Not Set/ કોરોના બાદ દેશમાં ભૂકંપ બન્યો મુસિબત, મહારાષ્ટ્રનાં પાલઘરમાં રાત્રીનાં સમયે નોંધાયા ઝટકા

  મહારાષ્ટ્રમાં રાત્રીનાં સમયે ભૂકંપનાં આંચકા અનુભવાયા છે. પાલઘરમાં બપોરે 12.26 વાગ્યે આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીનાં અનુસાર ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.1 નોંધાઇ છે. જોકે, ભૂકંપમાં કોઈ જાનહાનિ થઈ નથી અને કોઈ નુકસાન થયું નથી. નોંધપાત્ર વાત એ છે કે છેલ્લા કેટલાક દિવસોથી દેશનાં વિવિધ ભાગોમાં ભૂકંપનાં આંચકા અનુભવાયા છે. વળી […]

India
80e536620fb262ede814694248dd2b44 3 કોરોના બાદ દેશમાં ભૂકંપ બન્યો મુસિબત, મહારાષ્ટ્રનાં પાલઘરમાં રાત્રીનાં સમયે નોંધાયા ઝટકા
 

મહારાષ્ટ્રમાં રાત્રીનાં સમયે ભૂકંપનાં આંચકા અનુભવાયા છે. પાલઘરમાં બપોરે 12.26 વાગ્યે આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીનાં અનુસાર ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.1 નોંધાઇ છે. જોકે, ભૂકંપમાં કોઈ જાનહાનિ થઈ નથી અને કોઈ નુકસાન થયું નથી. નોંધપાત્ર વાત એ છે કે છેલ્લા કેટલાક દિવસોથી દેશનાં વિવિધ ભાગોમાં ભૂકંપનાં આંચકા અનુભવાયા છે.

વળી જમ્મુ-કાશ્મીરનાં કટરામાં પણ ભૂકંપનાં આંચકા અનુભવાયા છે. આ આંચકા કટરાથી 89 કિ.મી. પૂર્વમાં અનુભવાયા હતા. સવારે 5.11 વાગ્યે આ આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.0 નોંધાઈ છે. ભૂકંપમાં કોઈ નુકસાન થયા હોવાના સમાચાર નથી અને ન તો કોઈ જાનહાનીનાં સમાચાર છે.

સોમવારે જમ્મુ-કાશ્મીરનાં કટરામાં ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા. સોમવારે રાત્રે 10.25 વાગ્યે ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપનું કેન્દ્ર કટરાથી 87 કિમી પૂર્વમાં હતું. ભૂકંપને કારણે કોઈ પણ પ્રકારનાં જાન-માલનું નુકસાન થયું નથી. હજી સુધી નુકસાનનાં કોઈ સમાચાર મળ્યા નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.