Court/ સુપ્રીમ કોર્ટે વોટ્સએપને ફટકારી નોટિસ, કહ્યું – લોકોની પ્રાઇવસી છે અત્યંત મૂલ્યવાન, તમારી..

સુપ્રીમ કોર્ટે ભારતીય યુઝર્સની ગોપનીયતા નીતિ અંગે વોટ્સએપ વિરુદ્ધ નોટિસ ફટકારી છે. કોર્ટે વોટ્સએપને કહ્યું કે, આ અમારો અધિકાર છે કે, અમે અમારા યુઝર્સની પ્રાઈવેસીની સુરક્ષા કરીએ.

Top Stories India
a 170 સુપ્રીમ કોર્ટે વોટ્સએપને ફટકારી નોટિસ, કહ્યું - લોકોની પ્રાઇવસી છે અત્યંત મૂલ્યવાન, તમારી..

સુપ્રીમ કોર્ટે ભારતીય યુઝર્સની ગોપનીયતા નીતિ અંગે વોટ્સએપ વિરુદ્ધ નોટિસ ફટકારી છે. કોર્ટે વોટ્સએપને કહ્યું કે, આ અમારો અધિકાર છે કે, અમે અમારા યુઝર્સની પ્રાઈવેસીની સુરક્ષા કરીએ. કોર્ટે વોટ્સએપને આ વિશે માહિતી આપવા પણ કહ્યું હતું કે, કંપનીએ તે પણ જણાવવું જોઈએ કે તે કયા યુઝર્સનો ડેટા શેર કરે છે અને કયો નહીં. નવી ગોપનીયતા નીતિ અનુસાર, વોટ્સએપ યુઝર્સનો ડેટા વૈશ્વિક સ્તરે શેર કરવામાં આવ્યો છે. આ બધું ફેસબુક સહિત ઈન્ટરનલી શેર થયું છે. તે જ સમયે, એક્સટર્નલ પાર્ટનર અને સર્વિસ પ્રોવાઇડર્સની સાથે પણ ડેટાને શેર કરવામાં આવે છે.

અરજદાર વતી શ્યામ દીવાને કહ્યું કે મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકારે આ મામલાને ગંભીરતાથી લઈ રહી છે જ્યાં સરકારે વોટ્સએપ પર નોટિસ મોકલી છે. વોટ્સએપની નવી ગોપનીયતા નીતિ 5 ફેબ્રુઆરીથી લાગુ કરવાની ઘોષણા કરવામાં આવી હતી, જ્યાં પછી તેને વધારીને 14 મે કરવામાં આવી હતી. જણાવીએ કે, વોટ્સએપની નવી ગોપનીયતા નીતિ ભારત અને યુરોપ માટે અલગ-અલગ છે.

વોટ્સએપ ગોપનીયતા કેસમાં વકીલ કપિલ સિબ્બલે કહ્યું કે, 5 ફેબ્રુઆરીએ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે હાઇકોર્ટે આ કેસની સુનાવણી કરવી જોઈએ. શ્યામ દિવાને કહ્યું કે, વોટ્સએપની ગોપનીયતા નીતિ ભારત માટે અલગ ન હોઈ શકે, સરકારે વોટ્સએપની નવી નીતિ લાગુ ન કરવા આદેશ આપવો જોઈએ.

સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જણાવ્યું હતું કે ગોપનીયતા સાથે કોઈ કરાર કરવામાં આવશે નહીં. દેશના લોકોનો આ અધિકાર છે. વોટ્સએપ વતી એડવોકેટ મુકુલ રોહતગીએ કહ્યું કે નીતિથી ગોપનીયતા સામે કોઈ ખતરો નથી. તે સંપૂર્ણપણે સલામત છે. જ્યારે સીજેઆઈએ કહ્યું કે, ફેસબુક અને વોટ્સએપે ડેટા શેરિંગ પર તેમની નીતિ સ્પષ્ટ કરવી જોઈએ.

કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ (સીએઆઇટી) એ પણ વોટ્સએપની નવી ગોપનીયતા નીતિને રદ કરવા સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. કેટે પોતાની અરજીમાં કહ્યું હતું કે કંપની ભારતની સૂચિત ગોપનીયતા નીતિના બંધારણ દ્વારા પૂરા પાડવામાં આવેલ નાગરિકોના વિવિધ પાયાના અધિકારોનું ઉલ્લંઘન કરી રહી છે. કેટે એ વિનંતી પણ કરી છે કે, કેન્દ્ર સરકારે માર્ગદર્શિકા ઘડવી જોઈએ અને વોટ્સએપ જેવી મોટી ટેક્નોલોજી કંપનીઓ ચલાવવા માટે નાગરિકો અને ઉદ્યોગોની ગોપનીયતાને સુરક્ષિત રાખતી નીતિઓ ઘડવી જોઈએ.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ