Not Set/ સલમાન ખાન વધુ એક નવા ટેલેન્ટને આપશે તક, આ એક્ટ્રેસને કરશે લોન્ચ

મુંબઈ સુપરસ્ટાર સલમાન ખાનએ બોલિવૂડમાં નવા ચહેરાને તક આપવા માટે જાણીતા છે. સલમાને સોનાક્ષી સિન્હા, અર્જુન કપૂર, ડેઝી શાહ, કેટરીના કૈફ,ઝરીન ખાનથી લઈને અનેક લોકોને તેમને ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં બ્રેક આપ્યો છે. જણાવીએ કે, ફરી એકવાર સલમાન બોલિવૂડમાં એક નવા ચહેરાને લોન્ચ કરવા જઈ રહ્યા છે. સલમાન આ વખતે નૂતનની પૌત્રી પ્રનૂતમને લોન્ચ કરવાના છે. થોડા […]

Trending Entertainment
a સલમાન ખાન વધુ એક નવા ટેલેન્ટને આપશે તક, આ એક્ટ્રેસને કરશે લોન્ચ

મુંબઈ

સુપરસ્ટાર સલમાન ખાનએ બોલિવૂડમાં નવા ચહેરાને તક આપવા માટે જાણીતા છે. સલમાને સોનાક્ષી સિન્હા, અર્જુન કપૂર, ડેઝી શાહ, કેટરીના કૈફ,ઝરીન ખાનથી લઈને અનેક લોકોને તેમને ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં બ્રેક આપ્યો છે. જણાવીએ કે, ફરી એકવાર સલમાન બોલિવૂડમાં એક નવા ચહેરાને લોન્ચ કરવા જઈ રહ્યા છે.

સલમાન આ વખતે નૂતનની પૌત્રી પ્રનૂતમને લોન્ચ કરવાના છે. થોડા સમય પહેલા તેઓ એ તેમના મિત્રના પુત્ર ઝહીર ઇકબાલને બોલિવૂડમાં એન્ટ્રી આપવાની વાત કરી હતી. માહિતી અનુસાર ઝહીર અને પ્રનૂતન, સલમાન ખાનના પ્રોડક્શનના બેનર હેઠળ બની ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યુ કરવાના છે અને એ ફિલ્મને નીતિન કક્કડ દ્રારા ડાયરેક્ટ કરવામાં આવશે.

ઝહીર ઈકબાલ, ઇક્બાલ રતનાસીના પુત્ર છે, તો પ્રનૂતન,નૂતનની પૌત્રી અને મોહનીશ બહલની પુત્રી છે. સલમાન અને મોહનીશએ ‘હમ આપકે હૈ કૌન’, ‘મેને પ્યાર કિયા’, ‘હમ સાથ સાથ હૈ’ જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે.

એક ઈન્ટરવ્યુંમા પ્રનૂતન જણાવ્યું હતું કે, “હું બોલિવૂડમાં કામ કરવા માટે રાહ નથી જોઈ શકતી.” મને લાગે છે કે હું કોઈ પણ પ્રોજેક્ટનો ભાગ બની શકું છું. જો કે, ફિલ્મ સારી બેનર અને ડિરેક્ટર હોવી જોઈએ.”

pranutan salman khan के लिए इमेज परिणाम