Not Set/ સમગ્ર દેશમાં ડૉક્ટરોની હડતાળ, ઇમરજન્સી સેવા સિવાયની તમામ સેવાઓ બંધ

અમદાવાદ, સમગ્ર દેશમાં ડૉક્ટરો હડતાળ પર ઉતર્યા છે. નેશનલ મેડિકલ કમિશન 2017ના ખરાડાના વિરોધમાં ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનના તમામ સભ્યો એક દિવસની પ્રતીક હડતાળ પર ઉતર્યા છે. હડતાળમાં એમબીબીએસ, એમડી તેમજ એમ.એસ. સહિતનાં સુપર સ્પેશ્યાલિસ્ટ તબીબો ઉપરાંત મેડિકલ સહાયક સેવા આપનાર સવારે ૬ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધી ઓપીડી બંધ રાખશે. તબીબો દ્વારા આ દિવસને ધિક્કાર […]

Top Stories Gujarat Trending
afsd 1 સમગ્ર દેશમાં ડૉક્ટરોની હડતાળ, ઇમરજન્સી સેવા સિવાયની તમામ સેવાઓ બંધ

અમદાવાદ,

સમગ્ર દેશમાં ડૉક્ટરો હડતાળ પર ઉતર્યા છે. નેશનલ મેડિકલ કમિશન 2017ના ખરાડાના વિરોધમાં ઇન્ડિયન મેડિકલ એસોસિયેશનના તમામ સભ્યો એક દિવસની પ્રતીક હડતાળ પર ઉતર્યા છે. હડતાળમાં એમબીબીએસ, એમડી તેમજ એમ.એસ. સહિતનાં સુપર સ્પેશ્યાલિસ્ટ તબીબો ઉપરાંત મેડિકલ સહાયક સેવા આપનાર સવારે ૬ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધી ઓપીડી બંધ રાખશે. તબીબો દ્વારા આ દિવસને ધિક્કાર દિન તરીકે ઉજવવામાં આવશે.

નેશનલ મેડિકલ કમિશન 2017ની રચનાના વિરોધમાં ખાનગી તબીબો દ્વારા હડતાળ રાખવામા આવી છે જો કે દર્દીઓ માટે ઇમરજન્સી સેવાઓ ચાલુ રહેશે અને નોન ઇમરજન્સી સેવાઓ ૧૨ કલાક સુધી બંધ રહેશે. ત્યારબાદ આગળના કાર્યક્રમો માટે રાષ્ટ્રીય કક્ષાએ નિર્ણય લેવામાં આવશે

દેશભરમાં નેશનલ મેડિકલ કમીશન બીલના વિરોધમાં તબીબીઓ એક દિવસના પ્રતિક ધરણા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે,જેમાં સુરતના ૨૮૦૦ જેટલા ડોક્ટર્સ પણ જોડાયા છે. ખાનગી દવાખાનાઓમાં ઓપીડી બંધ રહેશે જયારે ઈમરજન્સી સેવાઓ ચાલુ રહેશે તેમ જણાવવામાં આવ્યું છે.