ્લેટમાંથી ખુશ્બુ તથા તેના સાથી કોન્સ્ટેબલ રવિરાજ સિંહના લોહીયાળ મૃતદેહ […]

Top Stories Gujarat Rajkot
ihsd 4 ફ્લેટમાંથી મળી બીજી રિવોલ્વર, શું સબંધ હતા ખુશ્બુ અને વિવેક વચ્ચે,ઉચ્ચ તપાસના આદેશ

રાજકોટ,

રાજકોટના યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતાં મહિલા પોલીસ કર્મી અને કોસ્ટબલે સજોડે આપઘાત કરી ચકચારભર્યા કેસમાં દરરોજ નવા ખુલાસા અને નવી વાતો સાથે રહસ્ય ઘૂંટાતુ જાય છે.

ગત ગુરુવારે સવારે રાજકોટના કાલાવાડ રોડ પર આવેલ પંડિત દિનદયાલનગરમાં એક ફ્લેટ ભાડે રાખીને એકલા રહેતા મહિલા એ.એસ.આઈ. ખુશ્બુ કાનાબારના ફ્લેટમાંથી ખુશ્બુ તથા તેના સાથી કોન્સ્ટેબલ રવિરાજ સિંહના લોહીયાળ મૃતદેહ મળ્યા હતા.

મહિલા ASI ના ફ્લેટમાંથી એક બીજી સર્વિસ રિવોલ્વર પણ મળી આવી છે જેને લઈને આ કેસ વધુ ગુંચવાય રહ્યો છે. સર્વિસ રિવોલ્વર ASI ખુશ્બુના જ બેચમેટ વિવેક કુછડીયાની હોવાથી વિવેક અને ખુશ્બુ વચ્ચે પણ ગાઢ સબંધો હોઈ શકે છે તેવું માનવામાં આવી રહ્યું છે.

ASI વિવેક કુછડીયા વિરુદ્ધ ખાતાકીય તપાસનાં આદેશ અપાયા છે. જો કે વિવેકનું કહેવું છે કે તેઓ ખુશ્બુ કાનાબારનાં ઘરે તેમની રિવોલ્વર ભૂલી ગયા હતા. હવે આ મામલે ઉચ્ચ અધિકારીઓએ તપાસ હાથ ધરી છે.હવે આ  સમગ્ર મામલાનો રિપોર્ટ DCPને સોંપાશે.

આપને જણાવીએ કે ચાર દિવસ વીતી ગયા પણ હજી પોલીસ પોતાના ઈન્વેસ્ટીગેશન આધારે પ્રાથમિક તબક્કે પણ ઘટના ઉપરથી પરદો ઉંચી શકી નથી. પ્રથમ દિવસથી કહેવું પોલીસનું કહેવું છે એક સ્પષ્ટતા પી.એમ.ના વિસ્તૃત તથા એફએસએલ રિપોર્ટથી જ થઈ શકે છે.

સુત્રોના જણાવ્યા મુજબ વિવેક અને ખુશ્બુ બંને વચ્ચે ટ્રેનીગ સમયે સાથે હતા તેમજ એક જ પોલીસમથકમાં સાથે ફરજ પણ આવી બંને વચ્ચે સારી મૈત્રી હતી અને વિવેક ખુશ્બુના ફ્લેટ પર રહેતા જમતા અને રાત્રી રોકાણ પણ કરતા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.