ટ્રેન અકસ્માત/ રેલવે અકસ્માતમાં 8 હજારથી વધુના મોત,સૈાથી વધારે પરપ્રાંતિય મજૂરોના મોત

રેલવે અકસ્માતમાં 8 હજારથી વધુના મોત

India
train રેલવે અકસ્માતમાં 8 હજારથી વધુના મોત,સૈાથી વધારે પરપ્રાંતિય મજૂરોના મોત

ગયા વર્ષે કોરોનાને લીધે  લાગુ થયેલા રાષ્ટ્રવ્યાપી લોકડાઉનમાં ટ્રેનો મહિનાઓ સુધી બંધ રહી હતી તે છતાંપણ  8,733 લોકોએ ટ્રેક પર પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ માહિતી આપતાં રેલવેએ જણાવ્યું હતું કે, ટ્રેનની હડફેટમાં મૃત્યુ પામેલા મોટાભાગના લોકો સ્થળાંતર કામદાર હતા. મધ્ય પ્રદેશના આરટીઆઈ એક્ટિવિસ્ટ ચંદ્ર શેખર ગૌરની પૂછપરછના જવાબમાં રેલવેએ જાન્યુઆરી 2020 થી ડિસેમ્બર 2020 સુધીના ટ્રેન અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવનારાઓની વિગતો આપી છે.

દેશભરના રાજ્યોની પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, આ સમયગાળા દરમિયાન ટ્રેન દ્વારા ટક્કર માર્યા બાદ 8,733 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો, જ્યારે 805 લોકો ઘાયલ પણ થયા હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર, પરપ્રાંતિય કામદારોમાં મૃત્યુઆંક વધુ છે. ઘણા લોકોએ ઘરે પરત જવા માટે  રેલ્વે ટ્રેક માર્ગ પસંદ કર્યો હતો કારણ કે આ માર્ગ ટૂંકો હોય છે.ગયા વર્ષે મુસાફરોની ટ્રેનો લાંબા સમય સુધી દોડતી ન હતી પરતું  ગુડ્સ ટ્રેનો ટ્રેક પર દોડતી હતી.

રેલ્વેએ 25 માર્ચથી પેસેન્જર ટ્રેનો પર પ્રતિબંધ મૂક્યો હતો. સરકારે જુદા જુદા શહેરોમાં ફસાયેલા કામદારો માટે 1 મેથી વિશેષ શ્રમિક ટ્રેનો શરૂ કરી હતી. ધીરે ધીરે ટ્રેનોની સંખ્યા વધારી હતી. ડિસેમ્બર સુધીમાં, 1,100 વિશેષ ટ્રેનો અને 110 નિયમિત ટ્રેનો દોડવા માંડી હતી. કોરોના પહેલાંની સ્થિતિની તુલનામાં અત્યાર સુધીમાં ફક્ત 70 ટકા સેવાઓ નિયમિત કરવામાં આવી છે.

મહારાષ્ટ્રના ઓરંગાબાદમાં 16 મજૂરો માલગાડી નીચે કપાઇ ગયા હતા તે ખુબ દર્દનાક હાદસો હતો. આ લોકો  ઘરે પરત ફરી રહ્યા હતા અને ટ્રેનો બંધ છે એવું  વિચારીને ટ્રેક પર સૂઈ ગયા હતા અને આ ઘટના ઘટી હતી. રેલ્વેના આંકડા મુજબ, વર્ષ 2016 થી 2019 દરમિયાન કુલ 56,271 લોકો મૃત્યુ અને 5,938 લોકો ઘાયલ થયા છે. 2016 માં, 14,032 લોકો મૃત્યુ પામ્યા હતા, 2017 માં 12,838, 2018 માં 14,197 અને 2019 માં 15,204 લોકો મૃત્યુ પામ્યા હતા. જો કે રેલ્વે આ મોતને રેલ્વે અકસ્માત માનતો નથી.રેલવે એ અકસ્માતોને ત્ અનએપેક્ષિત,રેલ્વે ક્રોસિંગ, અને આપત્તિમાં વર્ગીકૃત કરી છે.